ઝહીર ખાનના મતે આ ખેલાડી IPLમાં સારું રમશે તો પણ T20 WCની ટીમમાં નહીં મળે જગ્યા

PC: moneycontrol.com

T20 વર્લ્ડ કપ 2024ની તૈયારીઓ અત્યારથી જ શરૂ થઈ ગઈ છે અને તેના માટે ટીમોએ પોત પોતાની યોજનાઓ પણ બનાવવાની શરૂઆત કરી દીધી છે. ભારત પણ આ મામલે પાછળ નથી અને તેણે અત્યારથી જ પોતાના ખેલાડીઓનો પૂલ તૈયાર કરવાનો શરૂ કરી દીધો છે. જો કે, કેટલાક ખેલાડીઓને લઈને તેને ખૂબ વિચારવું પડશે, જેમાંથી એક નામ રિષભ પંતનું છે. જે અકસ્માત બાદ ઘણા સમયથી ક્રિકેટ મેદાનથી દૂર છે. આ દરમિયાન રિષભ પંતની વાપસી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 દરમિયાન .

 ઘણા જાણકાર તેને ફિટનેસ સાબિત કરી દેવા પર T20 વર્લ્ડ કપમાં રમાડવાના પણ વિચાર રાખી રહ્યા છે, પરંતુ પૂર્વ ભારતીય ફાસ્ટ બોલર ઝહીર ખાનના વિચાર અલગ છે. ઝહીર ખાનને નથી લાગતું કે રિષભ પંત આગામી ICC ટૂર્નામેન્ટ (T20 વર્લ્ડ કપ) માટે ભારતની યોજનામાં છે. રિષભ પંતનો ડિસેમ્બર 2022માં એક ભયાનક અકસ્માત થયો હતો, જેમાં તેને ખૂબ જ ઇજાઓ થઈ હતી. જો કે, હવે તે પોતાની રિકવરી પર છે અને અનુમાન લગાવવામાં આવી રહ્યા છે કે આગામી IPL સીઝનમાં તે પોતાની ટીમ દિલ્હી કેપિટલ્સ (DC) માટે રમતો નજરે પડશે. જો કે, આ બાબતે અત્યારે કંઇ કહી શકાય નહીં કે તે વિકેટકીપિંગ કરશે કે નહીં.

 એક ચેનલ પર ચર્ચા દરમિયાન પૂર્વ ફાસ્ટ બોલર ઝહીર ખાનને પૂછવામાં આવ્યું કે, જો રિષભ પંતની IPL સારી રહી તો શું તેની પાસે ભારતની T20 વર્લ્ડ કપ ટીમમાં જગ્યા બનાવવાનો અવસર છે? આ સવાલ પર પૂર્વ ફાસ્ટ બોલરે કહ્યું કે, જો રિષભ પંતની સફર તમે જુઓ તો તે જે ટર્નમાંથી પસાર થયો છે તે કોઈ પણ ખેલાડી માટે સરળ નથી. સૌથી પહેલા ક્રિકેટ સાથે જોડાયેલું દરેક કોઈ મેદાન પર પાછા આવ્યા બાદ ખુશ થશે અને રમવું પડશે. આ સ્તર પર એ સરળ નથી. તમારે ટેવ પાડવી પડશે અને લય હાંસલ કરવું પડશે. આ વસ્તુમાં સમય લાગી શકે છે.જો કે, બધી વસ્તુઓને ધ્યાનમાં રાખતા ભલે તેની IPL સારી જાય, મને નથી લાગતું કે ટીમ એ દિશામાં વિચારી રહી હશે.

 ઉલ્લેખનીય છે કે, સોશિયલ મીડિયા પર રિષભ પંતના વર્કઆઉટ કરતા ઘણા વીડિયો અને તસવીરો આવતી રહે છે. જેમાં જોઈ શકાય છે કે પંત પોતાને ફિટ કરવા માટે કેટલું હાર્ડ વર્કઆઉટ કરી રહ્યો છે. હાલમાં જ રિષભ પંત બેંગ્લોરમાં ભારતીય ટીમના પ્રેક્ટિસ સેશનમાં જોવા મળ્યો હતો. ભારતે ટીમે અફઘાનિસ્તાન સાથે સીરિઝની ત્રીજી અને અંતિમ મેચ બેંગ્લોરના એમ. ચેન્નાસ્વામી સ્ટેડિયમમાં રમી હતી. એ મેચ અગાઉ રિષભ પંત ભારતીય ટીમ સાથે નજરે પડ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp