રોહિત-વિરાટનું ભવિષ્ય, હાર્દિકની ફિટનેસ, ગંભીરે આપ્યા આ 7 સવાલોના જવાબ

PC: sports.ndtv.com

ભારતીય ટીમે શ્રીલંકા વિરુદ્ધ તેની ધરતી પર 3 વન-ડે અને એટલી જ મેચોની T20 સીરિઝ રમવાની છે. શ્રીલંકા પ્રવાસ પર T20 સીરિઝમાં ભારતીય ટીમની કેપ્ટન્સી સૂર્યકુમાર યાદવને સોંપવામાં આવી છે. રોહિત શર્મા વન-ડે ટીમની કેપ્ટન્સી સંભાળશે. આ પ્રવાસ ભારતીય ટીમના પૂર્વ ઓપનર ગૌતમ ગંભીર માટે પણ ખૂબ ખાસ રહેવાનો છે. આ પ્રવાસ સાથે જ ગંભીર હેડ કોચ તરીકે પોતાના કાર્યકાળની શરૂઆત કરશે. શ્રીલંકા રવાના થવા અગાઉ ભારતીય ટીમના હેડ કોચ ગંભીરે મુંબઇમાં પ્રેસ કોન્ફરન્સ કરી.

ગંભીર સાથે ચીફ સિલેક્ટર અજીત અગરકર પણ ઉપસ્થિત હતા બંનેએ આ દરમિયાન ભારતીય ક્રિકેટ સાથે જોડાયેલા સવાલોના જવા આપ્યા. હાર્દિક પંડ્યા, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ જેવા સ્ટાર ખેલાડીઓને લઇને સવાલ પૂછવામાં આવ્યા, જેનો આ બંનેએ સારી રીતે જવાબ આપ્યો. આવો જાણીએ આ પ્રેસ કોન્ફરન્સથી નીકળેલી 7 મોટી વસ્તુઓ મામલે.

રોહિત અને વિરાટ રમશે 2027નો વર્લ્ડ કપ?

ગંભીરે કહ્યું કે, વિરાટ-રોહિત જો ફિટનેસ બનાવી રાખે છે તો બંને 2027નો વન-ડે વર્લ્ડ કપ પણ રમી શકે છે. ગંભીર કહે છે કે હું સમજુ છું કે તેમણે દેખાડી દીધું કે તેઓ મોટા મંચ પર શું કરી શકે છે. પછી તે T20 વર્લ્ડ કપ હોય કે વન-ડે વર્લ્ડ કપ આ બંને ખેલાડીઓમાં અત્યારે પણ ઘણી ક્રિકેટ બચી છે. ચેમ્પિયન્સ ટ્રોફી આવી રહી છે. ઓસ્ટ્રેલિયામાં એક મોટી ટેસ્ટ સીરિઝ આવી રહી છે. તેઓ ચેમ્પિયન્સ ટ્રોફીથી પ્રેરિત થશે અને જો તેઓ પોતાની ફિટનેસ બનાવી રાખે છે તો તેઓ 2027નો વર્લ્ડ કપ રમી શકે છે.

જાડેજાને કેમ ડ્રોપ કરાયો?

રવીન્દ્ર જાડેજાને શ્રીલંકા વિરુદ્ધ વન-ડે સીરિઝ માટે જગ્યા મળી નથી. તેને લઇને અગરકરે કહ્યું કે, મને લાગે છે જ્યારે અમે ટીમની જાહેરાત કરી હતી, ત્યારે અમારે સ્પષ્ટ કરી દેવું જોઇતું હતું. અક્ષર અને જાડેજા બંનેને પસંદ કરવાનો કોઇ અર્થ નહોતો. કોઇ એકને આમ પણ બેંચ પર બેસાડવામાં આવતો. જાડેજાને બહાર કરવામાં આવ્યો નથી, પરંતુ આરામ આપવામાં આવ્યો છે, આગળ ઘણી ટેસ્ટ સીરિઝ આવવાની છે અને તે તેમાંથી મોટા ભાગની રમશે.

ગિલ ત્રણેય ફોર્મેટનો ખેલાડી છે?

શુભમન ગિલને શ્રીલંકા વિરુદ્ધ વન-ડે અને T20 સીરિઝ માટે ભારતીય ટીમનો ઉપકેપ્ટન બનાવવામાં આવ્યો છે. ચીફ સિલેક્ટર અગરકરે તેને લઇને કહ્યું કે, ગિલ ત્રણેય ફોર્મેટનો ખેલાડી છે. શુભમન ગિલ અમને ત્રણેય ફોર્મેટનો ખેલાડી લાગે છે. છેલ્લા એક વર્ષમાં તેણે ઘણી વિશેષતાઓ દેખાડી છે. આ જ અમે ડ્રેસિંગ રૂમમાં સાંભળીએ છીએ. તેનામાં નેતૃત્વ કરવાની ક્ષમતા છે. અમે તેને અનુભવ આપવામાં માગીએ છીએ.

હાર્દિક કેમ ન બન્યો કેપ્ટન અને તેની ફિટનેસ?

હાર્દિક પંડ્યાને T20 ટીમનો કેપ્ટન બનાવ્યો નથી. સાથે તેની પાસેથી ઉપકેપ્ટન્સી પણ છીનવી લેવામાં આવી. આ આખા મામલે અગરકરે કહ્યું કે, સૂર્યકુમાર યાદવને એટલે કેપ્ટન બનાવવામાં આવ્યો કેમ કે તે યોગ્ય ઉમેદવારોમાંથી એક છે. તે સર્વશ્રેષ્ઠ T20 બેટ્સમેનોમાંથી એક છે. તમે એવો કેપ્ટન ઇચ્છો છો જે બધી મેચ રમે છે. હાર્દિક પંડ્યાની ફિટનેસ તેના માટે એક પડકાર રહ્યો છે. હાર્દિક ખૂબ મહત્ત્વનો ખેલાડી છે, પરંતુ તેની ફિટનેસ ચિંતાનો વિષય છે. અગરકર કહે છે કે સિલેક્ટર્સ/કોચ માટે તેને દરેક મેચ રમાવડવો મુશ્કેલ થઇ જાય છે. અમે એવો કેપ્ટન ઇચ્છતા હતા જે બધી મેચ માટે ઉપલબ્ધ હોય. સૂર્યમાં સફળ થવા માટે બધા આવશ્યક ગુણ છે. અમને એવું પણ લાગે છે કે હાર્દિકને સારી રીત મેનેજ કરી શકીએ છીએ. આપણે વર્લ્ડ કપ દરમિયાન જોયું કે તે બેટ અને બૉલથી શું કરી શકે છે. અમે તેની સાથે વાત કરી છે.

મોહમ્મદ શમીની ક્યારે થશે વાપસી?

ફાસ્ટ બોલર મોહમ્મદ શમી ઘણા સમયથી ક્રિકેટિંગ એક્શનથી દૂર છે. અગરકરે કહ્યું કે, શમીએ નેટ પર બોલિંગ કરવાની શરૂઆત કરી દીધી છે અને તે સપ્ટેમ્બરમાં બાંગ્લાદેશ વિરુદ્ધ ટેસ્ટ સીરિઝ માટે ઉપલબ્ધ થઇ શકે છે. તેણે બોલિંગ કરવાની શરૂઆત કરી દીધી છે. પહેલી ટેસ્ટ 19 સપ્ટેમ્બરે છે. હંમેશાં એ જ લક્ષ્ય રહ્યું છે કે તે ત્યાં સુધી કમબેક કરી લે. શું તે બાંગ્લાદેશ સીરિઝ માટે ટીમમાં વાપસી કરી શકશે, તેના માટે મારે NCAના લોકો સાથે વાત કરવી પડશે.

ઋતુરાજ અને અભિષેક કેમ થયા આઉટ?

શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય સિલેક્ટર્સે કેટલાક હેરાન કરનાર નિર્ણય લીધા છે. અભિષેક શર્મા અને ઋતુરાજ ગાયકવાડ બંનેને જ ટીમમાં જગ્યા મળી નથી. તેને લઇને અગરકરે કહ્યું કે, ઝીમ્બાબ્વે સીરિઝમાં અમારી પાસે તેમાંથી કેટલાક ખેલાડીઓને અવસર આપવાનો ચાંસ હતો જે સારો રહ્યો. જો કાલે રમનાર ખેલાડીઓનું ફોર્મ ખરાબ થાય છે કે ઇજાગ્રસ્ત થાય છે તો અમારી પાસે પૂરતી ઊંડાઇ છે. રિન્કુ કોઇ ભૂલ વિના વર્લ્ડ કપથી બહાર થઇ ગયો. આ એક ઉદાહરણ છે. વર્લ્ડ કપ અગાઉ T20માં તેનું શાનદાર પ્રદર્શન રહ્યું, પરંતુ ક્યારેક ક્યારેક એમ પણ થાય છે. દુર્ભાગ્યથી અમારા માટે પણ, બધાને 15 ખેલાડીઓમાં ફિટ કરવા મુશ્કેલ છે.

ગંભીર સાથે વિરાટના સંબંધ કેવા?

ગંભીર અને કોહલી સારા મિત્ર રહ્યા નથી અને તે IPLના બંને વચ્ચે ઘણી વખત ટકરાવથી સ્પષ્ટ છે. જો કે, હવે આ જોડી શ્રીલંકન પ્રવાસથી એક સાથે કામ કરશે,. ગંભીરે કહ્યું કે, સ્ટાર બેટ્સમેન વિરાટ સાથે તેમનો બહુચર્ચિત સંબંધ છે અને એ TRP માટે નથી. અમે ખૂબ ચર્ચા કરી છે અને દરેક પાસે પોતાની જર્સી માટે લડવાનો અધિકાર છે. અમારી વચ્ચે ખૂબ સારા સંબંધ છે, તે એક વિશ્વ સ્તરીય એથલીટ છે અને અમારા મનમાં એક બીજા માટે ખૂબ સન્માન છે. અમારી પાસે ચેટ અને મેસેજ છે અને અમારું ધ્યાન 140 કરોડ ભારતીયોને ગૌરવાન્વિત કરવા પર છે.

ભારતીય ટીમના શ્રીલંકા પ્રવાસની શરૂઆત 27 જુલાઇથી થશે. પહેલા ભારત અને શ્રીલંકા વચ્ચે 3 મેચોની T20 સીરિઝ રમાશે. પહેલી T20 27, બીજી T20 28 અને છેલ્લી T20 મેચ 30 જુલાઇએ રમાશે. આ બધી મેચ પલ્લેકલમાં ભારતીય સમયાનુસાર સાંજે 7:00 વાગ્યે થશે. પછી બંને ટીમો વચ્ચે એટલી જ મેચોની વન-ડે સીરિઝ થશે. પહેલી મેચ 2 ઓગસ્ટે થશે, પછી 4 અને 7 ઓગસ્ટે બાકી મેચ વન-ડે મેચ હશે. 3 વન-ડે મેચ કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં ભારતીય સમયાનુસાર બપોરે 2:30 વાગ્યાથી થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp