રમતના મેદાન પર સખત વિરોધી... નીરજ અને અરશદ અંગત જીવનમાં નજીકના મિત્રો
ભારતીય ચાહકોએ વિચાર્યું પણ નહીં હોય કે પેરિસ ઓલિમ્પિકમાં નીરજ ચોપરાની ગોલ્ડ મેડલ જીતવાની તક જતી રહેશે. નીરજ ચોપરાને ભાલા ફેંક સ્પર્ધામાં સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. 26 વર્ષીય નીરજ ચોપરાનો બીજો થ્રો તેનો એકમાત્ર માન્ય થ્રો હતો, જેમાં તેણે 89.45 મીટરનો થ્રો કર્યો હતો જે આ સિઝનનો તેનો સર્વશ્રેષ્ઠ થ્રો હતો. આ સાથે નીરજ ચોપરાએ પેરિસ ઓલિમ્પિક 2024ની ભાલા ફેંક સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો છે. પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતનો આ પાંચમો મેડલ છે. જ્યારે, પાકિસ્તાનના અરશદ નદીમે 92.97 મીટર ભાલો ફેંકીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. પાકિસ્તાને આ પહેલા વર્ષ 1992માં ઓલિમ્પિકમાં મેડલ જીત્યો હતો. અરશદ નદીમે ઓલિમ્પિકમાં પાકિસ્તાનના 32 વર્ષના લાંબા મેડલના દુકાળને ખતમ કરવાનું કામ કર્યું છે.
નીરજ ચોપરા અને અરશદ નદીમ રમતના મેદાનમાં નજીકના મિત્રો રહ્યા છે. ઘણી મોટી ટુર્નામેન્ટમાં નીરજ ચોપરા અને અરશદ નદીમ વચ્ચે ભાલા ફેંકની સ્પર્ધામાં જોરદાર ટક્કર જોવા મળી છે. સાઉથ એશિયન ગેમ્સ 2016માં નીરજ ચોપરા અને અરશદ નદીમ પહેલીવાર ટકરાયા હતા. ત્યારપછી નીરજ ચોપરાએ 82.23 મીટરના અંતરે ભાલો ફેંકીને ગોલ્ડ મેડલ જીત્યો હતો જ્યારે અરશદ નદીમને બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. મોટી ટુર્નામેન્ટની વાત કરીએ તો નીરજ ચોપરાએ 2018 કોમનવેલ્થ ગેમ્સમાં 86.87 મીટરના અંતરે ભાલો ફેંકીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે પાકિસ્તાનનો અરશદ નદીમ આઠમા સ્થાને હતો. 2018 એશિયન ગેમ્સમાં નીરજ ચોપરાએ 88.06 મીટરના અંતરે ભાલો ફેંકીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે, પાકિસ્તાનના અરશદ નદીમે 80.75 મીટરના અંતરે ભાલો ફેંકીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
નીરજ ચોપરાએ ટોક્યો ઓલિમ્પિક 2020માં 87.58 મીટરના અંતરે ભાલો ફેંકીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે, પાકિસ્તાનના અરશદ નદીમે ટોક્યો ઓલિમ્પિક 2020માં 84.62 મીટરના થ્રો સાથે પાંચમું સ્થાન મેળવ્યું હતું. વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2022માં નીરજ ચોપરાએ 88.13 મીટરના અંતરે ભાલો ફેંકીને સિલ્વર મેડલ જીત્યો હતો. જ્યારે, પાકિસ્તાનનો અરશદ નદીમ 86.16 મીટરના થ્રો સાથે પાંચમા ક્રમે રહ્યો હતો. વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2023માં નીરજ ચોપરાએ 88.17 મીટરના અંતરે ભાલો ફેંકીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે, પાકિસ્તાનના અરશદ નદીમે 87.82 મીટરના થ્રો સાથે સિલ્વર મેડલ જીત્યો હતો. હવે પેરિસ ઓલિમ્પિક 2024માં અરશદ નદીમે 92.97 મીટરની ઝડપે ભાલો ફેંકીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સાથે જ નીરજ ચોપરાએ 87.82 મીટરના થ્રો સાથે સિલ્વર મેડલ જીત્યો છે.
વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2023ની ફાઈનલ દરમિયાન ભારતના નીરજ ચોપરા અને પાકિસ્તાનના એથ્લેટ અરશદ નદીમ વચ્ચેની મિત્રતાની ખૂબ ચર્ચા થઈ હતી. અહીં તમને જણાવી દઈએ કે, વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની જેવલિન થ્રો ફાઇનલમાં ભારતના નીરજ ચોપરાએ ગોલ્ડ મેડલ અને પાકિસ્તાનના અરશદ નદીમે સિલ્વર મેડલ જીત્યો હતો. ગોલ્ડ મેડલ જીત્યા પછી જ્યારે નીરજ ચોપરા ભારતીય તિરંગા સાથે ફોટો પડાવી રહ્યા હતા, ત્યારે તેમણે કંઈક એવું કર્યું જેણે આખી દુનિયાનું દિલ જીતી લીધું.
વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની ભાલા ફેંકની ફાઇનલમાં ગોલ્ડ મેડલ જીત્યા પછી નીરજ ચોપડા જ્યારે ભારતીય તિરંગા સાથે ફોટો પડાવી રહ્યો હતો, ત્યારે તેણે પાકિસ્તાની ખેલાડી અરશદ નદીમને પોતાની પાસે બોલાવ્યો અને તેની સાથે ફોટો પડાવવાનું આમંત્રણ આપ્યું. પછી શું, પાકિસ્તાની એથલીટ અરશદ નદીમે ભારતીય તિરંગા નીચે નીરજ ચોપરા સાથે ફોટો પડાવ્યો. નીરજ ચોપરાનો અરશદ નદીમ પ્રત્યેનો પ્રેમ જોઈને ફેન પણ તેના પર વધુ ચાહનારા ચાહકો બની ગયા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp