ફાઈનલ પહેલા દ્રવિડ નારાજ, 'મારા નામે ચાલતું અભિયાન હટાવો,સિદ્ધાંતોની વિરુદ્ધ...'

PC: hindi.sportskeeda.com

ભારતીય ક્રિકેટ ટીમ ICC T20 વર્લ્ડ કપની ફાઇનલ દક્ષિણ આફ્રિકા સામે રમવા ઉતરશે. આ મેચ સાથે જ ટીમ ઈન્ડિયાના વર્તમાન કોચ રાહુલ દ્રવિડનો કાર્યકાળ પણ સમાપ્ત થઈ રહ્યો છે. આ વખતે ચાહકો માત્ર કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીને T20 વર્લ્ડ કપની ટ્રોફી જીતતા જોવા નથી ઈચ્છતા, પરંતુ કોચ દ્રવિડની વિદાય પણ આ ખિતાબ જીત્યા પછી જ થાય તે માટે પ્રાર્થના પણ કરી રહ્યા છે. પોતાનું કામ કરીને બતાવવાવાળા આ ભારતીય કોચે તેમને લઈને ચલાવવામાં આવી રહેલા અભિયાન પર નારાજગી વ્યક્ત કરી છે.

ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડનો કાર્યકાળ ભારતમાં રમાયેલા 2023 ODI વર્લ્ડ કપ પછી લંબાવવામાં આવ્યો હતો. આ T20 વર્લ્ડ કપ પછી તેમનો કાર્યકાળ સમાપ્ત થઇ જશે. કોચ દ્રવિડને માટે વર્લ્ડ કપ જીતવા માટે સોશિયલ મીડિયા પર એક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ચાહકો આ વર્ષની ટૂર્નામેન્ટનું ટાઇટલ તેમના માટે જીતવાનું આ અભિયાન ચલાવી રહ્યા છે. મેચ ટેલિકાસ્ટ કરી રહેલા એક સ્પોર્ટ્સ ચેનલ પર જ્યારે તેમને આ વિશે પૂછવામાં આવ્યું તો, દ્રવિડ નારાજ જોવા મળ્યો.

રાહુલ દ્રવિડે કહ્યું, 'હું જે પ્રકારનો વ્યક્તિ છું, આ તદ્દન તેની વિરુદ્ધ છે. તે સંપૂર્ણપણે મારા સિદ્ધાંતોની વિરુદ્ધ છે. આ પ્રકારની વાતોમાં હું વિશ્વાસ નથી કરતો કે કોઈના માટે ટ્રોફી જીતવી. મને કોઈએ કહેલી વાત યાદ આવે છે કે, જ્યારે કોઈએ મને પૂછ્યું હતું કે, તમે એવરેસ્ટ કેમ ચઢવા માંગો છો, તો મને જવાબ મળ્યો, મારે એવરેસ્ટ પર ચઢવું છે, કારણ પણ તે જ પ્રકારનું છે, શા માટે આપણે આ વર્લ્ડ કપ કેમ જીતવો છે, અરે આપણે તેને જીતવો છે એટલે, કારણકે તે તેવું થઇ રહ્યું છે. તે કોઈ વ્યક્તિ માટે જીતવાનું નથી, અને ના કોઈના માટે તે જીતવાનો છે.'

તેણે આગળ કહ્યું, 'અમે અહીં આ ટ્રોફી જીતવા આવ્યા છીએ અને અમારે આ વર્લ્ડ કપ જીતવો છે. સારું ક્રિકેટ રમવાનું છે. આ ટ્રોફી એક વ્યક્તિ માટે જીતવી જોઈએ, હું આ વાતની તદ્દન વિરુદ્ધ છું. આ હું જે પ્રકારનો વ્યક્તિ છું, તેની એકદમ વિરુદ્ધ છે, અને મારા સિદ્ધાંતોની પણ વિરુદ્ધ છે, તેથી મને ખબર નથી કે શું કહેવું. હું તેના વિશે વાત પણ કરવા માંગતો નથી. જો તમે આ ઝુંબેશ હટાવી દેશો તો મને તે ગમશે.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp