ટેસ્ટ ક્રિકેટને મરતા જોવા માગતો નથી..બ્રાયન લારાએ કેમ કહેવી પડી આ વાત?

PC: wisden.com

ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધું 400 રન બનાવનારા દિગ્ગજ ક્રિકેટર બ્રાયન લારાએ એક મોટું નિવેદન આપ્યું છે. તેમનું આ નિવેદન ટેસ્ટ ક્રિકેટને લઈને છે. બ્રાયન લારાએ કહ્યું કે, તેઓ નથી ઇચ્છતા કે ટેસ્ટ ક્રિકેટનું મોત થાય, તેના માટે બ્રાયન લારાએ ભારત,ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાને વિનંતી કરી છે. લારાએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વેસ્ટ ઇન્ડીઝની પહેલી ટેસ્ટ અગાઉ આ નિવેદન આપ્યું છે. તેના માટે તેમણે મોટા ક્રિકેટ બોર્ડ ભારત, ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડની બહાર પણ આ ફોર્મેટને મહત્ત્વ આપવાની વાત કહી છે.

વેસ્ટ ઈન્ડીઝની ટીમ 17 જાન્યુઆરીથી ઓસ્ટ્રેલિયાના પ્રવાસની શરૂઆત કરી રહી છે. પ્રવાસમાં સૌથી પહેલા 2 ટેસ્ટ મેચોની સીરિઝ હશે, જેની મેચ એડિલેડ અને બ્રિસ્બેનમાં હશે. પોતાના જમાનાના શાનદાર બેટ્સમેન બ્રાયન લારા આ સમયે કમેન્ટ્રી માટે ઓસ્ટ્રેલિયામાં છે. તેમણે ધ એજ સાથે વર્તમાન સ્થિતિ અને ટેસ્ટ ક્રિકેટના ભવિષ્ય બાબતે વાત કરી. બ્રાયન લારાએ કહ્યું કે, તેઓ ખેલાડીઓના દૃષ્ટિકોણને સમજે છે, જે ટેસ્ટ ક્રિકેટની જગ્યાએ T20 ક્રિકેટને પસંદ કરીને પોતાને આર્થિક રૂપે મજબૂત કરવાનો પ્રયાસ કરે છે. એવામાં પોતાના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે ફાઈનાન્સ સિક્યૉરિટીને ખરાબ નહીં માની શકાય.

બ્રાયન લારાએ કહ્યું કે, કુલ મળીને રમત ખૂબ જ શોર્ટ ટર્મની વસ્તુ હોય છે. ક્રિકેટમાં તમને એ ખબર હોતી નથી કે તમે ક્યારે અંદર અને ક્યારે બહાર છો. હાલમાં જ દક્ષિણ આફ્રિકાએ ન્યૂઝીલેન્ડને પોતાની આગામી ટેસ્ટ પ્રવાસ માટે બીજા દરજ્જાની ટીમની જાહેરાત કરી છે, તેમાં કુલ મળીને 8 અનકેપ્ડ ખેલાડી સામેલ છે. અહી સુધી કે, કેપ્ટન પણ નીલ બ્રાન્ડ છે જએ અનકેપ્ડ છે. આફ્રિકન ટીમના ટોપ ક્લાસના ખેલાડી SA20ની બીજી સીઝનના કારણે ઉપલબ્ધ નથી, અહી સુધી કે ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સીરિઝ માટે વેસ્ટ ઈન્ડીઝની ટીમ પણ ઘણા નવા ચહેરાઓથી ભરેલી છે. ત્યારબાદ જ ટેસ્ટ ક્રિકેટના ભવિષ્ય પર સવાલ ઉઠી રહ્યા છે.

લારાએ કહ્યું કે, એક એવા વ્યક્તિના રૂપમાં જેણે ટેસ્ટ ક્રિકેટ રમી છે, રમત પ્રત્યે જે પ્રેમ મારા મનમાં છે તે કંઈક એવો છે જેને હું સમાપ્ત થતા જોવા માગતો નથી. હું આશા રાખું છું કે અમે વેસ્ટ ઈન્ડીઝ, પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકાને મહત્ત્વ આપવા માટે ભારત, ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડના માધ્યમથી કોઈ રસ્તો કાઢી શકીએ છીએ. લારાએ આ દરમિયાન વેસ્ટ ઈન્ડીઝ ક્રિકેટના જૂના દિવસોને પણ યાદ કર્યા.

તેમણે કહ્યું કે, જ્યારે તેઓ હરાવનારી ટીમ રહેતા હતા. 1970 અને 80ના દશકમાં વેસ્ટ ઈન્ડીઝ ક્રિકેટના શાનદાર દિવસ રહેતા હતા. ત્યારે અમે લગભગ દરેક વખત ઓસ્ટ્રેલિયા કે ઈંગ્લેન્ડમાં રહેતા હતા. આ દરમિયાન અમે દુનિયભરનો પ્રવાસ કરનારી પસંદગીની ટીમ હતા, હવે ભારત એવી ટીમમાં સામેલ છે. અંતિમ વખત વેસ્ટ ઈન્ડીઝે ડિસેમ્બર 2022માં ઓસ્ટ્રેલિયાનો .

જ્યારે તેણે 2 ટેસ્ટ રમી હતી, જેમાંથી બંને હારી ગઈ હતી. તેઓ વર્તમાનમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઇન્ટ્સ ટેબલના બે મેચોમાંથી એક હાર અને એક ડ્રો સાથે 7માં નંબર પર છે. ક્રિકેટ સાઉથ આફ્રિકા (CSA)એ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ આગામી મહિને 2 મેચોની સીરિઝ માટે બીજા દરજ્જાની ટેસ્ટ ટીમની જાહેરાત કરી હતી. ત્યારબાદ આ મુદ્દા પર ઓસ્ટ્રેલિયન દિગ્ગજ ખેલાડી સ્ટીવ વૉએ આ મામલે હવે ICC અને BCCI સહિત ટોપ ક્રિકેટ બોર્ડોને આગળ આવીને ટેસ્ટ ક્રિકેટને બચાવવાનો આગ્રહ કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp