ભલે હારી જઈએ, પણ... ટેસ્ટ સીરિઝ પહેલા મેક્કલમની ભારતને ચેતવણી

PC: indiatimes.com

વર્લ્ડ કપ 2023માં ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમે ખરાબ રીતે હારનો સામનો કરવો પડ્યો. ભારતમાં રમાયેલી ટૂર્નામેન્ટમાં ઈંગ્લેન્ડના જાણીતા વિસ્ફોટક બેટિંગ લાઈનઅપની પોલ ખુલી ગઇ. ત્યાર બાદથી જ ઈંગ્લેન્ડ પર સવાલ ઊભા થઇ રહ્યા છે અને સૌથી વધારે નિશાના પર ફેમસ ‘બેઝબોલ’ અપ્રોચ છે. જેણે પાછલા દોઢ વર્ષમાં ટેસ્ટ ક્રિકેટમાં તહલકો મચાવ્યો છે. સવાલ એ છે કે, વનડેમાં નિષ્ફળ થનારા ઈંગ્લેન્ડના બેટ્સમેન શું ભારતમાં ટેસ્ટ સીરિઝમાં ટકી શકશે? હવે ઈંગ્લેન્ડના કોચ બ્રેન્ડન મેક્કલમે આને લઈ જવાબ આપ્યો છે.

બેઝબોલનો અર્થ છે કે, ટેસ્ટ ક્રિકેટમાં રમવાની એ શૈલી જેમાં બેટ્સમેનો ખૂબ જ આક્રમક અંદાજમાં રમીને પોતાની સ્થિતિને મજબૂત કરવાનો પ્રયાસ કરે છે.

ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ જાન્યુઆરી 2024માં ભારત પ્રવાસ પર આવી રહી છે. 53 દિવસો બાદ એટલે કે 25 જાન્યુઆરીથી બંને ટીમો ની વચ્ચે ટેસ્ટ સીરિઝની શરૂઆત થશે. જેમાં 5 મેચો રમાશે. જૂન 2022માં ઈંગ્લેન્ડ ટેસ્ટ ટીમના કોચ બન્યા પછીથી જ બ્રેન્ડન મેક્કલમના નેજામાં ટીમે આ ફોર્મેટમાં આક્રમક બેટિંગથી સફળતા હાંસલ કરી છે. પાકિસ્તાનને પાકિસ્તાનમાં જ 3-0થી હરાવ્યા.

ઈંગ્લેન્ડે 25 જાન્યુઆરી થી હૈદરાબાદ, વિશાખાપટ્ટનમ, રાજકોટ, રાંચી અને ધર્મશાળામાં ભારત સામે ટેસ્ટ રમવાની છે. મેક્કલમે રોયલ ચેલેન્જર્સ બેંગલોર ઈનોવેશન લેબ્સ લીડર્સ મીટ ઈન્ડિયામાં કહ્યું કે, ભારતમાં થનારી 5 ટેસ્ટમાં અમને ખૂબ જ સારી ભારતીય ટીમ સામે પડકાર મળશે.

મેક્કલમ આગળ કહે છે, જેને લઈ હું ખૂબ જ રોમાંચિત છું. કારણ કે તમે સર્વશ્રેષ્ઠ ટીમ સામે પોતાને પારખવા માગો છો. મારું માનવું છે કે ભારત તેની પરિસ્થિતિઓમાં સર્વશ્રેષ્ઠ છે. જે અમારા માટે સારો પડકાર રહેશે. જો અમને સફળતા મળે છે તો એ શાનદાર રહેશે, જો આવું નથી થતું તો પછી મને ખબર છે કે અમે તે શૈલીના આધારે રમતા હારીશું જેના અનુસાર અમે રમવા માગીએ છીએ.

આ દરમિયાન મેક્કલમે બેઝબોલની જરૂરત પર પણ વિચાર રજૂ કર્યા. તેણે કહ્યું કે, અમે રમી રહ્યા છે કારણ કે અમે ક્રિકેટને પ્રેમ કરીએ છીએ અને અમે જેટલું બને તેટલું ક્રિકેટમાં સારું બનવાની કોશિશ કરવા માગીએ છીએ. તમે સુનિશ્ચિત કરવા માગો છો કે તમે આનંદ લો અને તેવું કરવા માટે તમારે પોતાના કરિયરના અંત સુધી રાહ જોવાની જરૂર નથી. અમે ભાગ્યશાળી છે કે અણને તરત અમુક સફળતા મળી છે. પણ મને નથી લાગતું કે આ અમારા માટે કોઈ સીમા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp