ઈરફાન પઠાણે ઈશાન કિશનને ફટકાર લગાવી કહ્યું- પ્રેક્ટિસ માટે ફિટ છે પરંતુ...
ભારતીય ક્રિકેટ ટીમના યુવા વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશન લાંબા સમયથી ટીમની બહાર છે. હકીકતમાં, તેણે દક્ષિણ આફ્રિકાના પ્રવાસમાંથી બ્રેક લીધો હતો, ત્યારપછી તે અત્યાર સુધી ટીમમાં વાપસી કરી શક્યો નથી. તેણે ડિસેમ્બરમાં ઓસ્ટ્રેલિયા સામે T20માં ભારત માટે છેલ્લી મેચ રમી હતી. ટીમમાં પુનરાગમન કરવા માટે કોચ રાહુલ દ્રવિડે તેને ડોમેસ્ટિક ક્રિકેટ રમવા માટે કહ્યું હતું. પરંતુ ઈશાન હજુ સુધી ભારતમાં ચાલી રહેલી રણજી ટ્રોફીની એક પણ મેચ રમ્યો નથી.
બીજી તરફ ઈશાન કિશન બરોડામાં પંડ્યા ભાઈઓ (હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા) સાથે પ્રેક્ટિસ કરી રહ્યો હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. આ સાથે ભૂતપૂર્વ ભારતીય ઓલરાઉન્ડર ઈરફાન પઠાણે પણ એક રહસ્યમય ટ્વિટ કર્યું છે. તેણે ઈશાન કિશન વિશે સીધું કંઈ કહ્યું ન હતું. પરંતુ તેણે જે લખ્યું તેના પરથી લાગે છે કે, તે માત્ર ભારતીય વિકેટકીપર (ઈશાન કિશન)ની જ વાત કરી રહ્યો છે.
ઈરફાન પઠાણે ટ્વિટ કર્યું, 'આ આશ્ચર્યજનક છે કે, કેવી રીતે કોઈ વ્યક્તિ પ્રેક્ટિસ કરવા માટે સંપૂર્ણ રીતે ફિટ થઈ શકે છે, પરંતુ ઘરેલુ ક્રિકેટ રમી શકતો નથી. આને આપણે શું સમજવું?'
Finding it perplexing how someone can be fit enough to practice but not play domestic cricket. How does this even make sense?
— Irfan Pathan (@IrfanPathan) February 10, 2024
અહીં તમને જણાવી દઈએ કે, શનિવારે એટલે કે 10 ફેબ્રુઆરીએ ઈંગ્લેન્ડ સામેની છેલ્લી 3 ટેસ્ટ માટે ભારતીય ટીમની પણ જાહેરાત કરવામાં આવી છે. 17 સભ્યોની આ ટીમમાં ઈશાન કિશનનું નામ ક્યાંય જોવા મળતું નથી. 25 વર્ષીય ઈશાન કિશને ભારત માટે અત્યાર સુધીમાં કુલ 2 ટેસ્ટ, 27 વનડે અને 32 T20 મેચ રમી છે. તેણે ટેસ્ટમાં 78 રન, વનડેમાં 933 રન અને T20માં 796 રન બનાવ્યા છે. કિશને ટેસ્ટમાં 1 અડધી સદી ફટકારી છે. ODIમાં તેણે 1 સદી અને 7 અડધી સદી ફટકારી છે, જ્યારે T20માં ઈશાને 6 અડધી સદી ફટકારી છે.
ભારતીય સ્થાનિક ક્રિકેટની સૌથી પ્રતિષ્ઠિત રણજી ટ્રોફી રમાઈ રહી છે. ઘણા ખેલાડીઓ જે ટીમ ઈન્ડિયાની બહાર છે અથવા ટીમમાં જગ્યા બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, તેઓ રણજી રમી રહ્યા છે. ઈશાન કિશન પણ ઝારખંડની ટીમનો સભ્ય છે, પરંતુ તેણે સ્થાનિક ક્રિકેટ રમવાના BCCIના આદેશનું પાલન ન કર્યું અને પોતાને રણજી ટ્રોફીથી દૂર રાખ્યો. BCCI અને ટીમ ઈન્ડિયા મેનેજમેન્ટ ખાસ કરીને કોચ રાહુલ દ્રવિડ ઈશાનના આ પગલાથી નારાજ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp