એ કેચની કહાની પર સૂર્યકુમારની જુબાની, જેણે ભારતના પક્ષમાં કરી દીધી મેચ

PC: x.com/RichKettle07

બાર્બાડોસમાં રમાયેલી ICC T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલ મેચમાં ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકન ટીમને 7 રનથી હરાવી દીધી. ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરતા T20 વર્લ્ડ ચેમ્પિયનની ટ્રોફી પોતાના નામે કરી લીધી. આ મહામેચમાં ઘણી વખત એવી પળ આવી, જ્યાં ભારતીય ટીમના હાથમાંથી મેચ નીકળતી નજરે પડી હતી, પરંતુ ભારતીય ટીમે પોતાના સાહસ અને પ્રદર્શનથી મેચનું પરિણામ બદલી દીધું. એવી જ એક ઘટના ત્યારે થઈ જ્યારે છેલ્લી ઓવરના પહેલા બૉલ પર સૂર્યકુમાર યાદવે ડેવિડ મિલરનો શાનદાર કેચ પકડ્યો.

આ કેચે 6 રન તો બચાવ્યા જ, તેની સાથે સાથે આખી મેચને ભારતના પક્ષમાં લાવી દીધી. મેચ બાદ છેલ્લી ઓવરના પહેલા બૉલ પર બાઉન્ડ્રી પર શાનદાર કેચ પકડવાને લઈને સૂર્યકુમાર યાદવે કહ્યું કે, અત્યારે એવી કંઇ ખબર પડી રહી નથી. મને અત્યારે પણ વિશ્વાસ થઈ રહ્યો નથી. તે કેચ મેચ વિનિંગ કેચ હતો, અમે ટૂર્નામેન્ટ જીતી ગયા. લોકો હવે કહી રહ્યા છે, જ્યારે 16 રન જોઈતા હતા. જો તે સિક્સ થઈ જતો તો 5 બૉલમાં 10 રન જોઈતા હોત. પરંતુ ત્યારબાદ મેચનો માહોલ અલગ થઈ ગયો.

તેણે વધુમાં કહ્યું કે, 2-4 સેકન્ડ જે સારી લાગી એ કર્યું અને એ પણ સારું થયું. આવી જ મોમેન્ટ માટે અમે લકોએ પોતાના ફિલ્ડિંગ કોચ સાથે ખૂબ પ્રેક્ટિસ પણ કરી હતી. ટીમને જીત મળ્યા બાદ હું પત્નીને ગળે લાગીને હું ખૂબ રડ્યો. ભારતીય ટીમની જીત પર આખા દેશમાં સેલિબ્રેશન મનાવવામાં આવી રહ્યું છે. આ સવાલનો જવાબ આપતા સૂર્યાએ કહ્યું કે, અત્યારે હું એવું સોશિયલ મીડિયા ખોલીને જોયું નથી. મેં મેચ જીત્યા બાદ મમ્મી-પપ્પા સાથે વીડિયો કોલ પર વાત કરી તો તેમણે કહ્યું કે, આખો રોડ જામ છે. લોકો રસ્તા પર સેલિબ્રેશન મનાવી રહ્યા છે, પરંતુ અમે 2 દિવસ બાદ જ્યારે ભારત પહોંચીશું તો આખો માહોલ જોવા મળશે.

તો હાર્દિક પંડ્યાના બૉલ પર બાઉન્ડ્રી પર શાનદાર કેચ પકડનાર સૂર્યકુમાર યાદવનો વીડિયો પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. યાદવે એમ પણ કહ્યું કે, 2023ના વર્લ્ડ કપમાં જ્યારે અમે રમ્યા હતા, તો અમારી ફેમિલી નીચે આવી હતી. જ્યારે અમે બસમાં બેસીને ગ્રાઉન્ડ જઇ રહ્યા હતા, તો અમને એવું લાગી રહ્યું હતું કે, અમારે જઈને બસ ટ્રોફી ઉઠાવવાની છે. આખો માહોલ બની ગયો હતો, પરંતુ અમે હારી ગયા. ઉલ્લેખનીય છે કે ફાઇનલ મેચમાં ભારતીય ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા સીમિત 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 176 રન બનાવ્યા હતા. 177 રનનો પીછો કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકન ટીમ સીમિત 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 169 રન જ બનાવી શકી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp