સચિન સાથે ડિનર કે ધોની સાથે પ્રેક્ટિસ, જાણો ઋતુરાજે શું આપ્યો જવાબ

PC: mid-day.com

ભારતીય ટીમના ઓપનિંગ બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડનો એક રસપ્રદ વીડિયો છે જેમાં તેને એવા સવાલ પૂછાયા છે જે થોડા અઘરા છે પરંતુ તેનો સરસ જવાબ તેણે આપ્યો છે. 

જેમાં તેને મુશ્કેલ સવાલોના જવાબ પણ અનોખા અંદાજમાં આપીને ફેન્સનું દિલ જીતી લીધું છે. આ સવાલોમાં એક સવાલ એ પણ હતો કે  શું તે સચિન તેંડુલકર સાથે ડિનર પર જવા ઈચ્છશે કે ધોની સાથે ટ્રેનિંગ પર. આ રેપિડ ફાયર રાઉન્ડની શરૂઆત ગાયકવાડે પુણેમાં પોતાનું પસંદગીનું ખાવાનું  ઢોસા હોવાથી કરી હતી. જ્યારે તેણે બીજા સવાલના જવાબમાં કહ્યું હતું કે જો તે ક્રિકેટર ન બનતે તો કદાચ ટેનિસ ખેલાડી હોતે.

જેના પછી તેને ટેનિસ જગતના બે મહાન ખેલાડી રાફેલ નડાલ અને નોવાક જોકોવિચમાંથી કોઈ એક સાથે સેશન અંગે પૂછવામાં આવ્યું તો તેણે બંને ખેલાડીઓ ઉપર રોજર ફેડરરનું નામ લીધું હતું. ફેડરરે તેના કરિયરમાં 20 ગ્રાન્ડ સ્લેમ્સ જીત્યા છે. જેના પછી તેને સચિન તેંડુલકર સાથે ડિનર અથવા માહી સાથે પ્રેક્ટિસનો મુશ્કેલ સવાલ પૂછવામાં આવતા તેણે તેનો જવાબ એક શાનદાર અંદાજમાં આપ્યો હતો. ગાયકવાડે કહ્યું કે તે પહેલા ધોની સાથે ટ્રેનિંગ કરશે અને પછી સચિન તેંડુલકર સાથે ડિનર માટે જશે.

ગાયકવાડે આગળ કહ્યું હતું કે, તે સ્પીનર્સથી વધારે ઝડપી બોલરોને રમવાનું પસંદ કરે છે. ફેવરેટ ઓલ ટાઈમ ક્રિકેટરોમાં તેણે સચિન, વિરાટ કોહલી અને રોહિત શર્માનું નામ લીધું હતું. ગાયકવાડે પોતાના ફેવરિટ બેટિંગ પાર્ટનર તરીકે ઈશાન કિશનને પસંદ કર્યો તો ડેબ્યૂ માટે તેણે લોર્ડ્સના ક્રિકેટ ગ્રાઉન્ડને પસંદ કર્યું હતું. ત્રીજી મેચમાં નવા સભ્યોને ટીમમાં સામેલ કરવામાં આવે તેવું માનવામાં આવી રહ્યું છે. આ પ્રવાસે 16 સભ્યોની ટીમમાંથી 12ને પહેલી બે મેચમાં તક આપવામાં આવી છે પરંતુ બાકીના 4 ખેલાડી હજુ પણ પોતાના રમવાની રાહ જોઈ રહ્યા છે. જેમાંથી ત્રણે હજુ સુધી આંતરરાષ્ટ્રીય વનડે ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું નથી. તો આ ત્રીજી મેચમાં ઋતુરાજ, રાહુલ ત્રિપાઠી અને શાહબાઝ અહમદને તક આપવામાં આવી શકે છે.   

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp