‘હું ક્રિકેટર છું, વિદૂષક નથી..’, ગંભીરે અશ્વિનને એમ શા માટે કહ્યું?

PC: firstpost.com

ભારતીય ટીમના પૂર્વ ઓપનર ગૌતમ ગંભીરની છબી એક આક્રમક ખેલાડી તરીકેની રહી છે. ગૌતમ ગંભીર મેદાનની અંદર કે બહાર હંમેશાં ગંભીર રહ્યા છે. જો કે, તેના માટે તેમને નિંદાનો પણ સામનો કરવો પડ્યો છે, પરંતુ તેમનું કહેવું છે કે તેઓ જેવા છે તેવા જ આજીવન રહેશે. ગૌતમ ગંભીરે અશ્વિન સાથે વાતચીત કરતા કહ્યું કે, લોકો મેદાન પર ટીમને જીતતા જોવા આવે છે. બાકી વસ્તુથી તેમને કોઈ ફરક પડતો નથી.

ગૌતમ ગંભીર આ સમયે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ના મેન્ટર છે. તેમના માર્ગદર્શનમાં કોલકાતાએ પ્લેઓફ માટે ક્વાલિફાઈ કરી લીધું છે. ગૌતમ ગંભીરે આર. અશ્વિનને કહ્યું કે, આ વલણમાં કંઇ પણ ખોટું નથી. ફેન્સ તેમને હસતા જોવા માટે આવતા નથી, પરંતુ ક્રિકેટના મેદાન પર જીત હાંસલ કરતા જોવા આવે છે. ગૌતમ ગંભીરે અશ્વિનની યુટ્યુબ ચેનલ ‘કુટ્ટી સ્ટોરીઝ વિથ એશ’ પર કહ્યું કે, ‘ક્યારેક ક્યારેક લોકો કહે છે કે તેઓ હસતા નથી.

તેઓ હંમેશાં પ્રખર રહે છે. લોકો મને હસતા જોવા માટે આવતા નથી. લોકો માને જીતતા જોવા માટે આવે છે. આપણે લોકો આ પ્રકારના વ્યવસાયમાં છીએ. હું તેમ કંઇ નહીં કરી શકું. ગંભીર પોતાની કેપ્ટન્સીમાં કોલકાતાને 2 વખત ચેમ્પિયન બનાવી ચૂક્યા છે. કોલકાતા ગંભીરની આગેવાનીમાં વર્ષ 2012 અને વર્ષ 2014માં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ટ્રોફી જીતી ચૂકી છે. તેમનું કહેવું છે કે તેઓ કોઈ એક્ટર નથી, જે લોકોનું મનોરંજન કરે.

ગૌતમ ગંભીરે કહ્યું કે, હું કોઈ મનોરંજનકર્તા નથી. હું કોઈ બોલિવુડ એક્ટર નથી અને ન તો હું કોઈ કોર્પોરેટમાં છું. હું એક ક્રિકેટર છું અને પરફોર્મિંગ આર્ટમાં છું. મારું કામ જીતીને ડ્રેસિંગ રૂમમાં ફરવાનું છે. હેપ્પી ડ્રેસિંગ રૂમ જ વિનિંગ ડ્રેસિંગ રૂમ છે. મને તેનો પૂરો હક છે કે હું પોતાના સાથીઓ માટે ફાઇટ કરું. એ મારો અધિકાર છે કે રમતની ગરિમા બનાવી રાખતા વિરોધી ટીમને હરાવવાનો પ્રયાસ કરું. મેં એ જ શીખ્યું છે. જો હું ક્રિકેટ સાથે જોડાયેલો રહ્યો, તો જિંદગીના અંતિમ દિવસ સુધી એવું જ કરીશ. તેમાં કંઇ ખોટું નથી.

ગૌતમ ગંભીર જ્યારે ઇન્ટરનેશનલ ક્રિકેટ રમતા હતા ત્યારે મેદાન પર ઘણા પણ ખેલાડીઓ સાથે તેમની નોંકઝોક થઈ છે. IPL 2023ની ગત સીઝનમાં ગૌતમ ગંભીરનો વિરાટ કોહલી સાથે પણ વિવાદ થયો હતો. જો કે હવે બંને સાથે આવી ચૂક્યા છે. ગંભીર ભારતીય ટીમના હેડ કોચ પણ બની શકે છે. BCCIએ હાલમાં જ ગંભીર સાથે ભારતીય ટીમના હેડ કોચ બનવા માટે તેમની ઈચ્છા જાણવા માટે સંપર્ક કર્યો હતો, પરંતુ અત્યાર સુધી આ બાબતે ન તો ગંભીર તરફથી અને ન તો BCCI તરફથી સત્તાવાર નિવેદન આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp