ગંભીર સાથે સુરતમાં થયેલા ઝઘડા અંગે શ્રીસંતે જણાવ્યું કારણ, મને ફિક્સર કહ્યો...

PC: twitter.com

6 ડિસેમ્બરના રોજ સુરતના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં રમાયેલી લિજેન્ડ્સ લીગ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગૌતમ ગંભીર અને શ્રીસંત વચ્ચે ચકમક થઇ ગઈ હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયુવેગે પસરી ગયો હતો. આ વીડિયો વાયરલ થતા શ્રીસંતે શું થયું હતું, તે વિશે માહિતી આપી હતી. તેણે એક વીડિયો શેર કરીને કહ્યું હતું કે, મિસ્ટર ફાઇટર સાથે જે થયું તે વિશે સ્પષ્ટ કરવા માગું છું. તેઓ હંમેશાં કોઈ કારણ વગર પોતાના સાથી ખેલાડીઓ સાથે ઝઘડે છે. આજે પણ એવું જ થયું. મારી કોઈ ભૂલ નહોતી. હું એટલું કહેવા માગું છું કે, તેઓ મને લાઇવ ટેલિવિઝન પર પીચની વચ્ચે સતત ફિક્સર...ફિક્સર...ફિક્સર.. કહી રહ્યા હતા. હું હસી રહ્યો હતો અને તેમને કહ્યું કે તમે શું કહી રહ્યા છો. મેં એકપણ વાર ખરાબ કે અભદ્ર શબ્દોનો ઉપયોગ નથી કર્યો. હું ત્યાંથી દૂર હટી ગયો અને અમ્પાયર રોકી રહ્યા હતા, ત્યારે પણ ગંભીરે અમ્પાયરને પણ મારા માટે એ જ ભાષાનો ઉપયોગ કર્યો. વારંવાર તેઓ આ જ શબ્દનો ઉપયોગ કરી રહ્યા હતા,

હાલના દિવસોમાં લિજેન્ડ્સ ક્રિકેટ લીગ (LLC)નું આયોજન ભારતના ઘણા શહેરોમાં થઈ રહ્યું છે. તેમાં ક્રિકેટ જગતમાં પોતાની ધાક જમાવી ચૂકેલા ઘણા પૂર્વ ક્રિકેટર્સ હિસ્સો લઈ રહ્યા છે. આ દરમિયાન એક મેચ ગૌતમ ગંભીરની ઈન્ડિયા કેપિટલ્સ અને પાર્થિવ પટેલની ગુજરાત જાયન્ટ્સ વચ્ચે 6 ડિસેમ્બરે થઈ હતી. આ મેચ દરમિયાન ગૌતમ ગંભીર અને ગુજરાતની ટીમ તરફથી રમી રહેલા ભારતીય ટીમના પૂર્વ ફાસ્ટ બોલર એસ. શ્રીસંત વચ્ચે ઝઘડો થઈ ગયો.

આ મેચ બાદ શ્રીસંતે એક વીડિયો પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પરથી જાહેર કર્યો, જેમાં તેણે કહ્યું કે, ગૌતમ ગંભીરે કંઈક એવું કહ્યું જે તેમણે સીનિયર ખેલાડી તરીકે કહેવું જોઈતું નહોતું. શ્રીસંતે આ વીડિયોમાં ગૌતમ ગંભીરને ‘મિસ્ટર ફાઇટર’ કહ્યા. તેઓ એમ બોલતા પણ ન ચૂક્યા કે ગૌતમ ગંભીર બધા સાથે ઝઘડો કરતા રહે છે. ઉલ્લેખનીય છે કે લિજેન્ડ્સ લીગ ક્રિકેટમાં મેચ દરમિયાન ગૌતમ ગંભીર અને શ્રીસંત ઘણા સમય સુધી એક-બીજાને ઘૂરતા રહ્યા.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં ગુજરાત જાયન્ટ્સના ફાસ્ટ બોલર એસ. શ્રીસંતને છગ્ગો અને ચોગ્ગો લગાવ્યા બાદ ઈન્ડિયા કેપિટલ્સના ગૌતમ ગંભીરને ઘૂરતા જોઈ શકાય છે. લિજેન્ડ્સ લીગ ક્રિકેટ એલિમિનેટર મેચમાં ગૌતમ ગંભીરના 30 બૉલમાં 51 રનની મદદથી ઈન્ડિયા કેપિટલ્સે સીમિત 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 223 રન બનાવ્યા હતા. તો આ મેચમાં શ્રીસંતે 3 ઓવરમાં 35 રન આપીને 1 વિકેટ લીધી હતી. જવાબમાં ગુજરાત જાયન્ટ્સની ટીમ સીમિત 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 211 રન જ બનાવી શકી અને તે 12 રનથી હારી ગઈ.

મેચ બાદ શ્રીસંતે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો અપલોડ કર્યો, જેમાં તેણે ગૌતમ ગંભીર વિરુદ્ધ ખૂબ ગુસ્સો કાઢ્યો. શ્રીસંતે કહ્યું કે, ‘મિસ્ટર ફાઇટર (ગૌતમ ગંભીરનું નામ લીધા વિના સંબોધન) સાથે જે થયું, તેની બાબતે સ્પષ્ટતા કરવા માગું છું. તે હંમેશાં બધા કલીગ સાથે ઝઘડો કરતા રહે છે, એ પણ કોઈ કારણ વિના.. તેઓ વીરુભાઈ સહિત પોતાના ઘણા સીનિયર ખેલાડીઓનું પણ સન્માન કરતા નથી. આજે બિલકુલ એવું જ થયું. તેઓ વારંવાર ઉશ્કેરી રહ્યા હતા. તેઓ બસ મને કંઈ કંઈ કહેતા રહ્યા, જે ખૂબ અભદ્ર હતું, જેથી ગૌતમ ગંભીરે કહેવું જોઈતું નહોતું.’

 
 
 
View this post on Instagram

A post shared by SREE SANTH (@sreesanthnair36)

શ્રીસંતે કહ્યું કે ‘તે જલદી જ ગંભીર દ્વારા કહેલી વાતોને સાર્વજનિક કરશે. શ્રીસંતે પોતાના વીડિયોમાં આગળ કહ્યું કે, અહી મારી કોઈ ભૂલ નથી. હું પૂરી સ્થિતિ સ્પષ્ટ કરવા માગું છું. મિસ્ટર ગૌતીએ શું કર્યું છે. વહેલું-મોડું તમને ખબર પડી જશે. તેમણે જે શબ્દ ઉપયોગ કર્યા અને જે વાતો તેમણે ક્રિકેટ ફિલ્ડ પર લાઈવ કહી, એ અસ્વીકાર્ય છે. મારો પરિવાર, મારું રાજ્ય, દરેક ઘણું ઝીલી ચૂક્યા છે. મેં એ લડાઈ પોતાના બધા સમર્થનથી લડી. હવે લોકો કોઈ કારણ વિના મને નીચું દેખાડવા માગે છે. તેમણે એવી વાતો કહી જે તેમણે કહેવી જોઈતી નહોતી. હું તમને જરૂર કહીશ કે તેમણે શું કહ્યું હતું. ગૌતમ ગંભીરની IPL 2023 મેચ દરમિયાન વિરાટ કોહલી સાથે પણ બહેસ થઈ ગઈ હતી. એ મેચ લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે થઈ હતી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp