અશ્વિને પહેલી ટેસ્ટ બાદ જાણી લીધી હતી બેઝબૉલની હકીકત, જાણો એન્ડરસન પર શું બોલ્યો

PC: BCCI

હૈદરાબાદમાં પહેલી ટેસ્ટ જીત બાદ આત્મવિશ્વાસથી ભરેલા જેમ્સ એન્ડરસને પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, ઈંગ્લેન્ડ જો વાઈજેગ (વિશાખાપટ્ટનમ)માં બીજી ટેસ્ટના ચોથા દિવસે ભારત વિરુદ્ધ બેટિંગ કરવા આવશે તો એ પૂરી તાકત લગાવી દેશે. જીત માટે ભલે 500 કે 600 નું લક્ષ્ય હોય. ઇંગ્લિશ ટીમ તેને 60-70 ઓવરમાં હાંસલ કરવા માગશે. જો કે, વિશાખાપટ્ટનમમાં ઈંગ્લેન્ડની ટીમ 399 રનનો પીછો કરવામાં નિષ્ફળ રહી અને 106 રન પર બીજી ટેસ્ટ મેચ હારી ગઈ હતી. તેનાથી સીરિઝ 1-1થી બરાબર થઈ ગઈ હતી.

રોહિત શર્માની આગવાનીવાળી ભારતીય ટીમે સીરિઝની અન્ય 3 ટેસ્ટ મેચ જીતી અને સીરિઝ 4-1થી પોતાના નામે કરી લીધી. ભારત વિરુદ્ધ ટેસ્ટ સીરિઝ હાર્યા બાદ ઇંગ્લેન્ડના બૈજબૉલ ટેમ્પલેટની ખૂબ નિંદા થઈ છે. ટીમની નિંદા કરનારાઓમાં ઈંગ્લેન્ડના જ પૂર્વ કેપ્ટન માઇકલ વૉન અને નાસિર હુસેન પણ સામેલ છે. રવિચંદ્રન અશ્વિને બેજબૉલને ડિફેન્સલેસ (બચાવ વિનાની) ક્રિકેટ કરાર આપતા આ મામલે પોતાના મંતવ્ય શેર કર્યા છે.

રવિચંદ્રન અશ્વિને સોમવારે પોતાની યુટ્યુબ ચેનલ પર કહ્યું કે, પહેલી ટેસ્ટ બાદ મને એક વાત સમજ આવી ગઈ કે બેજ બૉલ માત્ર આક્રમક ક્રિકેટ નથી. આ ડિફેન્સલેસ ક્રિકેટ છે. તેઓ જરાય પણ રક્ષાત્મક શૉટ રમવા જતા નથી. જો તેઓ ડિફેન્સ કરશે તો તેઓ આઉટ થઈ જશે. મને આશ્ચર્ય થયું જો રુટ પણ તેમના ગેમ પ્લાનથી સહમત હતો. જો તમે વિશ્વ ક્રિકેટની બેસ્ટ ડિફેન્સ રેન્કિંગ લો છો તો સ્પિન વિરુદ્ધ રુટ એ લિસ્ટમાં નંબર-1 છે. તેણે પણ તેના દૃષ્ટિકોણ સ્વીકારી લીધા.

જેમસ એન્ડરસનની ટિપ્પણી પર અશ્વિને કહ્યું કે, ઈંગ્લેન્ડના દિગ્ગજ ખેલાડીની ટિપ્પણીથી એમ લાગ્યું, જેમ તે અતિ આત્મવિશ્વાસના શિકાર થઈ ગયો હોય. પહેલી ટેસ્ટમાં ખૂબ સારી જીત બાદ જેમ્સ એન્ડરસન બીજી ટેસ્ટમાં પ્રેસ કોન્ફરન્સમાં ગયો હતો. એ મેચને જીતવા માટે તેનું ખૂબ સન્માન છે. તેણે પ્રેસને જણાવ્યું કે, ભલે ચોથી ઇનિંગમાં લક્ષ્ય 500 કે 600નું હોય, અમે તેને 60-70 ઓવરમાં પૂરું કરી લઈશું. ભલે આ તેમની સકારાત્મક માનસિકતાનું ઉદાહરણ હતું, પરંતુ એમ લાગ્યું જેમ તે કંઇ વધારે જ બોલી ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp