ગૌતમ ગંભીર અગાઉ VVS લક્ષ્મણ બનશે ભારતીય ટીમના હેડ કોચ? રિપોર્ટમાં મોટો ખુલાસો
ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચને લઈને હાલના દિવસોમાં ચર્ચા છે. ભારતીય ટીમ આ દિવસોમાં T20 વર્લ્ડ કપ રમી રહી છે. આ વર્લ્ડ કપ બાદ ટીમના હાલના હેડ કોચ રાહુલ દ્રવિડનો કાર્યકાળ સમાપ્ત થઈ જશે. રાહુલ દ્રવિડ બાદ કોણ ભારતીય ટીમના કોચ બનશે? એ વાતને લઈને અત્યારે કોઈ સત્તાવાર જાણકારી સામે આવી નથી, પરંતુ મીડિયા રિપોર્ટ્સ મુજબ, ગૌતમ ગંભીરને હેડ કોચ બનવાનું નક્કી છે, પરંતુ હવે સામે આવેલી જાણકારી ચોંકાવી દેનારી છે, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે ગૌતમ ગંભીર પહેલા VVS લક્ષ્મણ ભારતીય ટીમના હેડ કોચ બનશે.
ભારતીય ટીમ T20 વર્લ્ડ કપ 2024 બાદ 5 મેચોની T20 સીરિઝ માટે ઝિમ્બાબ્વેનો પ્રવાસ કરશે. ન્યૂઝ એજન્સી PTI મુજબ, આ દરમિયાન ભારતીય ટીમ સાથે નેશનલ ક્રિકેટ અકાદમીના ચીફ VVS લક્ષ્મણ જઇ શકે છે. જો ગૌતમ ગંભીર ભારતીય ટીમના કોચ બને છે તો તેઓ ઝીમ્બાબ્વેના પ્રવાસ પર ભારતીય ટીમ સાથે નહીં જાય. જો કે, અત્યારે તેની બાબતે કોઈ સત્તાવાર જાણકરી સામે આવી નથી. BCCIના એક અધિકારીએ જણાવ્યું કે, આ વાતની સંભાવના છે કે VVS લક્ષ્મણ NCAના કેટલાક લોકો કોચ સાથે ઝીમ્બાબ્વે જશે.
જ્યારે પણ રાહુલ દ્રવિડ અને પહેલી ટીમના કોચે પોતાના કાર્યકાળ દરમિયાન બ્રેક લીધો, તો હંમેશાં લક્ષ્મણ અને તેમની ટીમ હંમેશાં આગળ આવી. જો ગૌતમ ગંભીર મેન ઇન બ્લૂના હેડ કોચ બને છે તો તેઓ શ્રીલંકા પ્રવાસથી ભારતીય ટીમ સાથે જોડાઈ શકે છે. ઝીમ્બાબ્વે પ્રવાસ બાદ ભારતીય ટીમ 3 મેચોની T20 અને 3 મેચોની વન-ડે સીરિઝ માટે શ્રીલંકાનો પ્રવાસ કરશે. હવે જોવાનું રસપ્રદ રહેશે કે આ પ્રવાસ પર ભારતીય ટીમના હેડ કોચના રૂપમાં નજરે પડ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp