ભારતીય ટીમના બેટ્સમેને સંભળાવી આપવીતી, બોલ્યો-પહેલી સેલેરીથી મેં...

PC: BCCI

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2024)ની શરૂઆત જલદી જ થવાની છે. ઘણા ખેલાડીઓએ તેના માટે પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. ભારતે હાલમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સીરિઝમાં શાનદાર જીત હાંસલ કરી હતી. જેમાં ધ્રુવ જૂરેલે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ધ્રુવ જૂરેલે IPL અગાઉ દર્દનાક સ્ટોરી સંભળાવી છે. ધ્રુવ જૂરેલે કહ્યું કે, મેં પોતાની પહેલી IPL સેલેરીથી દેવું ચૂકવ્યું હતું અને પોતાની માતા માટે કેટલાક ઘરેણાં ખરીદ્યા હતા.

તેણે એક ન્યૂઝ ચેનલ સાથે વાતચીત કરતા જણાવ્યું કે, જ્યારે મારા પિતાજી કોઈ પાસે ઉધાર માગતા હતા, તો મને વધારે સારું લાગતું નહોતું. મારા પિતાએ અમને ક્યારેય અનુભવ થવા ન દીધો કે અમે ગરીબ છીએ. મારા પિતા ઇચ્છતા હતા કે હું સેનામાં જાઉ, કેમ કે તેઓ સેનામાં કોન્સ્ટેબલ હતા, પરંતુ મને બાળપણથી ક્રિકેટ રમવાનો ખૂબ શોખ હતો. એટલે મેં પછી ક્રિકેટમાં જ કરિયર બનાવવાનું વિચાર્યું. મારા પરિવાર પર ખૂબ દેવું હતું.

ધ્રુવ જૂરેલે કહ્યું કે, જ્યારે મને IPLનો પહેલો કોન્ટ્રાક્ટ મળ્યો તો મેં પોતાની સેલેરીમાંથી ઉધાર ચૂકતું કર્યું અને એ સિવાય મેં પોતાની માતા માટે કેટલાક ઘરેણાં પણ ખરીદ્યા. પિતા પક્ષમાં નહોતા કે હું ક્રિકેટ રમુ કેમ કે મિડલ ક્લાસ પરિવાર માટે આર્થિક પરેશાની ખૂબ થાય છે. જો કે, મેં તેમને મનાવ્યાં. મેં કહ્યું પપ્પા મને 800 રૂપિયાવાળી બેટ જોઈએ છે. તેમણે વ્યવસ્થા કરીને બેટ અપાવી. પછી એમન કહ્યું પપ્પા કીટ જોઈએ છે, જે 5-6 હજારની હતી.

પિતાએ કહ્યું ખૂબ પરેશાની થશે, તું ક્રિકેટ છોડી દે. મેં મમ્મીને કહ્યું તો તેણે પણ ના પાડી દીધી. ત્યારે મેં તેને કહ્યું કે કીટ ન અપાવી તો ઘરથી ભાગી જઈશ. જ્યારે મમ્મીએ ઘરેથી ભાગી જવાની વાત સાંભળી તો તે થોડી ડરી ગઈ. પોતાની સોનાની ચેન કાઢીને પપ્પાને આપી અને કહ્યું કે, તેને કીટ અપાવી દો. ત્યારે કીટ આવી. મને ત્યારે સમજ ન આવ્યું કે તેમણે આટલી મોટી કુરબાની કેમ આપી.

ધ્રુવ જૂરેલને પહેલી વખત રાજસ્થાન રોયલ્સ તરફથી 20 લાખ રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો. તે ત્યારથી રાજસ્થાન રોયલ્સનો જ હિસ્સો છે. IPL 2024માં પણ જૂરેલ રાજસ્થાન માટે રમતો નજરે પડ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ચોથી ટેસ્ટમાં ધ્રુવ જૂરેલે ખૂબ પ્રભાવિત કર્યા હતા. ભારતીય ટીમ પહેલી ઇનિંગમાં જ્યારે રન બનાવવા માટે સંઘર્ષ કરી રહી હતી અને ઇંગ્લેન્ડની ટીમ ખૂબ લીડ હાંસલ કરવા તરફ વધી રહી હતી, તો ધ્રુવ જૂરેલે પોતાનો દમ દેખાડ્યો. કુલદીપ યાદવ સાથે 76 રનની પાર્ટનરશિપ કરતા ધ્રુવ જૂરેલે ભારતના સ્કોરને 250 પાર પહોંચાડ્યો. ધ્રુવ જૂરેલે 90 રનની ઇનિંગ રમી હતી. બીજી ઇનિંગમાં પણ તેણે મહત્ત્વપૂર્ણ 39 રન બનાવ્યા હતા. પંચમી ટેસ્ટની પહેલી ઇનિંગમાં 25 બૉલમાં 15 રન બનાવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp