પોતાની કેપ્ટન્સીમાં CPL ફાઇનલ જીત્યા બાદ તાહિરે અશ્વિનનો માન્યો આભાર, જાણો કેમ

PC: hindustantimes.com

દક્ષિણ આફ્રિકન બોલર ઈમરાન તાહિરે ગત રવિવારે કેરેબિન પ્રીમિયર લીગ (CPL)ની ફાઇનલ મેચ જીતી લીધી હતી. આ મેચ ટ્રિનબાગો નાઈટ રાઈડર્સ અને ગુયાના અમેઝોન વોરિયર્સ વચ્ચે રમાઈ હતી. ઈમરાન તાહિરને પહેલી વખત ગુયાના અમેઝોન વોરિયર્સની કેપ્ટન્સી સોંપવામાં આવી હતી અને ઈમરાન તાહિરે પહેલી વખત જ ટ્રોફી ટીમના નામે કરી દીધી. આ જીત બાદ ઈમરાન તાહિરે મીડિયા સાથે વાત કરતા તેનો શ્રેય રવિચંદ્રન અશ્વિનને આપી દીધો છે. ચાલો તો આગળ જોઈએ કે ઈમરાન તાહિરે અશ્વિનને લઈને શું કહ્યું.

ઈમરાન તાહિરે કહ્યું કે, જેમણે પણ મારું સમર્થન કર્યું, એ બધા લોકોનો ખરા દિલથી આભાર. ખાસ કરીને રવિચંદ્રન અશ્વિને આ ટૂર્નામેન્ટ અગાઉ મારા ઉપર ભરોસો વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે હું એ કરી શકું છું. જ્યારે મને આ ટૂર્નામેન્ટની કેપ્ટન્સી સોંપવામાં આવી તો લોકો મારા પર હસી રહ્યા હતા. એવી સ્થિતિમાં રવિચંદ્રન અશ્વિને મારું મનોબળ વધાર્યું. તેના માટે તેનો ખરા દિલથી આભાર. ઈમરાન તાહિરના આ નિવેદન બાદ ફેન્સ તેના ભરપેટ વખાણ કરી રહ્યા છે.

ફેન્સને ઈમરાન તાહિરની દરિયાદિલી ખૂબ પસંદ આવી રહી છે. તેનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ઈમરાન તાહિરે આ લીગને જીતીને એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. આ અગાઉ સૌથી વધુ ઉંમરવાન કેપ્ટન જેણે પોતાની ટીમને કોઈ લીગ જીતાડી હતી, તે મહેન્દ્ર સિંહ ધોની હતો. મહેન્દ્ર સિંહએ ધોની 41 વર્ષની ઉંમરમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ને ચેમ્પિયન બનાવી હતી, પરંતુ હવે આ રેકોર્ડ ઈમરાન તાહિર પાસે જતો રહ્યો છે. ઈમરાન તાહિરે 44 વર્ષની ઉંમરમાં કેરેબિયન પ્રીમિયર લીગમાં પોતાની ટીમને ચેમ્પિયન બનાવી દીધી છે.

મેચની વાત કરીએ તો ટ્રીનબાગો નાઈટ રાઇડર્સની ટીમ 18.1 ઓવરમાં માત્ર 94 રન જ બનાવી શકી હતી. તો ગયાનાની ટીમે 95 રનોના લક્ષ્યને 14મી ઓવરના છેલ્લા બૉલ પર 1 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધું. આ પ્રકારે ઈમરાન તાહિરે એ બધા લોકોના મોઢા પર તમાચો લગાવી દીધો, જે તેને કેપ્ટન બનાવવા પર સવાલ ઊભા કરી રહ્યા હતા. આ મેચમાં ડ્વાઇન પ્રિટોરિયસને 4, જ્યારે કેપ્ટન ઈમરાન તાહિરને 2 વિકેટ મળી, જ્યારે ટીમ 95 રનોના લક્ષ્યનો પીછો કરવા ઉતરી તો સેમ અયુબે શાનદાર અડધી સદી ફટકારીને ટીમને 9 વિકેટે જીત અપાવી દીધી. તેના માટે આ સીઝન પણ શાનદાર રહી. તેણે 13 મેચોમાં કુલ 478 રન બનાવ્યા, જેમાં 3 અડધી સદી સામેલ છે. તેનાથી વધારે રન માત્ર શાઈ હોપે બનાવ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp