ફેન્સે લગાવ્યા નારા, જ્યારે અનુષ્કા પર આવી તો વિરાટે આપ્યું તગડું રીએક્શન
ભારત અને અમેરિકા વચ્ચે T20 વર્લ્ડ કપ 2024ની 25મી મેચ 12 જૂને રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમે 7 વિકેટથી જીત હાંસલ કરીને સુપર-8 માટે ક્વાલિફાયર કરી લીધું. મેચમાં વિરાટ કોહલીની બેટ શાંત રહી, છતા તેને ચાહનારાઓની કમી ઓછી ન થઈ. સોશિયલ મીડિયા પર એક વીડિયો તેજીથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં કિંગ કોહલીના ફેન્સ રસપ્રદ નારા લગાવી રહ્યા છે. આ દરમિયાન જ્યારે ફેન્સ અનુષ્કાને લઈને કેટલાક નારા લગાવે છે તો કોહલી પણ તેના પર રીએક્ટ કરે છે. તેનું રીએક્શન હવે તેજીથી વાયરલ થઈ રહ્યું છે.
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે વિરાટ કોહલી ફિલ્ડિંગ કરી રહ્યો છે અને આ દરમિયાન સ્ટેડિયમમાં મેચ જોવા પહોંચેલા ફેન્સ કોહલીને જોઈને રસપ્રદ નારા લગાવે છે. ફેન્સ કહે છે કે, ‘10 રૂપિયા કી પેપ્સી કોહલી ભાઈ સેક્સી..’, આ દરમિયાન તેમણે એમ પણ કહ્યું કે, ‘દિવાલી હો યા હોલી, અનુષ્કા લવ કોહલી.’, જેવા જ ફેન્સ આ નારા લગાવે છે તો વિરાટ કોહલી પણ હસવા લાગે છે અને તેણે હાથ હલાવીને ફેન્સનું દિલ જીતી લીધું. આ વીડિયો હવે તેજીથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં ફેન્સનો મજાકિયો અંદાજ જોઈને દરેક ખુશ નજરે પડી રહ્યું છે.
During Yesterday's match Fans Chanting "10 rupay ki Pepsi, Kohli bhai sexyy" & "Diwali ho yha Holi, Anushka loves Kohli" 😂❤️ pic.twitter.com/N7nBJOLcS9
— Virat Kohli Fan Club (@Trend_VKohli) June 13, 2024
ભારત સામે અમેરિકાની ટીમે પહેલા બેટિંગ કરતા 110 રનનો સ્કોર ઊભો કર્યો. અમેરિકા તરફથી નીતિશ કુમારે સૌથી વધુ 27 રન બનાવ્યા. ભારત તરફથી અર્શદીપ સિંહે શાનદાર બોલિંગ કરી. અર્શદીપ સિંહે પોતાની 4 ઓવરની સ્પેલમાં 4 વિકેટ લીધી. આ દરમિયાન ઈકોનોમી રેટ 2.20ની રહી. તેના જવાબમાં 111 રનનો પીછો કરતા ભારતીય ટીમની ઓપનિંગ જોડી ફ્લોપ રહી, પરંતુ સૂર્યકુમાર યાદવે શિવમ દુબે સાથે મળીને ટીમની ઇનિંગ સંભાળી. સૂર્યકુમાર યાદવની બેટથી 50 રન નીકળ્યા, જ્યારે શિવમ દુબેએ નોટઆઉટ 31 રનની ઇનિંગ રમી. આ દરમિયાન ભારતે અમેરિકાને 7 વિકેટે કચડીને T20 વર્લ્ડ કપમાં સુપર-8 માટે પોતાની જગ્યા પાક્કી કરી લીધી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp