વર્લ્ડ કપ બાદ રાહુલ દ્રવિડનો કાર્યકાળ પૂરો, જાણો કોણ બની શકે કોચ

PC: twitter.com

ભારતીય ટીમ અત્યારે વર્લ્ડ કપ 2023માં રમી રહી છે. રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે અત્યાર સુધી રમાયેલી પાંચેય મેચ પોતાના નામે કરી છે અને ટીમ ટેબલમાં ટોપ પર છે. કોચ રાહુલ દ્રવિડનો કાર્યકાળ વર્લ્ડ કપ બાદ સમાપ્ત થઈ રહ્યો છે. એવામાં ICC ટૂર્નામેન્ટ બાદ ટીમને નવા કોચ મળી શકે છે. જો દ્રવિડ ફરીથી કોચ ન બને તો VVS લક્ષ્મણ નવા કોચ બનવાની રેસમાં સૌથી અગાળ છે.

નેશનલ ક્રિકેટ અકાદમી (NCA)ના હેડ લક્ષ્મણને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 5 મેચોની T20 સીરિઝ દરમિયાન ભારતીય ટીમની કોચિંગની જવાબદારી મળી શકે છે. આ સીરિઝ વર્લ્ડ કપ સમાપ્ત થયાના તુરંત બાદ થવાની છે. ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ના અધિકારીએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે, રાહુલ દ્રવિડે જ્યારે પણ બ્રેક લીધો છે, તો VVS લક્ષ્મણ હંમેશાં પ્રભારી રહ્યા છે. વર્લ્ડ કપના તુરંત બાદ થનારી સીરિઝમાં પણ એમ ચાલુ રહેવાની આશા છે.

જો નવા કોચ માટે અરજીઓ મંગાવવામાં આવે છે તો, લક્ષ્મણ ખૂબ મજબૂત દાવેદાર હશે કેમ કે BCCIએ એક મોડલ તૈયાર કર્યું છે. જ્યાં નેશનલ ક્રિકેટ અકાદમીના હેડ અને બધી વ્યવસ્થાની જાણકારી રાખનાર વ્યક્તિને તેના માટે તૈયાર કરવામાં આવે છે. વર્લ્ડ કપ સાથે કોચ રાહુલ દ્રવિડનો કાર્યકાળ સમાપ્ત થઈ જશે. BCCI પાસે વિકલ્પ હશે કે તે આ પૂર્વ કેપ્ટન પાસેથી અરજીનું ગ્રહણ કરે, કેમ કે નિયમો મુજબ આ પદ માટે ફરીથી અરજીઓ મંગાવવી પડશે.

એ જોવાનું રસપ્રદ રહેશે કે 51 વર્ષીય રાહુલ દ્રવિડ કોચના રૂપમાં આગળ રહેવા માગે છે કે નહીં. સંભાવના છે કે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં દિલ્હી કેપિટલ્સ (DC) અને રાજસ્થાન રોયલ્સ (RR) જેવી ટીમોને કોચિંગ આપી ચૂકેલા રાહુલ દ્રવિડ T20 લીગમાં વાપસી કરી શકે છે. વર્લ્ડ કપ દરમિયાન ભારતીય ખેલાડીઓને 10 હજાર કિલોમીટરની મુસાફરી કરવી પડશે. આ કારણે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ થનારી સીરિઝ માટે સૂર્યકુમાર યાદવને છોડીને બધાને આરામ આપી શકાય છે.

સૂર્યકુમાર યાદવને ટીમની કેપ્ટન્સી મળી શકે છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ T20 ટીમમાં એ ખેલાડીઓને સામેલ કરી શકાય છે જે વેસ્ટ ઇન્ડીઝ આને આયરલેન્ડ વિરુદ્ધ સીરિઝ સિવાય એશિયન ગેમ્સની ટીમના હિસ્સો હતા. રોહિત શર્મા, વિરાટ કોહલી, કે.એલ, રાહુલ આને જસપ્રીત બુમરાહ જેવા ખેલાડીઓને બ્રેક આપવામાં આવે તેવી સંભાવના છે જેથી તેઓ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ થનારી સીરિઝ માટે ફ્રેશ થઈ શકે, જ્યારે ભારતીય ટીમે 2 T20, 3 વન-ડે અને 2 ટેસ્ટ મેચોની સીરિઝ રમવાની છે. જો VVS લક્ષ્મણને કોચની જવાબદારી સોંપવામાં આવે છે તો સિતાંશુ કોટક બેટિંગ કોચ હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp