પાકિસ્તાન સામે 32 બોલમાં 10 રન બનાવનાર ગીલની ખામી વિશે ગંભીરે વાત કરી

PC: twitter.com

 

પાકિસ્તાની સામેની મેચમાં ભારતીય ઓપનર શુભમન ગીલ કંઇ ખાસ કરી નહોતો શક્યો. તેણે 32 બોલમાં ફક્ત 10 જ રન બનાવ્યા હતા અને પછી આઉટ થઈ ગયો હતો. તેના આ પ્રદર્શન પર ભારતીય ફેન્સ નારાજ થયા હતા અને તેની આકરી ટીકા કરી હતી. પાંચ ઓવરથી વધુ રમનાર શુભમન ગીલ ફક્ત એક જ ફોર ફટકારી શક્યો હતો. તેણે ડિફેન્સ પર વધુ ધ્યાન આપ્યું હતું અને શોટ્સ રમવાની કોશિશ જ નહોતી કરી.

ગીલના આ પ્રદર્શનથી ભારતીય ક્રિકેટ ફેન્સ જ નહીં, પરંતુ પૂર્વ ક્રિકેટર પણ નારાજ જોવા મળઅયા હતા. ગૌતમ ગંભીરે આ અંગે કહ્યું હતું કે, શુભમન ગીલના બેટ અને પેડ વચ્ચે ઘણો ગેપ હતો અને આ જ કારણે તે બોલ્ડ થઈ ગયો. ગંભીરે કહ્યું કે, શુભમન ગીલની અંદર ટેક્નિકની ઉણપ છે, પરંતુ મારું માનવું છે કે, તેને પોતાની નેચરલ ગેમ નહોતી રમી. બીજી બાજુ સતત વિકેટ્સ પડી રહી હતી અને ગીલે પાર્ટનરશીપ બનાવવાની કોશિશ કરી પરંતુ સામે છેડે પહેલા રોહિત પછી વિરાટ કોહલી અને પછી શ્રેયસ ઐયરે પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. ગીલ પોતાના બેટ અને પેડ વચ્ચે આટલું અંતર રાખે તો એક શ્રેષ્ઠ બોલર તમને એક્સ્પોઝ કરી દે છે. ગીલ માટે એ ખૂબ જ જરૂરી હતું કે, તે પોતાની નબળાઈ પર કામ કરે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપ 2023ની મેચ વરસાદના કારણે રદ્દ થઈ ગઈ. બંને ટીમોને 1-1 પોઈન્ટથી સંતુષ્ટ થવું પડ્યું. મેચ રદ્દ થયા બાદ ભારત અને પાકિસ્તાનના ખેલાડી એક-બીજા સાથે હસી મજાક કરતા નજરે પડ્યા. જેને જોઈને ગૌતમ ગંભીરનો ગુસ્સે સાતમા આસમાને પહોંચી ગયો હતો. તેમણે એક સ્પોર્ટ્સ ચેનલ પર વાત કરતા બંને ટીમોના ખેલાડીઓને સલાહ આપી નાખી અને કહ્યું કે, ‘મિત્રતા બહાર રહેવી જોઈએ, ભારતીય ટીમ 140 કરોડ લોકોનું પ્રતિનિધિત્વ કરી રહી છે અને તેમણે સ્ટેડિયમની અંદર મિત્રતાનું એવું પ્રદર્શન ન કરવું જોઈએ.’

તેમણે આગળ કહ્યું કે, એવી લાગણી અને મિત્રતાના બધા અભિનય મેદાન બહાર થવા જોઈએ. જ્યારે તમે નેશનલ ટીમ માટે મેદાનમાં રમો છો તો તમારે મિત્રતા સીમા બહાર છોડી દેવી જોઈએ. ફેસ ગેસ થવી જરૂરી છે. મિત્રતા બહાર રહેવી જોઈએ. બંને ટીમોના ખેલાડીઓની આંખોમાં મેદાન પર આક્રમકતા હોવી જોઈએ. તે 6 કે 7 કલાક બાદ તમે ક્રિકેટ બાદ જેટલા ઈચ્છો મિલનસાર થઈ શકો છો, પરંતુ આ કલાક ખૂબ મહત્ત્વપૂર્ણ છે કેમ કે તમે માત્ર પોતાનું પ્રતિનિધિત્વ કરી રહ્યા નથી. તમે એક અબજ કરતા વધુની વસ્તીવાળા દેશનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છો.

ગૌતમ ગંભીરે આગળ કહ્યું કે, હાલના દિવસોમાં તમે પ્રતિદ્વંદ્વી ટીમોના ખેલાડીઓને એક-બીજાની પીઠ થપથાપવાતા અને એક-બીજાને જોઈને જી હુજુરી કરતા જોઈ રહ્યા છો, પરંતુ થોડા વર્ષો અગાઉ તમે એવું ક્યારેય જોયું નહીં હોય. તમે ફ્રેન્ડલી મેચ રમી રહ્યા નથી, જ્યાં સુધી તમે મેદાન પર છો, ત્યાં સુધી તમારે એક-બીજા વિરુદ્ધ આક્રમક થવું પડશે. ગૌતમ ગંભીરે એ સિવાય ક્રિકેટમાં સ્લેજિંગને લઈને પણ વાત કહી. તેમણે કહ્યું કે, ખેલાડીઓ વચ્ચે સ્લેજિંગ સારી છે, તેને ક્યારેય પણ તેન વ્યક્તિગત ન લેવી જોઈએ.

તેમ આમતેમ કરી શકો છો, પરંતુ વ્યક્તિગત ન બનો, તમારે પોતાની સીમાની અંદર રહેવું પડશે. કોઈના પરિવારના સભ્યને સામેલ ન કરો કે અત્યધિક વ્યક્તિગત ન બનો. હસી-મજાક સારા છે, સ્લેજિંગ સારા છે. ગૌતમ ગંભીરે કામરાન અકમલને લઈને પણ વાત કરી કે મારી અને અકમલની મિત્રતા રહી છે. અમે મેદાન પર એક-બીજા વિરુદ્ધ આક્રમક બનીને રહેતા હતા, પરંતુ મેચ બાદ અમારી ખૂબ વાતો થતી હતી. અમે ખૂબ સારા મિત્ર છીએ. વાસ્તવમાં મેં તેને એક બેટ આપી અને તેણે પણ મને એક બેટ આપી. હું એક આખી સીઝન એ બેટથી રમ્યો, જે કામરાને મને આપી હતી. અમે હાલમાં જ એક કલાક સુધી એક-બીજા સાથે વાત કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp