હું એ વાત પર જરાય ભરોસો નથી કરતો, ગંભીરે હાર્દિક સહિત તમામ ખેલાડીઓને આપ્યો સંદેશ
ગૌતમ ગંભીર આ મહિને શ્રીલંકાના પ્રવાસથી ભારતીય ટીમના હેડ કોચની જવાબદારી સંભાળવા જઇ રહ્યા છે. તેમણે હાલમાં જ ખેલાડીઓના બધા ફોર્મેટમાં રમવા પર ભાર આપ્યો છે. ગૌતમ ગંભીરનો ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) સાથે 31 ડિસેમ્બર 2027 સુધીનો કોન્ટ્રાક્ટ છે અને તેમનું પહેલું ચેલેન્જ આ મહિનાથી શરૂ થવા જઇ રહ્યું છે. ગૌતમ ગંભીરે સ્ટાર સ્પોર્ટ્સ સાથેના પોતાના હાલના ઇન્ટરવ્યૂમાં ખેલાડીઓના મેનેજમેન્ટ અને ફોર્મેટ સિલેક્શનને લઇને પોતાની વિચારધારા રજૂ કરી હતી.
ગૌતમ ગંભીરે કહ્યું કે, મારો એ વાતમાં ખૂબ જ ભરોસો છે કે જો તમે સારા છો તો તમારે બધા ફોર્મેટ રમવા જોઇએ. મારો ક્યારેય પણ ઇજા મેનેજમેન્ટમાં વધારે ભરોસો રહ્યો નથી. તમે ઇજાગ્રસ્ત થાવ છો તો તમારે તેનાથી બહાર આવવાનું હોય છે. તમે ઇન્ટરનેશનલ ક્રિકેટ રમી રહ્યા છો. જો તમે સારા છો અને જો તમે ટોપ ખેલાડીઓને પૂછશો તો તેઓ ત્રણેય ફોર્મેટ જ રમવા માગે છે. તો ગૌતમ ગંભીર વર્કલોડ મેનેજમેન્ટ પર સતત રમવા પર વિચારને મહત્ત્વ આપે છે.
ગૌતમ ગંભીરના વિચાર છે કે જો કોઇ ખેલાડી ઇજાગ્રસ્ત થાય છે તો તેણે તેનાથી બહાર આવીને વર્કલોડ મેનેજમેન્ટ સંચાલન માટે કોઇ એક ફોર્મેટને પસંદ કરવાની જગ્યાએ દરેક પ્રકારની ક્રિકેટ રમવી જોઇએ. તેમણે કહ્યું કે, ઇજા કોઇ પણ ખેલાડીના જીવનનો હિસ્સો છે. જો તમે ત્રણેય ફોર્મેટ રમી રહ્યા છો અને તમે ઇજાગ્રસ્ત થઇ જાવ છો તો પાછા જાવ, સારા થવાની પ્રક્રિયા પર કામ કરો, પરંતુ તમારે ત્રણેય ફોર્મેટ રમવા જોઇએ. હું એ વિચારનું બિલકુલ સમર્થન કરતો નથી કે તમે ખેલાડી વિશેષની ઓળખ કરો અને પછી તેને અલગ અલગ ફોર્મેટ માટે સુરક્ષિત રાખો.
ગંભીરે કહ્યું કે, આપણે ખેલાડી વિશે, તેની ઇજા, વર્કલોડ મેનેજમેન્ટ અને બાકી વાતોનું મેનેજમેન્ટ કરવા જાઇ રહ્યા છીએ. આ નિવેદનથી ગૌતમ ગંભીરે હાર્દિક પંડ્યા સહિત બાકી ખેલાડીઓને સ્પષ્ટ સંદેશ આપી દીધો છે કે હવે જૂની નીતિથી કામ નહીં ચાલે. હવે એવું નહીં ચાલે કે તમે જ્યારે ઇચ્છો, પોતાના હિસાબે ફોર્મેટ લો. ગૌતમ ગંભીરે એક પ્રકારે હાર્દિક પંડ્યાને સ્પષ્ટ સંદેશ આપી દીધો છે કે જો તમે ફિટ છો તો તમારે ટીમને ત્રણેય જ ફોર્મેટોમાં પોતાનું સર્વશ્રેષ્ઠ યોગદાન આપવું પડશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp