કાર્તિકે પસંદ કરી ભારતની સર્વશ્રેષ્ઠ પ્લેઇંગ XI, આ મહાન ખેલાડીને બહાર કર્યો
પૂર્વ ભારતીય વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિકે બધા ફોર્મેટમાં પોતાની સર્વશ્રેષ્ઠ ભારતીય પ્લેઇંગ ઇલેવન પસંદ કરી છે. લાઇનઅપમાં 5 બેટ્સમેન, 2 ઓલરાઉન્ડર, 2 સ્પિનર અને 2 ફાસ્ટ બોલર સામેલ છે. કાર્તિકે જે પ્લેઇંગ 11 પસંદ કરી છે તેમાં એકથી એક ચઢિયાતા દિગ્ગજ સામેલ છે. તેમણે આ ટીમમાં પૂર્વ ભારતીય ક્રિકેટર અને વર્તમાનમાં સર્વશ્રેષ્ઠ ક્રિકેટર્સને જગ્યા આપી છે. જો કે, દિનેશ કાર્તિકે મહેન્દ્ર સિંહ ધોનીને સામેલ ન કરીને બધાને ચોંકાવી દીધા છે.
ક્રિકબઝે વીડિયો શેર કર્યો છે, જેમાં દિનેશ કાર્તિકે ભારતની ઓલ ટાઇમ પ્લેઇંગ 11માં સામેલ નામ બતાવ્યા. દિનેશ કાર્તિકે ઓપનિંગ બેટ્સમેનના રૂપમાં વીરેન્દર સેહવાગ અને વર્તમાન ભારતીય કેપ્ટન અને વિસ્ફોટક બેટ્સમેન રોહિત શર્માને જગ્યા આપી છે. સેહવાગ પોતાની આક્રમક બેટિંગ માટે ફેમસ રહ્યો છે. તો રોહિત શર્મા પણ ઓછો વિસ્ફોટક નથી. તે વર્તમાનમાં દુનિયાના સૌથી ખતરનાક બેટ્સમેનોમાં સામેલ છે. દિનેશ કાર્તિકે ત્રણ નંબર પર પૂર્વ ભારતીય કેપ્ટન રાહુલ દ્રવિડને પસંદ કર્યા છે.
#Dravid or #Gambhir❓#Kumble or #Harbhajan❓@DineshKarthik picks his all-time #India XI, on new episode of #heyCB, here ⬇️#IndependenceDay2024 pic.twitter.com/EXQaUtXter
— Cricbuzz (@cricbuzz) August 15, 2024
ત્યારબાદ ચોથા નંબર પર મહાન સચિન તેંદુલકરને જગ્યા આપી છે. ઉલ્લેખનીય છે કે રાહુલ દ્રવિડ અને તેંદુલકર બંને જ ભારતીય ક્રિકેટના દિગ્ગજ બેટ્સમેનોમાંથી એક રહ્યા છે. દિનેશ કાર્તિકે વિરાટ કોહલીને નંબર 5 પર રાખ્યો છે, જેને આધુનિક યુગના સૌથી મહાન બેટ્સમેનોમાંથી એક માનવામાં આવે છે. કોહલી સામેલ થવાથી ભારતીય ટીમની શાનદાર બેટિંગ લાઇનઅપને વધુ મજબૂતી મળી છે. ઓલરાઉન્ડર સ્લૉટમાં કાર્તિકે યુવરાજ સિંહ અને રવીન્દ્ર જાડેજાને પસંદ કર્યા છે.
યુવરાજ પોતાની વિસ્ફોટક બેટિંગ અને મેચ જીતાડવાની ક્ષમતા માટે જાણીતો છે, જ્યારે જાડેજા બેટ અને બૉલ બંનેથી જ કમાલ કરી રહ્યો છે. તે વર્તમાનમાં દુનિયાના સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડરમાંથી એક છે. કાર્તિકે ફાસ્ટ બોલિંગનું જસપ્રીત બૂમરાહને આપ્યું છે સાથે જ ફાસ્ટ બોલરમાંથી એક ઝહીર ખાનને તેનો સાથી બનાવ્યો છે. કાર્તિકે સ્પિન વિભાગમાં રવિચંદ્રન અશ્વિન અને અનિલ કુંબલેને પસંદ કર્યા છે. અશ્વિન અને કુંબલે બંને ભારતના સૌથી સફળ સ્પિનર છે. જેમણે દુનિયાભરના બેટ્સમેનોને પરેશાન કર્યા.
એ સિવાય કાર્તિકે ભારતીય ક્રિકેટમાં તેમના મહત્ત્વપૂર્ણ યોગદાનને સ્વીકારતા હરભજન સિંહને 12માં ખેલાડીના રૂપમાં પસંદ કર્યા. દિનેશ કાર્તિકે ભારતના સૌથી સફળ કેપ્ટન રહેલા ધોનીને આ ટીમમાં પસંદ ન કરીને બધાને ચોંકાવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ધોની ભારતને સૌથી વધુ ICC ટ્રોફી જીતાડનાર કેપ્ટન છે. તેણે પોતાની કેપ્ટન્સીમાં T20 વર્લ્ડ કપ, વન-ડે વર્લ્ડ કપ અને ICC ચેમ્પિયન્સ ટ્રોફીનો તાજ ભારતના માથે સજાવ્યો. ધોની દુનિયાનો સૌથી સફળ વિકેટકીપર છે.
દિનેશ કાર્તિકની સર્વશ્રેષ્ઠ પ્લેઇંગ XI:
વિરેન્દર સેહવાગ, રોહિત શર્મા, રાહુલ દ્રવિડ, સચિન તેંદુલકર, વિરાટ કોહલી, યુવરાજ સિંહ, રવીન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, અનિલ કુંબલે, જસપ્રીત બૂમરાહ અને ઝહીર ખાન. 12મો ખેલાડી: હરભજન સિંહ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp