આઉટ થયા પછી ભારતીય ટીમ સામે ગુસ્સે થયો, મેદાન પર હેકડી બતાવતા મળ્યો આવો જવાબ

PC: circleofcricket.com

ભારત A એ શુક્રવારે મેન્સ ઇમર્જિંગ એશિયા કપ 2023ની સેમિફાઇનલમાં બાંગ્લાદેશ A ને 51 રને હરાવ્યું. મેચ દરમિયાન બાંગ્લાદેશના સ્ટાર બેટ્સમેન સૌમ્ય સરકારની ભારતીય ફાસ્ટ બોલર હર્ષિત રાણા સાથે ટક્કર થઈ હતી. મેદાન પર ઉગ્ર વાતચીતને કારણે વાતાવરણ ગરમ થઇ ગયું હતું, જેને યશ ધૂલ અને સાંઈ સુદર્શન દ્વારા શાંત કરવામાં આવ્યું હતું.

આ મામલો બાંગ્લાદેશની ઇનિંગ્સની 26મી ઓવરનો છે. યુવરાજ સિંહ ડોડિયાએ ઓવરના પહેલા બોલે ચોગ્ગો ફટકાર્યો હતો. બીજા બોલ પર સૌમ્ય સરકારે ફરી મોટો શોટ રમવાનો પ્રયાસ કર્યો પરંતુ નિકિન જોશે કેચ પકડી લીધો. જોશે ઝડપી બોલર હર્ષિત સાથે ઉજવણી કરવાનું શરૂ કર્યું, પરંતુ સૌમ્ય સરકારને આ ઉજવણી કરવાનું પસંદ આવ્યું નહિ.

સૌમ્ય સરકાર તેના આઉટ થવા પર ઘણો ગુસ્સે થયો હતો, અને ખેલાડીઓને આ રીતે ઉજવણી કરતા જોઈને ગુસ્સેથી લાલચોળ થઇ ગયો હતો. તેણે હર્ષિતને કંઈક કહ્યું, જેના પછી ઝડપી બોલરે કહ્યું કે, તે માત્ર ઉજવણી કરી રહ્યો હતો. ચર્ચા ઉગ્ર થવા લાગી હતી, અને બંને વચ્ચે શાબ્દિક યુદ્ધ ઉગ્ર બન્યું. આ દરમિયાન કેપ્ટન યશ ધુલે આવીને હર્ષિતને શાંત પાડ્યો જ્યારે સાઈ સુદર્શને સૌમ્યા સરકારને શાંત કરવાનો પ્રયાસ કર્યો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો હતો.

આ મેચમાં ટીમ ઈન્ડિયા તરફથી યશ ધુલે સિવાય અન્ય કોઈ બેટ્સમેન કંઈ ખાસ કરી શક્યો ન હતો. સાઈ સુદર્શન અને અભિષેક શર્માએ ટીમને શરૂઆત અપાવી પરંતુ સાથે મળીને મોટી ભાગીદારી કરી શક્યા નહીં. નિશાંત સિંધુ, નિકિન જોશ, ધ્રુવ જુરેલ અને રિયાન પરાગ જેવા ખેલાડીઓ સસ્તામાં આઉટ થયા હતા. એક સમયે ટીમ ઈન્ડિયાનો સ્કોર 137/7 હતો. પરંતુ ત્યાંથી, ધુલે, માનવ સુથાર અને રાજવર્ધન હંગરેકર સાથે મહત્વપૂર્ણ ભાગીદારી કરી ટીમના સ્કોરને 200થી વધુ સુધી પહોંચાડ્યો.

બાંગ્લાદેશે ભારતીય ટીમને બેટિંગ માટે આમંત્રણ આપ્યા બાદ 211 રનમાં આઉટ કરી દીધી હતી, જેમાં સુકાની ધુલે 85 બોલમાં 66 રનની અડધી સદી ફટકારી હતી. પરંતુ ભારતીય સ્પિનરોએ પિચનો ફાયદો ઉઠાવીને બાંગ્લાદેશ Aને માત્ર 160 રનમાં આઉટ કરીને આ મેચને જીતી લીધી હતી. ડાબોડી સ્પિનર નિશાંત સિંધુએ 20 રનમાં પાંચ વિકેટ લઈને બાંગ્લાદેશના પતનનો પ્રારંભ કર્યો હતો. અગાઉ, પાકિસ્તાન A એ પ્રથમ સેમિફાઇનલમાં શ્રીલંકા A ને 60 રનથી હરાવીને રવિવારે યોજાનારી ફાઇનલમાં જગ્યા બનાવી હતી.

બાંગ્લાદેશ A એ બેટથી ઇનિંગ્સની શાનદાર શરૂઆત કરી હતી અને ઓપનરોએ પ્રથમ વિકેટ માટે 70 રનની ભાગીદારી કરી હતી, પરંતુ તેમનો મિડલ ઓર્ડર સંપૂર્ણપણે નિષ્ફળ ગયો હતો. ત્યાર પછી ટીમ ઈન્ડિયાએ મેચમાં પરત ફરવાનો રસ્તો શોધી કાઢ્યો હતો. ભારતીય બોલરોને તક મળી અને બીજા હાફમાં શાનદાર બોલિંગ પ્રદર્શન કરીને સ્પર્ધામાં સારું પ્રદર્શન કર્યું હતું.

આ મેચની પ્રથમ ઈનિંગમાં બાંગ્લાદેશના બોલરો દ્વારા દરેક વિકેટ પછી ભારતીય બેટ્સમેનોને ઈશારા કરવામાં આવ્યા હતા અને જો કે, ટીમ ઈન્ડિયાએ પ્રથમ દાવમાં આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી ન હતી. પરંતુ મેચની બીજી ઇનિંગમાં યુવા ખેલાડીઓ પાછળ રહ્યા ન હતા અને બાંગ્લાદેશની વિકેટ પડ્યા બાદ ખૂબ જ સારી રીતે ઉજવણી કરતા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp