ટેસ્ટ ટીમથી બહાર પૂજારાએ રાજકોટમાં બોલરોને ધોઈ નાખ્યા, બેવડી સદી

PC: twitter.com

ભારતીય ટીમમાં પોતાનું સ્થાન ગુમાવ્યા પછી ગુજરાતના સ્ટાર ખેલાડી ચેતેશ્વર પૂજારાએ સ્થાનિક ક્રિકેટમાં ધૂઆંધાર બેટિંગ કરીને પોતાના ટીકાકારોની બોલતી બંધ કરી દીધી છે. રણજી ટ્રોફીની નવી સિઝનની શરૂઆત પૂજારાએ બેવડી સદી સાથે કરી છે. ઝારખંડ સામે રમવા આવેલા આ મજબૂત બેટ્સમેને રણજી ટ્રોફીની પહેલી જ મેચમાં શાનદાર બેવડી સદી ફટકારી હતી. રાજકોટમાં રમાઈ રહેલી આ મેચમાં પહેલી ઈનિંગમાં ઝારખંડની ટીમ 142 રને ઓલઆઉટ થઈ ગઈ હતી, જેના જવાબમાં પૂજારાની બેવડી સદીની મદદથી 500થી ઉપર રન સૌરાષ્ટ્રની ટીમે ફટકારી દીધા હતા.  

ભારતીય ટીમમાંથી બહાર રહેલા અનુભવી બેટ્સમેન ચેતેશ્વર પૂજારાએ ફરી એકવાર પસંદગીકારોને પોતાની બેટથી જવાબ આપ્યો છે. રણજી ટ્રોફીની નવી સિઝનની પ્રથમ મેચમાં ઝારખંડ સામે રમવા આવેલા આ દિગ્ગજ ખેલાડીએ ટીમ માટે મહત્વની ક્ષણે પોતાની જૂની શૈલીમાં જોરદાર ઇનિંગ રમી હતી. ટીમના પસંદગીકારોએ આ દિગ્ગજ ખેલાડીને દક્ષિણ આફ્રિકા પ્રવાસ દરમિયાન ટીમમાં સ્થાન આપ્યું ન હતું.

ચેતેશ્વર પૂજારાએ રણજી ટ્રોફીની નવી સિઝનની પ્રથમ મેચમાં ઝારખંડ સામે ત્રીજા દિવસની રમતમાં બેવડી સદી ફટકારી હતી. પૂજારાએ 356 બોલમાં 30 બોલની મદદથી 243 રન ફટકારી દીધા હતા. 

ચેતેશ્વર પુજારા ટેસ્ટ ટીમમાંથી બહાર થયા પછી તેના સ્થાને ત્રીજા નંબરે શુભમન ગિલને તક આપવામાં આવી છે. ઓપનર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર ગિલે કોચ રાહુલ દ્રવિડ અને કેપ્ટન રોહિત શર્માને ત્રીજા નંબરે બેટિંગ કરવા વિનંતી કરી હતી. ઓપનિંગમાં 2 સદી ફટકારનાર આ બેટ્સમેને છેલ્લી સાત ઇનિંગ્સમાં ત્રીજા નંબર પર રમતા 5 મેચની 8 ઇનિંગમાં માત્ર 166 રન બનાવ્યા છે. ત્રીજા નંબર પર રમતા શુભમન ગિલે 6, 10, 29 (અણનમ), 2, 26, 26 અને 10 રન બનાવ્યા છે. લોકો સોશિયલ મીડિયા પર એક જ વાત કહી રહ્યા છે કે, ટેસ્ટ ટીમમાં હજુ પૂજારા અને અજિંક્ય રહાણે જેવા અનુભવી ખેલાડીની જરૂર છે અને તેમને સ્થાન મળવું જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp