BCCIએ ગૌતમ ગંભીરની બોલિંગ કોચ બાદ ફિલ્ડિંગ કોચની માગ પણ ઠુકરાવી
ગૌતમ ગંભીર ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ બની ચૂક્યા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ગયા મંગળવારે ગૌતમ ગંભીરં હેડ કોચ બનવાની જાહેરાત કરવા આવી હતી. રાહુલ દ્રવિડનો કાર્યકાળ સમાપ્ત થયા બાદ ગૌતમ ગંભીરને હેડ કોચની જવાબદારી સોંપવામાં આવી હતી. રાહુલ દ્રવિડ સાથે સાથે તેમના પોતાના સપોર્ટ સ્ટાફ એટલે કે બેટિંગ કોચ વિક્રમ રાઠોડ, બોલિંગ કોચ પારસ મ્હામ્બ્રે અને ફિલ્ડિંગ કોચ ટી દીલિપનો કાર્યકાળ પણ સમાપ્ત થઈ ગયો હતો.
જો કે, મીડિયા રિપોર્ટ્સ મુજબ, ટી દીલિપ ફિલ્ડિંગ કોચ બન્યા રહી શકે છે. બાકી બેટિંગ અને બોલિંગ કોચનું બદલાવું નક્કી છે. આમ તો BCCIના હેડ કોચને પોતાના સપોર્ટ સ્ટાફને પસંદ કરવાનો અધિકાર આપે છે, પરંતુ ગૌતમ ગંભીર સાથે એમ થતું નજરે પડી રહ્યું નથી. પહેલા ગૌતમ ગંભીર વિનય કુમારને બોલિંગ કોચ બનાવવા માગતા હતા, જેના પર BCCIએ કોઈ ઉત્સુકતા ન દેખાડી. હવે એક અંગ્રેજી અખબારના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે BCCIએ ગૌતમ ગંભીરની ફિલ્ડિંગ કોચની ડિમાન્ડ પણ નકારી દીધી છે.
ગૌતમ ગંભીર દક્ષિણ આફ્રિકાના પૂર્વ દિગ્ગજ જોન્ટી રોડ્સને ફિલ્ડિંગ કોચ બનાવવા માગતા હતા. જો કે, BCCI સપોર્ટ સ્ટાફમાં વિદેશી કોચને સામેલ કરવા માગતી નથી. છેલ્લા કેટલાક વર્ષોથી BCCI દેશી કોચ સાથે કામ કરી રહી છે. રિપોર્ટ્સમાં સોર્સે જણાવ્યું કે, જોન્ટી રોડ્સના નામને લઈને ચર્ચા થઈ હતી, પરંતુ બોર્ડે નક્કી કર્યું કે બધા સપોર્ટ સ્ટાફના મેમ્બર ભારતીય હશે. તેનાથી ફરી એક વખત ટી દીલિપ માટેના દરવાજા ખૂલી જાય છે.
તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન શાનદાર કામ કર્યું હતું. ગત કોચિંગ સ્ટાફના મેમ્બરનો કાર્યકાળ આગામી હેડ કોચના કાર્યકાળમાં કામ કરવાની કોઈ નવી વાત નથી. બેટિંગ કોચ તરીકે વિક્રમ રાઠોડે વર્ષ 2019 વન-ડે વર્લ્ડ કપ બાદ રવિ શાસ્ત્રીના હેડ કોચ રહેતા સામેલ થયe હતા અને પછી રાહુલ દ્રવિડના હેડ કોચ બન્યા બાદ પણ તેઓ બેટિંગ કોચ બન્યા રહ્યા. ભારતીય ટીમના હેડ કોચના રૂપમાં ગૌતમ ગંભીરનો કાર્યકાળ ઔપચારિક રૂપે 27 જુલાઈથી શરૂ થશે. આ દિવસે ભારત અને શ્રીલંકાની ટીમો વચ્ચે T20 મેચ થવાની છે. શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત થવાની બાકી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp