ફેરવેલ મેચમાં ગંભીરે મારી સદી, ખેલાડીઓએ આપ્યું ગાર્ડ ઓફ ઓનર

PC: indiatimes.com

ગૌતમ ગંભીરે રણજી ટ્રોફીમાં રમાઈ રહેલી ગ્રુપ-Bની મેચમાં આંધ્ર પ્રદેશ વિરુદ્ધ સદી મારી છે. ગંભીરના પ્રોફેશનલ ક્રિકેટની આ અંતિમ મેચ છે અને આ મેચમાં તેણે એક શાનદાર સદી મારીને માત્ર પોતાના માટે જ નહીં, પરંતુ ફેન્સ માટે પણ આ મેચને યાદગાર બનાવી દીધી છે. ગંભીરે થોડા દિવસો પહેલા જ ક્રિકેટના દરેક ફોર્મેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી.

ગંભીર પોતાની અંતિમ મેચ અને ઘરેલૂ મેદાન ફિરોઝશાહ કોટલામાં રમી રહ્યો છે. પોતાની અંતિમ મેચમાં ઘરેલૂ દર્શકોની સામે તે 112 રનની ઈનિંગ રમ્યો. આ ઈનિંગ દરમિયાન ગૌતમે 10 ચોગ્ગા માર્યા હતા. ગંભીર જ્યારે 112 રન પર રમી રહ્યો હતો, ત્યારે શોએબ મોહમ્મદ ખાનની બોલ પર ગંભીર એક શોટ રમવા ગયો અને શ્રીકર ભરતના હાથે કેચ આઉટ થઈ ગયો હતો. તે સાથે જ ગંભીરની 112 રનની ઈંનિંગ પૂરી થઈ ગઈ.

દરમિયાન આંધ્ર પ્રદેશના ખેલાડીઓએ ગંભીર બેટિંગ માટે ઉતરી રહ્યો હતો, ત્યારે મેદાન પર ગાર્ડ ઓફ ઓનર આપ્યુ હતુ. ગંભીર જ્યારે દિલ્હી માટે બેટિંગ કરવા ઉતરી રહ્યો હતો, ત્યારે મેદાન પર ઊભા રહીને ખેલાડીઓએ તેને ગાર્ડ ઓફ ઓનર આપ્યુ હતુ.

ગૌતમ ગંભીર સાથે ફોટો ક્લિક કરાવવાનો તેમજ સેલ્ફી લેવાનો ક્રેઝ તેના ફેન્સમાં જોવા મળ્યો હતો. બીજા દિવસે તે જ્યારે બેટિંગ કરી રહ્યો હતો, ત્યારે એક ફેન તેની સાથે સેલ્ફી લેવા માટે ક્રીઝ સુધી પહોંચી ગયો હતો. તો કેટલાક ફેન્સ તેની સાથે સેલ્ફી લેતી વખતે ભાવુક થઈ ગયા હતા. ગૌતમ ગંભીરની ફેરવેલ મેચમાં તેને બેટિંગ કરતો જોવા માટે તેના ફેન્સ ફિરોઝશાહ કોટલા સ્ટેડિયમ પહોંચ્યા હતા. છેલ્લી ઈનિંગમાં ગૌતમનો ઉત્સાહ વધારવા માટે તેની પત્ની અને બંને દીકરાઓ પણ મેદાન પર આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp