લાઈવ ક્રિકેટ મેચમાં મેદાન પર ઘૂસ્યું શિયાળ, ખેલાડીઓની જુઓ કેવી થઈ હાલત
બ્રિટનમાં હાલના દિવસોમાં વાઈટાલિટી T20 બ્લાસ્ટ ટૂરનામેન્ટ રમાઇ રહ્યું છે. T20 બ્લાસ્ટમાં લાઈવ મેચ દરમિયાન એક એવો નજારો દેખાયો, જેનાથી બધા દંગ રહી ગયા. એક શિયાળ મેદાનમાં ઘૂસી ગયું અને ખેલાડીઓના રૂવાડા ઊભા થઈ ગયા. આ ઘટના હેમ્પશાયર વર્સિસ સરે મેચમાં ઘટી, જે લંડનના મેદાન પર ઘટી. શિયાળનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. શિયાળે કોઈને નુકસાન પહોંચાડ્યું નથી. વીડિયોમાં જોઈ શકાય છે કે શિયાળ મેદાનમાં આવ્યા બાદ સતત દોડતું રહ્યું.
એવામાં મેચને થોડા સમય સુધી રોકવું પડ્યું. જો કે, શિયાળને બહાર કાઢવા માટે કોઈ પણ માનવીય હસ્તક્ષેપની જરૂરિયાત ન પડી. શિયાળે પોતાનો રસ્તો પોતે જ શોધી લીધો અને બાઉન્ડ્રી બોર્ડને પાર કર્યા બાદ બહાર જતું રહ્યું. શિયાળને મેદાનમાં જોઈને દર્શકોના ચહેરા પર સ્માઇલ રેલાવી ગયું. કેટલાક લોકોએ સીટી પણ વગાડી. વાયરલ વીડિયો પર ખૂબ રીએક્શન આવી રહ્યા છે. એક વ્યક્તિએ લખ્યું કે, ક્રિકેટ મેચમાં સાંપ, કૂતરા અને માખી બાદ હવે ઉપસ્થિત છે શિયાળ.
Fox invades the field in Vitality Blast. 😄pic.twitter.com/dENXcc1wIL
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 20, 2024
કેટલાક લોકોએ મજાકીયા અંદાજમાં કમેન્ટ કરી. એક યુઝરે કહ્યું કે, એમ લાગે છે કે લોમી બેટિંગ લાઇનઅપમાં સામેલ થવા માગે છે. કદાચ તે સારું ફિલ્ડર હોય શકે છે. અન્યએ લખ્યું કે, એમ લાગે છે કે આજકાલ શિયાળ પણ કેટલાક રન બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે હેમ્પશાયર વર્સિસ સરે મેચ હાઇ સ્કોરિંગ અને રોમાંચક રહી. હેમ્પ શાયરે 184 રનનો ટારગેટ રાખ્યો, જેને સરેએ 5 બૉલ બાકી રહેતા ચેઝ કર્યો. સરેને 5 વિકેટથી જીત મળી. સરે તરફથી ઓલરાઉન્ડર સેમ કરને વિસ્ફોટક સદી ફટકારી. તેમણે 58 બૉલનો સામનો કર્યા બાદ નોટઆઉટ 102 રન બનાવ્યા. સેમ કરને 7 ફોર અને 6 સિક્સ લગાવ્યા. સેમ કરનની T20 ક્રિકેટમાં આ પહેલી સદી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp