દિગ્ગજ બોલરે રડીને લીધો સંન્યાસ, જણાવ્યું કેમ લીધો નિર્ણય

PC: bbc.com

ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમના અનુભવી ફાસ્ટ બોલર નીલ વેગનરે ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહી દીધી છે. તેણે 12 વર્ષના લાંબા કરિયર પર અંતે પૂર્ણવિરામ લગાવવાનો મુશ્કેલ નિર્ણય લઈ દીધો. દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ પોતાની અંતિમ ટેસ્ટ રમ્યા બાદ વિદાઇ લેતી વખત તેની આંખોમાં આંસુ આવી ગયા. ફાસ્ટ બોલર નીલ વેગનરે 37 વર્ષની ઉંમરમાં ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો. દક્ષિણ આફ્રિકામાં જન્મેલા નીલ વેગનરે ન્યૂઝીલેન્ડ તરફથી 64 ટેસ્ટ મેચ રમી છે, જેમાં તેણે 37ની એવરેજથી 260 વિકેટ વિકેટ લીધી છે. તે ન્યૂઝીલેન્ડ તરફથી ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની લિસ્ટમાં પાંચમાં નંબરે છે.

નીલ વેગનરને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ગુરુવારથી શરૂ થનારી ટેસ્ટ સીરિઝમાં ટીમમાં જગ્યા મળવાની સંભાવના નહોતી. તેથી તેણે ટેસ્ટ સીરિઝ અગાઉ સંન્યાસ લેવાની જાહેરાત કરી દીધી. નીલ વેગનરે વર્ષ 2012માં ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. તેમજ તે ન્યૂઝીલેન્ડના સૌથી સફળ પ્રવાસોમાં મહત્ત્વનો હિસ્સો રહ્યો છે. તેણે ટીમને વર્ષ 2022માં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC)ની ટ્રોફી અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. નીલ વેગનરે જે 64 ટેસ્ટ મેચ રમી, તેમાંથી ન્યૂઝીલેન્ડે 34માં જીત હાંસલ કરી.

નીલ વેગનર વર્ષ 2008માં દક્ષિણ આફ્રિકાથી ન્યૂઝીલેન્ડ ગયો હતો અને તેણે ઓટેગો પ્રાંત તરફથી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પોતાની છાપ છોડી. વેગનરનું યાદગાર પ્રદર્શન ગયા વર્ષે બેસિન રિઝર્વમાં રહ્યું, જ્યારે તેણે ન્યૂઝીલેન્ડને એક રનથી જીત અપાવી હતી. નીલ વેગનરે ત્યારે 62 રન આપીને 4 વિકેટ લીધી હતી, જેમાં જેમ્સ એન્ડરસનની અંતિમ વિકેટ પણ સામેલ છે. નીલ વેગનરે મંગળવારે કહ્યું કે, આ અઠવાડિયુ ભાવાત્મક રહ્યું. એ વસ્તુ સરળ હોતી નથી, જેણે તમને એટલું બધુ આપ્યું હોય, પરંતુ હવે બીજાઓને અવસર આપવા અને ટીમને આગળ વધારવાનો સમય છે.

તેણે વધુમાં જણાવ્યું હતું કે, મેં ન્યૂઝીલેન્ડ તરફથી ટેસ્ટ ક્રિકેટની દરેક પળો લુપ્ત ઉઠાવ્યો તેમજ અમે ટીમના રૂપમાં જે કંઇ હાંસલ કર્યું તેના પર ગર્વ છે. વેગનરે સંન્યાસ કેમ લીધો તેને લઈને પણ ખુલાસો કર્યો. તેણે કહ્યું કે, તેને ન્યૂઝીલેન્ડના સિલેક્ટર્સ તરફથી જાણકારી આપવામાં આવી હતી કે તે આગામી ટેસ્ટ સીરિઝમાં પ્લેઇંગ ઇલેવનનો હિસ્સો નહીં હોય. ગયા અઠવાડિયે કોચ ગેરી સ્ટીડ સાથે થયેલી વાતચીત બાદ નીલ વેગનરે આ નિર્ણય લીધો. તેણે કહ્યું કે, મને ખબર હતી કે સમય આવવાનો છે. ગયા અઠવાડિયે ભવિષ્ય પર વિચાર કરતા મેં સંન્યાસના વિષયમાં નિર્ણય લીધો. એ ક્યારેય સરળ હોતું નથી. આ એક ભાવાત્મક રસ્તો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp