અંગ્રેજ જે વાત માટે બેઈમાની પર ઉતરી આવ્યા, રોહિતે તેના પર જ જીતી લીધું દિલ

PC: hindustantimes.com

ઈંગ્લેન્ડ વિરુદ્ધ રાંચી ટેસ્ટ મેચ દરમિયાન જ્યાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ખેલ ભાવનાનું શાનદાર ઉદાહરણ આપ્યું તો ઇંગ્લિશ ટીમે ખેલ ભવનના ધજગરા ઉડાવી દીધા. આ મેચ દરમિયાન જો રુટના કેચ પર સંશયને લઈને રોહિત શર્માએ તેને થર્ડ અમ્પાયર પાસે ચેક કરાવવાનો ઈશારો કર્યો. તો વારો જ્યારે ભારતીય ટીમની બેટિંગ આવી તો યશસ્વીના ડ્રોપ કેચને પણ ઇંગ્લિશ ટીમ તરફથી ક્લેમ કરવાનો પૂરો પ્રયાસ કરવામાં આવ્યો, ત્યારબાદ ફેન્સે સોશિયલ મીડિયાના માધ્યમથી ઇંગ્લિશ ટીમનો ક્લાસ લઈ લીધો.

મેચમાં શું થયું હતું?

ભારતીય ઇનિંગની 20મી ઓવર ચાલી રહી હતી અને આ ઓવર નાખી રહ્યો હતો ઓલી રૉબિન્સન. ઓવરના છેલ્લા બૉલ પર યશસ્વી જયસ્વાલના બેટ સાથે એજ લાગી અને બૉલ વિકેટકીપર બેન ફોક્સ તરફ જતો રહ્યો. બેન ફોક્સે જે પ્રકારે સેલિબ્રેશન મણાવ્યું, લાગ્યું કે તેણે ક્લીન કેચ કરી લીધો છે અને તેમાં તેનો સાથ આપ્યો સ્લીપમાં ઊભા જો રૂટે. જો કે, અમ્પાયરને કેચને લઈને સંશય હતો અને તેમણે તેનો નિર્ણય થર્ડ અમ્પાયર પાસે મોકલી દીધો. જ્યારે થર્ડ અમ્પાયર રિપ્લે જોઈ રહ્યા હતા તો ઇંગ્લિશ ટીમ અચાનક વિકેટને સેલિબ્રેશન મનાવવા લાગી કેમ કે બૉલ સાથે બેટ લાગી હતી, જે રિપ્લેમાં સ્પષ્ટ દેખાડ્યું. પરંતુ તેમની ખુશી થોડી જ વારમાં ઠંડી પડી ગઈ, જ્યારે થર્ડ અમ્પાયરે યશસ્વીને નોટઆઉટ આપ્યો.

થર્ડ અમ્પાયરે જોયું કે, બૉલ બેન ફોક્સના ગ્લવ્સમાં જતા પહેલા જમીન પર પડી ગયો હતો. આ ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ ફેન્સ, ઇંગ્લિશ ટીમથી નજાર નજરે પડ્યા. એક યુઝરે લખ્યું કે, 'ઈંગ્લેન્ડ તરફથી આ બિલકુલ ક્લાસલેસ છે. આ વખત તેઓ નૈતિક રૂપે પણ હારી ગયા છે.' અન્ય એક યુઝરે લખ્યું કે, 'આ સેલિબ્રેશન કેમ મનાવી રહ્યા છે? શું આ જ તેમની ખેલ ભાવના છે?' એક યુઝરે લખ્યું કે, 'ઇંગ્લેન્ડની આ હરકત જૂની છે.' તો અન્ય એકએ લખ્યું કે, ઇંગ્લેન્ડની ટીમ હંમેશાં ચીટિંગ કરે છે, તેમાં કંઇ નવું નથી.'

રોહિતે દેખાડી ખેલ ભાવના

આ મેચમાં ઇંગ્લેન્ડની ઇનિંગની 102મી ઓવર દરમિયાન ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ખેલ ભાવનાનો શાનદાર પરિચય દેખાડ્યો. કુલદીપ યાદવ તરફથી નાખવામાં આવેલી આ ઓવરમાં બૉલ રુટના બેટનો કિનારો લઈને ઊભા રોહિત શર્મા તરફ ગયો હતો. રોહિતે બૉલને પકડી લીધો હતો, પરંતુ તેને એ કેચને લઈને ડાઉટ હતો. એવામાં તેણે અપીલ કરવાની જગ્યાએ રિપ્લે ચેક કરવાનો ઈશારો કર્યો. રિપ્લે જોવા પર અમ્પાયરે જોયું કે, રોહિતના હાથોમાં પહોંચવા અગાઉ જ જમીન પર પડી ગયો હતો. એવામાં રૂટનો નોટઆઉટ આપવામાં આવ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp