આ પૂર્વ ખેલાડીએ કહ્યું- પંડ્યા તમારો પાંચમો બોલર બની નહીં શકે

PC: hindi.sportzwiki.com

T20 વર્લ્ડ કપ રવિવાર (2 જૂન)થી શરૂ થશે અને ટીમ ઈન્ડિયાએ હજુ સુધી તેની પ્લેઈંગ 11 નક્કી કરી નથી. આ તેના માટે મોટો માથાનો દુખાવો બની ગયો છે. તેણે ઓપનિંગ સ્લોટ સહિત કેટલાક મહત્વના સિક્વન્સ અંગે મોટા નિર્ણયો લેવાના છે. ઓપનિંગના દાવેદારોમાં યશસ્વી જયસ્વાલ, કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીનો સમાવેશ થાય છે. કેપ્ટન અને કોચે નક્કી કરવું પડશે કે, તેઓ કોહલીને ક્યાં રમાડવા માગે છે. ઓપનર તરીકે અથવા નંબર 3 પર. કોહલીએ ઓપનર તરીકે IPLમાં શાનદાર પ્રદર્શન કર્યું છે.

ચિંતાનો બીજો મોટો વિસ્તાર બોલિંગ કોમ્બિનેશન છે. ભારતીય ખેલાડીઓએ અમેરિકાની ધરતી પર વધુ ક્રિકેટ રમી નથી અને ટીમ ગ્રુપ સ્ટેજ પહેલા માત્ર એક પ્રેક્ટિસ મેચ રમશે. તેની બેટિંગની ઊંડાઈ વધારવા માટે, ભારત યશસ્વી જયસ્વાલ અને શિવમ દુબેને શરૂઆતની લાઇન અપમાં સામેલ કરી શકે છે. હાર્દિક પંડ્યા અને શિવમ દુબે પાંચમા બોલર તરીકે જોવા મળી શકે છે.

IPL 2024માં હાર્દિકનું ફોર્મ સારું રહ્યું નથી. તે બોલ અને બેટ બંને સાથે સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો. આવી સ્થિતિમાં તે કેવી રીતે કમબેક કરે છે તે જોવું રહ્યું. તેણે 14 મેચમાં 216 રન બનાવ્યા અને માત્ર 11 જ વિકેટ લેવામાં સફળ રહ્યો. મીડિયા સૂત્રને આપેલા ઈન્ટરવ્યુમાં ભારતના ભૂતપૂર્વ ઓપનર સંજય માંજરેકરે કહ્યું, 'હાર્દિક પંડ્યા તમારો પાંચમો બોલર બની નહીં શકે. મને લાગે છે કે ભારતને હાર્દિકના રૂપમાં છઠ્ઠા બોલરની જરૂર છે, કારણ કે તેણે વધારે બોલિંગ કરી નથી. જોકે તેની ફિટનેસ સારી છે.'

માંજરેકરે કેપ્ટન રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડને સલાહ આપી છે કે, ભારતે મજબૂત સ્પિન આક્રમણ સાથે મેચમાં ઉતરવું જોઈએ, કારણ કે ટીમ ઈન્ડિયાની ફાસ્ટ બોલિંગમાં વધારે ઊંડાણ નથી. પૂર્વ ક્રિકેટરે કહ્યું કે, જો ભારત પાસે મોહમ્મદ શમી હોત તો સ્થિતિ બિલકુલ અલગ હોત, પરંતુ તેની ઈજાએ ટીમને મુશ્કેલીમાં મૂકી દીધી છે. ભારતીય ટીમ શનિવારે સાંજે ન્યૂયોર્કમાં નવનિર્મિત નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં બાંગ્લાદેશ સામે પ્રેક્ટિસ મેચ રમશે. આ જ મેદાન પર 5 જૂને ટીમ પોતાની પ્રથમ મેચ આયર્લેન્ડ સામે રમશે.

T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રીષભ પંત (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ.

અનામતઃ શુભમન ગિલ, રિંકુ સિંહ, ખલીલ અહેમદ, અવેશ ખાન.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp