ગૌતમ ગંભીરે જણાવ્યું- કોલકાતાએ મિચેલ સ્ટાર્ક પાછળ કેમ કરોડો રૂપિયાનો કર્યો ખર્ચ

PC: BCCI

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)નું મિની ઓક્શન દુબઈમાં થઈ ગયું. ઓક્શનના શરૂઆતી એક કલાકમાં ઓસ્ટ્રેલિયન ખેલાડી પેટ કમિન્સ અને મિચેલ સ્ટાર્ક છવાઈ ગયા. આ બે નામોને જેટલા પૈસા મળ્યા, કોઈ બીજા પર કોઈ ટીમ એટલી મહેરબાન ન થઈ. પેટ કમિન્સ પર 20.75 કરોડ રૂપિયા સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)એ ખર્ચ કર્યા. કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)એ પોતાની તિજોરી ખોલીને પૈસા લૂંટાવી નાખ્યા મિચેલ સ્ટાર્ક પર. 2 કરોડની બેઝ પ્રાઇઝવાળા મિચેલ સ્ટાર્કને કોલકતાએ 24.75 કરોડ રૂપિયા આપીને પોતાની ટીમમાં સામેલ કર્યો. જેથી સ્ટાર્ક IPL ઇતિહાસમાં ઓક્શનમાં ખરીદાનાર સૌથી મોંઘો ખેલાડી બન્યો.

હવે સ્ટાર્કની ખરીદી પર કોલકાતા નાઇટ રાઇડર્સના મેન્ટર ગૌતમ ગંભીરનું નિવેદન આવ્યું છે. તેમણે જણાવ્યું કે સ્ટાર્કને આટલી મોટી રકમમાં કેમ ખરીદ્યો? તેમાં એવું શું દેખાયું. ગંભીરે સ્ટાર્કને લઈને કહ્યું કે, ‘એ વાતમાં કોઈ શંકા નથી કે તે એક્સ ફેક્ટર છે. તે એક એવો બોલર છે જે નવા બૉલથી બોલિંગ કરી શકે છે અને ડેથ ઓવર્સમાં પણ કમાલ કરે છે. સ્ટાર્કને લઈને સૌથી મહત્ત્વની વાત તો એ છે કે તે બોલિંગ આક્રમણનું નેતૃત્વ કરી શકે છે. સ્ટાર્કનું ટીમમાં હોવું અમારા ઘરેલુ બોલરો માટે પણ ખૂબ ફાયદાકારક હશે કેમ કે અમારા બાકી બોલર પણ ખૂબ પ્રતિભાશાળી છે. મેં જે પણ બતાવ્યું, સ્ટાર્ક આ બધી ભૂમિકામાં ખરો ઉતરશે.’

હાલમાં જ કોલકાતા નાઇટ રાઇડર્સના મેન્ટર ગૌતમ ગંભીરે કહ્યું હતું કે, કોલકાતા નાઈટ રાઈડર્સની બોલિંગમાં હવે સ્ટાર્ક આવવાથી ઘણા વિકલ્પ થઈ ગયા છે. મુજીબ ઉર રહમાન, ગસ એટકિન્સન, સુનિલ નરીન, વરુણ ચક્રવર્તી, હર્ષિત રાણા અને સુયશ શર્મા સાથે સાથે ચેતન સકારિયા પણ આવી ગયો છે. ગૌતમ ગંભીરના જણાવ્યું મુજબ, તેનાથી કોલકાતાને મોટો ફાયદો મળી શકે છે કેમ કે આ ખેલાડીઓને અલગ અલગ મેદાનો પર ડિફરેન્ટ કોમ્બિનેશન હેઠળ મેદાનમાં ઉતારી શકાય છે.

કોલકાતા નાઈટ રાઈડર્સની IPL 2024ની ટીમ:

શ્રેયસ ઐય્યર (કેપ્ટન), નીતિશ રાણા (ઉપકેપ્ટન), રિંકુ સિંહ, રહમાન્નુલ્લાહ ગુરબાજ, જેસન રૉય, મિચેલ સ્ટાર્ક, શેરફેન રદરફોર્ડ, મનીષ પાંડે, સુનિલ નરીન, સુયશ શર્મા, અનુકૂલ રૉય, આંગક્રૃષ રઘુવંશી, રમનદીપ સિંહ, હર્ષિત રાણા, મુજીબ ઉર રહમાન, ગસ એટકિન્સન, ચેતન સાકરિયા, વૈભવ અરોડા, વરુણ ચક્રવર્તી, શાકીબ અલ હસન, કે.એસ. ભરત, આન્દ્રે રસેલ, વેંકટેશ ઐય્યર. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp