ઇશાન કિશન વિવાદને લઈને ગાવસ્કરનું મોટું નિવેદન, જગ્યા ન મળવાને લઈને કહી આ વાત
વિકેટકીપર બેટ્સમેન ઇશાન કિશનને ઈંગ્લેન્ડ વિરુદ્ધ પહેલી બે ટેસ્ટ મેચો માટે ભારતીય ટીમમાં જગ્યા ન મળવાને લઈને પૂર્વ ક્રિકેટર સુનિલ ગાવસ્કરે મોટી પ્રતિક્રિયા આપી છે. સુનિલ ગાવસ્કર મુજબ ઇશાન કિશન જલદી જ ભારતીય ટીમમાં વાપસી કરશે. આ અગાઉ એવા સમાચાર સામે આવ્યા હતા કે, ઇશાન કિશન વિરુદ્ધ અનુશાસનાત્મક કાર્યવાહી કરવામાં આવી છે અને આ કારણે તેને ભારતીય ટીમમાં જગ્યા મળી નથી.
ભારતીય ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડે કહ્યું હતું કે, જો ઇશાન કિશનને વાપસી કરવી હોય તો સૌથી પહેલા તેણે રણજી મેચોમાં રમવું પડશે, પરંતુ એવા સમાચાર આવ્યા હતા કે ઝારખંડ વિરુદ્ધ રણજી મેચ રમવા માટે ઇશાન કિશને રસ ન દેખાડ્યો. આ જ કારણ છે કે તેની જગ્યાએ ટેસ્ટ માટે ધ્રુવ જૂરેલની પસંદગી કરી લેવામાં આવી. સ્પોર્ટ્સ સ્ટારમાં લખેલી પોતાની કોલમમાં સુનિલ ગાવસ્કરે ઇશાન કિશનને લઈને પ્રતિક્રિયા આપી છે.
તેમણે કહ્યું કે, અત્યારે આ શરૂઆતી દિવસ છે અને એ ખબર નથી કે ઇશાન કિશન ક્યારે ઉપલબ્ધ થશે. ટીમના કોચ રાહુલ દ્રવિડે સ્પષ્ટ કહી દીધું છે કે ઇશાન કિશને ટીમમાં સિલેક્ટ થવા માટે રણજી ટ્રોફીમાં રમવું પડશે અને પોતાનું ફોર્મ દેખાડવું પડશે. રાહુલ દ્રવિડે એ સિવાય એ અફવાઓને પણ જળમૂળથી નકારી દીધી કે ઇશાન કિશન વિરુદ્ધ અનુશાસનાત્મક કાર્યવાહી કરવામાં આવી છે. આશા છે કે ત્યારબાદ આ પ્રકારના અનુમાન લગવામાં નહીં આવે.
સુનિલ ગાવસ્કરે કહ્યું કે, ખેલાડી કોઈ પણ સ્તર પર રમવા માટે સખત મહેનત કરે છે એટલે એ મીડિયાનું દાયિત્વ છે કે તે અટકળો લગાવવા અને કોઈ યુવાનું નામ ખરાબ કરવાની જગ્યાએ પોતાના તથ્યોને યોગ્ય કરે. ઇશાન કિશન એક દુર્લભ પ્રતિભા છે અને ભારતીય ફેન્સે જલદી સ્કોરિંગ અને આપણું મનોરંજન કરવા માટે તેનું સમર્થન કરવું જોઈએ. ઇશાન કિશન અત્યાર સુધી 2 ટેસ્ટ, 27 વન-ડે અને 32 T20 ઇન્ટરનેશનલ મેચોનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યો છે.
ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમના કોચ રાહુલ દ્રવિડે અફઘાનિસ્તાન સીરિઝની શરૂઆત અગાઉ જણાવ્યું હતું કે, ઇશાન કિશને થોડા સમય માટે બ્રેક માગ્યો હતો અને તે સીરિઝમાં સિલેક્શન માટે ઉપલબ્ધ નહોતો. રાહુલ દ્રવિડે એ સમાચારોને નકારી દીધા હતા કે ઇશાન કિશનને તેના ખરાબ વ્યવહારના કારણે ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp