ધોનીને જોવા ચાહકે ખરીદી રૂ. 64,000ની IPL ટિકિટ, બાળકની સ્કૂલ ફી નથી ભરી
ચેન્નાઈ સુપર કિંગ્સના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના લાખો ચાહકો છે. 'થાલા' માટે ફેન્સનો ક્રેઝ કોઈનાથી છૂપો નથી. ધોનીને માત્ર ચાહવા પૂરતું જ નથી, પરંતુ ઘણા ચાહકો તેની પૂજા પણ કરે છે. ધોની પ્રત્યે પ્રશંસકોની દીવાનગી એવી છે કે આ વસ્તુઓ સામાન્ય લાગે છે. જો કે, એક ચાહક ચોક્કસપણે તેના ક્રિકેટર પ્રત્યેના પ્રેમ અથવા તેના બદલે ગાંડપણને કારણે હેડલાઇન્સમાં છે. ભારતમાં મહેન્દ્ર સિંહ ધોનીના ઘણા ચાહકો છે. તેનું ગાંડપણ તેના ચાહકોના માથે ચઢીને બોલતું હોય છે. ધોનીના એક પ્રશંસકે દાવો કર્યો હતો કે તેણે 64,000 રૂપિયા ખર્ચીને ચેન્નાઈ સુપર કિંગ્સની ટિકિટ ખરીદી હતી, જેથી તે 'થાલા'ને જોઈ શકે.
આ માટે આ ચાહકે તેની દીકરીઓની સ્કૂલ ફીમાં મોડું કર્યું. તેણે કહ્યું કે તે પહેલા ટિકિટ મેળવવા માંગતો હતો, જેના કારણે તેણે તેની ત્રણ દીકરીઓની ફીમાં વિલંબ કર્યો. આ પ્રશંસકની સાથે તેમની ત્રણ પુત્રીઓએ થાલાની મેચ નિહાળી હતી.
આ ચાહકે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં દાવો કર્યો છે. આ પ્રશંસકે 64 હજાર રૂપિયા ખર્ચીને ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં KKR સામેની મેચની ટિકિટ ખરીદી હતી. ધોની 8 એપ્રિલે IPL 2024માં KKR સામેની મેચમાં બેટિંગ કરવા આવ્યો હતો. આ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સે 7 વિકેટે જીતી હતી.
આ ચાહકે દાવો કર્યો હતો કે, તેણે અને તેની ત્રણ દીકરીઓએ 64,000 રૂપિયા ખર્ચીને ખરીદેલી ટિકિટો વડે મેચ જોઈ હતી. જોકે, KHABARCHHE.COM આ ચાહકના દાવાની પુષ્ટિ કરતું નથી. આ પ્રશંસકે દાવો કર્યો કે, 'મને ટિકિટ ન મળી, તેથી મેં 64,000 રૂપિયામાં બ્લેકમાં ટિકિટ ખરીદી. મારે હજુ બાળકોના શાળાની ફી ભરવાની છે, પરંતુ અમે MS ધોનીને માત્ર એક જ વાર જોવા માંગતા હતા. આ પ્રશંસકે એક મીડિયા ચેનલ સાથે આ વાત કહી.
I don't have money to pay the School Fees of my children, but spent Rs 64,000 to get black tickets to watch Dhoni, says this father. I am at a loss for words to describe this stupidity. pic.twitter.com/korSgfxcUy
— Dr Jaison Philip. M.S., MCh (@Jasonphilip8) April 11, 2024
આ વ્યક્તિની પુત્રીએ એક વીડિયોમાં કહ્યું, 'મારા પિતાએ આ ટિકિટો મેળવવા માટે ખૂબ જ મહેનત કરી છે, જ્યારે ધોની રમવા આવ્યો ત્યારે અમે ખૂબ જ ખુશ હતા.' જોકે, આના કારણે ફેન્સ સોશિયલ મીડિયા પર ખૂબ નારાજ હતા. તેણે વ્યક્તિની પ્રાથમિકતાઓ પર સવાલ ઉઠાવ્યા, ઘણા લોકો આ નિર્ણયની ટીકા કરતા જોવા મળ્યા હતા.
IPL 2024માં ચેન્નાઈની ટીમ રુતુરાજ ગાયકવાડની કેપ્ટન્સીમાં રમી રહી છે. અત્યાર સુધીમાં તેણે IPLમાં 5 મેચ રમી છે, જેમાં તેણે 3 જીતી છે અને 2માં હારનો સામનો કરવો પડ્યો છે. હવે ચેન્નાઈની આગામી મેચ 14 એપ્રિલે મુંબઈ ઈન્ડિયન્સ સામે થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp