દિનેશ કાર્તિકે જણાવ્યું કે કોણ હોય શકે છે ભારતીય ટીમનો ફ્યૂચર કેપ્ટન
આ સમયે ભારતીય T20 ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવ છે તો વન-ડે અને ટેસ્ટ ટીમની કેપ્ટન્સી રોહિત શર્માના હાથોમાં છે. એ સિવાય ભારતીય T20 અને વન-ડે ટીમનો ઉપકેપ્ટન શુભમન ગિલ છે અને આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે તે ભારતીય ટીમનો ફ્યૂચર કેપ્ટન હોય શકે છે, પરંતુ આ મામલે ભારતીય ટીમના પૂર્વ વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિકનું મંતવ્ય કંઈક અલગ છે.
દિનેશ કાર્તિકને જ્યારે પૂછવામાં આવ્યું કે શું જસપ્રીત બૂમરાહ ભવિષ્યમાં ભારતીય ટીમનો કેપ્ટન હોય શકે છે? તો તેના પર તેમણે પોતાના વિચાર બધા સામે રાખ્યા. બૂમરાહે ટેસ્ટ અને T20 બંને ટીમની કેપ્ટન્સી કરી છે. તેણે ભારત માટે વર્ષ 2022માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ એક ટેસ્ટ મેચની કેપ્ટન્સી કરી હતી અને ત્યારબાદ ઇજાના કારણે લાંબા સમય સુધી મેદાનથી બહાર રહ્યા બાદ વાપસી કરતા આયરલેન્ડ વિરુદ્ધ ભારતીય ટીમની આગેવાની કરી અને સીરિઝ 2-0થી જીતી હતી.
ઘણા ક્રિકેટ વિશેષજ્ઞોનું માનવું છે કે બૂમરાહમાં ભારતીય ટીમના કેપ્ટન બનવાની પૂરી ક્ષમતા છે, પરંતુ દિનેશ કાર્તિકે કહ્યું કે, સિલેક્ટર્સ માટે સૌથી મોટો સવાલ એ સુનિશ્ચિત કરવાનો છે કે બૂમરાહ રમતના બધા ફોર્મેટમાં સતત રમવા માટે ફિટ છે. જો કે, તેણે એ વાત પર સહમતી દર્શાવી કે ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બૂમરાહમાં એક શાનદાર કેપ્ટન બનવાના બધા ગુણ છે.
કાર્તિકે બૂમરાહ બાબતે કહ્યું કે, બધું બરાબર છે, તે શાંત અને પરિપક્વ છે, પરંતુ તે એક ફાસ્ટ બોલર છે અને આપણે એ જોવું પડશે કે આપણે તેને ત્રણેય ફોર્મેટમાં કેવી રીતે રમાડી શકીએ છીએ. સિલેક્ટર્સ સામે આજ મોટો સવાલ હશે. કાર્તિકનું માનવું છે કે બૂમરાહ જેવા ફાસ્ટ બોલરની ફિટનેસ પર નજર રાખવાની જરૂરિયાત છે અને તેને એક ખેલાડી તરીકે સુરક્ષિત રાખવાની જરૂરિયાત છે અને તેને મહત્ત્વપૂર્ણ મેચોમાં રમવાનો અવસર આપવો જોઈએ.
કાર્તિકે કહ્યું કે, બૂમરાહ જેવા ફાસ્ટ બોલર માટે તેની ફિટનેસ પર નજર રાખવાની જરૂર છે અને તેને એક ખેલાડી તરીકે સેફ રાખવાની જરૂર છે અને તેને માત્ર મહત્ત્વની મેચોમાં રમવાનો અવસર આપવો જોઈએ. હું બૂમરાહ બાબતે એ વાત કહેતો રહું છું કે તે કોહિનૂર હીરા જેવો છે. આપણે તેની સુરક્ષા કરવી પડશે, તેનો ખ્યાલ રાખવો પડશે અને એ સુનિશ્ચિત કરવું પડશે કે તે કેટલા લાંબા સમય સુધી ટકી રહે કેમ કે બૂમરાહ જ્યારે પણ કોઈ પણ ફોર્મેટમાં રમે છે તો એ પ્રભાવ છોડે છે. અગાઉ બૂમરાહે ઇન્ડિયન એક્સપ્રેસને કહ્યું કે જુઓ મારો પસંદગીનો ખેલાડી હું જ છું કેમ કે મેં કેટલીક મેચોમાં કેપ્ટન્સી કરી છે. જાહેર છે બીજા પણ મહાન કેપ્ટન છે, પરંતુ હું પોતાનું નામ લઇશ અને હું પોતાનો પસંદગીનો કેપ્ટન છું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp