હાર બાદ RCBના કેપ્ટનનું ચોંકાવનારું નિવેદન, બોલ્યો-ક્યારેક ક્યારેક તમને લાગે...
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 17મી સીઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ની ટીમનો હારનો સિલસિલો યથાવત છે. સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) વિરુદ્ધની મેચમાં પણ તેને 25 રનથી હારનો સામનો કરવો પડ્યો. આ મેચમાં બેંગ્લોરની ટીમના બોલરોનું ફરી એક વખત ખરાબ પ્રદર્શન જોવા મળ્યું, જેમાં હૈદરાબાદે પહેલા બેટિંગ કરતા સીમિત 20 ઓવરોમાં 287 રનોનો પહાડ જેવો સ્કોર ઊભો કર્યો હતો. IPL ઇતિહાસનો પણ સૌથી મોટો સ્કોર બની ગયો. જો કે, ટારગેટનો પીછો કરતા RCBના બેટ્સમેનોએ થોડો સંઘર્ષ જરૂર દેખાડ્યો અને 262ના સ્કોર સુધી પહોંચવા સફળ રહ્યા.
આ મેચમાં હાર બાદ બેંગ્લોરના કેપ્ટન ફાફ ડુ પ્લેસીસે ટારગેટનો પીછો કરતા બેટ્સમેનોના પ્રયાસને લઈને તેમના વખાણ કર્યા. ડુ પ્લેસીસે હૈદરાબાદ વિરુદ્ધની મેચમાં હાર બાદ કહ્યું કે, અમે આ મેચમાં પહેલાથી સારું બેટિંગ પ્રદર્શન કર્યું છે. આ T20 ક્રિકેટના નજરિયાથી સારી વિકેટ હતી. અમે ટારગેટ નજીક પહોંચવાનો ખૂબ પ્રયાસ કર્યો, પરંતુ 280 ખૂબ મોટો સ્કોર હતો. અમે કેટલીક અલગ અલગ વસ્તુ અજમાવી. જ્યારે તમારો આત્મવિશ્વાસ ઓછો હોય તો તમારી પાસે છુપાવાનો કોઈ પણ રસ્તો નથી.
ફાસ્ટ બોલરોને આ મેચમાં ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. તો અમારે પોતાની બેટિંગમાં પણ કેટલીક વસ્તુઓ સુધારવાની જરૂરિયાત છે, જેમાં પાવરપ્લે બાદ અમારી રનરેટ ઓછી ન થવી જોઈએ. ટારગેટનો પીછો કરતા અમારા બેટ્સમેનોએ સતત તેજીથી રન બનાવવાના પ્રયાસ ચાલુ રાખ્યા અને હાર ન માની. આ મેચ જોઈને મને ખૂબ સારું લાગ્યું. બોલરોના નજરિયાથી 30-40 રન થોડા વધારે હતા. ક્યારેક ક્યારેક તમને લાગે છે કે તમારું મગજ ફાટી જશે, આ એક એવી માનસિક રમત છે, એવામાં તમારે થોડા સમય માટે દૂર જવું પડશે જેથી તમે પોતે પૂરી રીતે ફ્રેશ કરી શકો અને પછી આખી પ્રતિબદ્ધતા સાથે વાપસી કરો.
બેંગ્લોર અત્યાર સુધી IPL 2024માં 7 મેચોમાંથી માત્ર એક જ મેચ જીતી શકી છે, જે પંજાબ વિરુદ્ધ મળી હતી. ત્યારથી અત્યાર સુધી ટીમ 5 મેચ સતત હારી ચૂકી છે. બેંગ્લોર અત્યારે પોઇન્ટ્સ ટેબલમાં 2 પોઇન્ટ્સ સાથે 10માં નંબરે છે. જેમાં તેની નેટ રનરેટ પણ -1.185 છે. એવામાં તેના માટે પ્લેઓફમાં પહોંચવાનો માર્ગ મુશ્કેલ થઈ ગયો છે. બેંગ્લોરે હવે પોતાની આગામી મેચ 21 એપ્રિલે કોલકાતા વિરુદ્ધ રમવાની છે, જેની વિરુદ્ધ આ સીઝનમાં થયેલી પહેલી મેચમાં 7 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp