દ્રવિડ ખુશમખુશ, પુત્ર BCCI ટૂર્નામેન્ટ રમવા તૈયાર, 14મા વર્ષે ફટકારેલી બેવડી સદી

PC: sports.punjabkesari.in

ટીમ ઈન્ડિયાના કોચ રાહુલ દ્રવિડની નજર આજે ઓસ્ટ્રેલિયા સામેની વનડે શ્રેણી જીતવા પર છે. આ પછી દ્રવિડ પોતાના કોચિંગ હેઠળની ટીમ માટે વર્લ્ડ કપ 2023નો ખિતાબ પણ જીતવા માંગશે. આ દરમિયાન ખુશીના સમાચાર એ છે કે, દ્રવિડના મોટા પુત્રને BCCI ટૂર્નામેન્ટ માટે કર્ણાટક ટીમમાં સ્થાન મળ્યું છે.

ભારતીય ટીમ હાલમાં ઓસ્ટ્રેલિયા સાથે વનડે શ્રેણી રમી રહી છે. બીજી મેચ આજે ઈન્દોરમાં રમાવાની છે. 3 મેચની શ્રેણીમાં ટીમ 1-0થી આગળ છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાના કોચ રાહુલ દ્રવિડને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. તેમના મોટા પુત્ર સમિત દ્રવિડને અંડર-19 વિનુ માંકડ ટ્રોફી માટે કર્ણાટકની 15 સભ્યોની ટીમમાં સ્થાન મળ્યું છે. વિનુ માંકડ ટ્રોફીનું આયોજન BCCI દ્વારા કરવામાં આવે છે. ટૂર્નામેન્ટની મેચો હૈદરાબાદમાં 12 થી 20 ઓક્ટોબર દરમિયાન રમાશે. સમિત અગાઉ અંડર-14 ઇન્ટર ઝોનલ ટૂર્નામેન્ટમાં બેવડી સદી ફટકારી ચૂક્યો છે. આવી સ્થિતિમાં તેની પાસેથી અહીં પણ સારા પ્રદર્શનની અપેક્ષા રાખવામાં આવશે.

વિનુ માંકડ ટ્રોફીની શરૂઆત થતા પહેલા સમિત દ્રવિડ 18 વર્ષનો થઈ જશે. આ પહેલા તેણે અંડર-14 કેટેગરીમાં કર્ણાટકનું પ્રતિનિધિત્વ પણ કર્યું હતું. પરંતુ અંડર-19 કેટેગરીમાં આ તેની પ્રથમ ટૂર્નામેન્ટ હશે. રાહુલ દ્રવિડનો નાનો પુત્ર અન્વય દ્રવિડ અંડર-14 રાજ્યની ટીમનો કેપ્ટન છે. રાહુલ દ્રવિડ કર્ણાટક તરફથી જુનિયર ક્રિકેટ પણ રમી ચૂક્યો છે. તેણે અંડર-15, અંડર-17 અને અંડર-19 કેટેગરીમાં કર્ણાટકનું પ્રતિનિધિત્વ કર્યું હતું. રાહુલ દ્રવિડે 1990-91માં ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂ કર્યું હતું.

18 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલી વિનુ માંકડ ટ્રોફીમાં સમિત દ્રવિડ સારૂ પ્રદર્શન કરશે ત્યારે તેના પિતા રાહુલ દ્રવિડ વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા સાથે સખત મહેનત કરતા જોવા મળશે. 5 ઓક્ટોબરથી વર્લ્ડ કપની મેચો શરૂ થઈ રહી છે. ભારતીય ટીમ 2011થી વર્લ્ડ કપનો ખિતાબ જીતી શકી નથી. વર્લ્ડ કપ બાદ દ્રવિડનો કોચ તરીકેનો કાર્યકાળ પણ સમાપ્ત થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં તેમના માટે પણ ICC ટ્રોફી મહત્વની બની રહેવાની છે.

2019માં ઈન્ટર ઝોનલ ટૂર્નામેન્ટની વાત કરીએ તો સમિત દ્રવિડે પ્રથમ દાવમાં 256 બોલમાં 201 રન બનાવ્યા હતા. તેણે ઇનિંગમાં 22 ચોગ્ગા ફટકાર્યા હતા. બીજી ઇનિંગમાં પણ સમિત 94 અણનમ રન બનાવવામાં સફળ રહ્યો હતો. તેણે 3 વિકેટ પણ લીધી હતી. તે અંડર-12 કેટેગરીમાં પણ બેટથી શાનદાર પ્રદર્શન કરી ચુક્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp