શું કોહલીની ધીમી સદીથી ભારતને નુકસાન થયું? જીતવા છતા ન્યૂઝીલેન્ડથી પાછળ રહ્યું

PC: etvbharat.com

ICC ODI વર્લ્ડ કપ 2023માં બાંગ્લાદેશ સામેની મેચમાં વિરાટ કોહલીએ શાનદાર સદી ફટકારી હતી. વનડે ક્રિકેટમાં વિરાટની આ 48મી સદી હતી. જો કે, ભારત આ મેચ જીતી તો ગયું, પરંતુ વિરાટની આ સદીને કારણે ટીમ ઈન્ડિયાને નુકસાન પણ થયું હતું.

ICC ODI વર્લ્ડ કપ 2023ની 17મી મેચમાં ભારતે વિરાટ કોહલીની જોરદાર સદીની મદદથી બાંગ્લાદેશને 7 વિકેટે હરાવી દીધું હતું. ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાની આ સતત ચોથી જીત હતી. જો કે તેમ છતાં તે પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી શકી નથી. ન્યૂઝીલેન્ડની ટીમ પણ ચાર મેચમાં જીત સાથે પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને છે. ટીમ ઈન્ડિયાએ પણ ચાર મેચ જીતી છે, પરંતુ રન રેટના મામલે તે ન્યૂઝીલેન્ડથી પાછળ રહી ગઈ છે.

હકીકતમાં, વિરાટ કોહલીની સદીની ઇનિંગને તેની પાછળનું મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે. વિરાટ કોહલી જ્યારે 90 રનના સ્કોર પર હતો ત્યારે જીત માટે બહુ ઓછા રન બાકી હતા. ટીમ ઈન્ડિયાએ બાકીના રન બનાવીને ઝડપથી મેચ સમાપ્ત કરવાની જરૂર હતી, જેથી રન રેટ પર તેની અસર ન પડે, પરંતુ KL રાહુલે તેમ કર્યું નહીં.

KL રાહુલ ઈચ્છતો હતો કે, વિરાટ કોહલી તેની સદી પૂરી કરે. આવી સ્થિતિમાં તે વિરાટને સ્ટ્રાઈક પર રાખવા માંગતો હતો. પરિણામ એ આવ્યું કે, વચ્ચે વચ્ચે સિંગલ્સ અને ડબલ્સ રન લેવાની તકો આવી હતી પણ તે લેવામાં ન આવ્યા. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાએ નિઃશંકપણે 41.3 ઓવરમાં મેચ જીતી લીધી, પરંતુ તેને પોઈન્ટ ટેબલમાં ચોક્કસપણે નુકસાન સહન કરવું પડ્યું.

ભારતીય ક્રિકેટ ટીમ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધીમાં કુલ ચાર મેચ રમી છે. ટીમ ઇન્ડિયાએ ચારેય મેચમાં જોરદાર જીત મેળવી હતી. આ સ્થિતિમાં તેનો સ્કોર 8 પોઈન્ટ થયો છે. જો આપણે રન રેટ જોઈએ તો તે +1.659 છે. આ ન્યુઝીલેન્ડથી એકદમ નજીક છે. ન્યુઝીલેન્ડની ટીમના પણ ચાર મેચમાં 8 પોઈન્ટ છે, પરંતુ તેનો રન રેટ +1.923 છે. આ રીતે ટીમ ઈન્ડિયા ચાર જીત નોંધાવ્યા પછી પણ પ્રથમ સ્થાને પહોંચવામાંથી ચૂકી ગઈ હતી.

ભારતીય ક્રિકેટ ટીમ ટૂર્નામેન્ટમાં તેની પાંચમી મેચ ન્યૂઝીલેન્ડ સાથે રમશે. અત્યાર સુધી ટીમ ઈન્ડિયાએ જોરદાર રમત દેખાડી છે, પરંતુ ન્યૂઝીલેન્ડ સામે તેનો પડકાર ઘણો મુશ્કેલ લાગે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp