ફ્લોપ શુભમન ગિલનું સ્થાન લેવા માટે તૈયાર છે અનુભવી, ઘરેલુ ક્રિકેટમાં સદી ફટકારી

PC: twitter.com

ભારતીય ટીમમાં પોતાનું સ્થાન ગુમાવ્યા પછી અનુભવી બેટ્સમેન ચેતેશ્વર પૂજારાએ સ્થાનિક ક્રિકેટમાં રણજી ટ્રોફીની નવી સિઝનની શરૂઆત સદી સાથે કરી છે. ઝારખંડ સામે રમવા આવેલા આ મજબૂત બેટ્સમેને રણજી ટ્રોફીની પહેલી જ મેચમાં શાનદાર સદી ફટકારી હતી. અહીં તમને બતાવી દઈએ કે, ભારતીય ટીમમાં તેના સ્થાને આવેલ શુભમન ગિલ સતત ફ્લોપ થઈ રહ્યો છે.

ભારતીય ક્રિકેટ ટીમનો અનુભવી મિડલ ઓર્ડર બેટ્સમેન ટીમ ઈન્ડિયામાં પુનરાગમન કરવા માટે પોતાનો શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યો છે. ટેસ્ટ ક્રિકેટમાં પોતાનું સ્થાન ગુમાવ્યા પછી અનુભવી ચેતેશ્વર પૂજારાએ સ્થાનિક ક્રિકેટમાં રણજી ટ્રોફીની નવી સિઝનની શરૂઆત સદી સાથે કરી છે. ઝારખંડ સામે રમવા આવેલા આ અનુભવી ભારતીય બેટ્સમેને રણજી ટ્રોફીની પહેલી જ મેચમાં શાનદાર સદી ફટકારી હતી. જ્યારે, ભારતીય ટીમમાં તેના સ્થાને આવેલ શુભમન ગિલ સતત ફ્લોપ થઈ રહ્યો છે.

ભારતીય ટીમમાંથી બહાર રહેલા અનુભવી બેટ્સમેન ચેતેશ્વર પૂજારાએ ફરી એકવાર પસંદગીકારોને પોતાની બેટથી જવાબ આપ્યો છે. રણજી ટ્રોફીની નવી સિઝનની પ્રથમ મેચમાં ઝારખંડ સામે રમવા આવેલા આ દિગ્ગજ ખેલાડીએ ટીમ માટે મહત્વની ક્ષણે પોતાની જૂની શૈલીમાં જોરદાર ઇનિંગ રમી હતી. ટીમના પસંદગીકારોએ આ દિગ્ગજ ખેલાડીને દક્ષિણ આફ્રિકા પ્રવાસ દરમિયાન ટીમમાં સ્થાન આપ્યું ન હતું.

ચેતેશ્વર પૂજારાએ રણજી ટ્રોફીની નવી સિઝનની પ્રથમ મેચમાં ઝારખંડ સામે બીજા દિવસની રમતમાં સદી ફટકારી હતી. 162 બોલનો સામનો કરીને, તેણે 10 ચોગ્ગા ફટકારીને તેની સદી પૂરી કરી. ફર્સ્ટ ક્લાસમાં આ દિગ્ગજ બેટ્સમેનની આ 61મી સદી છે. ટેસ્ટ ક્રિકેટમાં ભારત તરફથી રમતા તેણે 19 વખત સદી ફટકારી છે.

ચેતેશ્વર પુજારા ટેસ્ટ ટીમમાંથી બહાર થયા પછી તેના સ્થાને ત્રીજા નંબરે શુભમન ગિલને તક આપવામાં આવી છે. ઓપનર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર ગિલે કોચ રાહુલ દ્રવિડ અને કેપ્ટન રોહિત શર્માને ત્રીજા નંબરે બેટિંગ કરવા વિનંતી કરી હતી. ઓપનિંગમાં 2 સદી ફટકારનાર આ બેટ્સમેને છેલ્લી સાત ઇનિંગ્સમાં ત્રીજા નંબર પર રમતા 5 મેચની 8 ઇનિંગમાં માત્ર 166 રન બનાવ્યા છે. ત્રીજા નંબર પર રમતા શુભમન ગિલે 6, 10, 29 (અણનમ), 2, 26, 26 અને 10 રન બનાવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp