પાકિસ્તાની મૂળના વિવાદ પર રોહિત બોલ્યો- હું વીઝા ઓફિસમાં નથી બેસતો એટલે વધુ..

PC: news9live.com

ભારતીય ક્રિકેટ ટીમે પોતાના ઘરમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ 5 મેચોની ટેસ્ટ સીરિઝ રમવાની છે. તેની પહેલી મેચ 25 જાન્યુઆરી એટલે કે કાલે હૈદરાબાદમાં રમાશે. આ સીરિઝ માટે ઇંગ્લેન્ડની ટીમ રવિવારે જ ભારત પહોંચી ગઈ છે, પરંતુ આ દરમિયાન મહેમાન ઇંગ્લિશ ટીમને એક જોરદાર ઝટકો લાગ્યો છે. પાકિસ્તાની મૂળના ઓફ સ્પિનર શોએબ બશીરને પહેલી વખત ઇંગ્લિશ ટીમે પસંદ કર્યો હતો, પરંતુ વિઝા ન મળવાના કારણે બશીર UAEથી જ ઘરે જતો રહ્યો છે. 20 વર્ષીય બશીર અનકેપ્ડ ખેલાડી છે.

તેણે અત્યારે સુધી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું નથી. આ મામલે ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સ અને ભારતીય કેપ્ટન રોહિત શર્માનું નિવેદન સામે આવ્યું છે. બેન સ્ટોકસે કહ્યું કે, તે બશીર માટે પરેશાન છે. એક કેપ્ટન તરીકે એ ખૂબ જ હતાશાપૂર્ણ છે, અમે ડિસેમ્બરના મધ્યમાં જ પોતાની ટીમ જાહેર કરી દીધી હતી, છતા બશીર વિઝા સંબંધિત સમસ્યાના કારણે ઝઝૂમી રહ્યો છે, હું તેનું દર્દ સમજી શકું છું. હૈદરાબાદ ટેસ્ટના એક દિવસ અગાઉ રોહિત શર્માને પણ પ્રેસ કોન્ફરન્સમાં આ મામલે સવાલ કરવામાં આવ્યો.

આ સવાલના જવાબમાં રોહિત શર્માએ કહ્યું કે, મને તેના માટે ખરાબ લાગી રહ્યું છે. તે પહેલી વખત ઇંગ્લિશ ટીમમાં સામેલ થતા જ ભારત આવી રહ્યો હતો. એ કોઈ માટે પણ સરળ નથી. જો અમારામાંથી કોઈ ઈંગ્લેન્ડ જઇ રહ્યું હોત અને તેને વિઝા ન મળતા ત્યારે પણ તો દુઃખ થતું.' રોહિતે પોતાની વાત રાખતા આગળ કહ્યું કે, હું વિઝા ઓફિસમાં નથી બેસતો એટલે વધુ જાણકારી નહીં આપી શકું, પરંતુ મને આશા છે કે તે જલદી જ ભારત આવશે. અમારા દેશમાં ક્રિકેટનો આનંદ ઉઠાવશે અને ક્રિકેટ રમશે.

બશીરનો જન્મ ઇંગ્લેન્ડના જ સમરસેટમાં થયો હતો, પરંતુ તેના માતા-પિતા પાકિસ્તાની મૂળના છે. બશીરને લઈને હાલમાં જ ઇંગ્લિશ ટીમના કોચ મેક્કુલમે કહ્યું હતું કે તેમને બશીરના મામલે ભારત સરકાર પાસે ખૂબ આશા છે. તેના વિઝામાં કંઈક ગરબડ હતી. અમને ભરોસો છે કે BCCI અને ભારત સરકાર આ મામલે કંઈક જરૂર સમાધાન કાઢશે. અમને આશા છે કે જલદી જ સમાચાર આવશે કે વિઝા મંજૂર કરી લેવામાં આવ્યા છે. સાથે જ અમે બશીરને પહેલી મેચમાં પણ જોઈ શકીએ છીએ.'

પહેલી 2 ટેસ્ટ માટે ભારતીય ટીમ:

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, શ્રેયસ ઐય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), કેએસ ભારત (વિકેટકીપર), ધ્રુવ જૂરેલ (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, જસપ્રીત બૂમરાહ (ઉપકેપ્ટન), આવેશ ખાન.

ટેસ્ટ સીરિઝ માટે ઇંગ્લેન્ડની ટીમ:

બેન સ્ટોક્સ (કેપ્ટન), રેહાન અહમદ, જેમ્સ એન્ડરસન, ગસ એટકિન્સન, જોની બેયરસ્ટો, શોએબ બશીર, ડેન લોરેન્સ, જએક ક્રાઉલી, બેન ડકેટ, બેન ફોક્સ, ટોમ હાર્ટલી, જે લીચ, ઓલી પોપ, ઓલી રૉબિન્સન, જો રુટ અને માર્ક વૂડ.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ સીરિઝનું શેડ્યૂલ:

પહેલી ટેસ્ટ: 25-29 જાન્યુઆરી, હૈદરાબાદ.

બીજી ટેસ્ટ: 2-6 ફેબ્રુઆરી, વિશાખા પટ્ટનમ

ત્રીજી ટેસ્ટ: 15-19 ફેબ્રુઆરી, રાજકોટ

ચોથી ટેસ્ટ 23-27 ફેબ્રુઆરી, રાંચી

પાંચમી ટેસ્ટ: 7-11 માર્ચ, ધર્મશાળા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp