ગાવસ્કરે BCCIને આપ્યા ઘણા સૂચનો, જો તે સ્વીકારાયા, તો ખેલાડીઓ રણજી રમવા દોડશે

PC: hindnow.com

ભૂતપૂર્વ સુકાની અને દિગ્ગજ બેટ્સમેન સુનીલ ગાવસ્કરે BCCI પાસે સ્થાનિક ક્રિકેટરો, ખાસ કરીને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમનારાઓને આપવામાં આવતી રકમ ત્રણ ગણી કરવાની માંગ કરી છે. BCCI દ્વારા ટેસ્ટ ક્રિકેટરો માટે કરવામાં આવેલી તાજેતરની જાહેરાતને આવકારતા તેણે કહ્યું, 'BCCI જે ખેલાડીઓ રમે છે તેમને ઈનામ આપે તે ખૂબ જ સારું છે, પરંતુ હું BCCIને એ પણ વિનંતી કરીશ કે, તે ખેલાડીઓને ટેસ્ટ ટીમ માટે ખેલાડીઓ તૈયાર કરતી રણજી ટ્રોફીને પણ ધ્યાનમાં રાખવી જોઈએ.'

ટેસ્ટમાં 10 હજાર રન બનાવનાર પ્રથમ બેટ્સમેન સુનીલ ગાવસ્કરે કહ્યું, 'જો રણજી ટ્રોફીની ફી બમણી અથવા ત્રણ ગણી કરવામાં આવે તો, ચોક્કસપણે વધુને વધુ લોકો રણજી ટ્રોફી રમશે અને ઓછા ખેલાડીઓ રણજી ટ્રોફીમાંથી બહાર થશે. કારણ કે, જો રણજી ટ્રોફીની મેચ ફી સારી હશે, તો ઓછા ખેલાડીઓ અલગ અલગ કારણોસર બહાર રહેશે.'

તેમણે રાહુલ દ્રવિડના એ વિચારને પણ સમર્થન આપ્યું હતું કે, BCCIની જાહેરાતને લાલ બોલની ક્રિકેટ રમવાના ઈનામને બદલે સન્માન તરીકે જોવામાં આવે. તેમણે કહ્યું કે, જો રણજી ખેલાડીઓને યોગ્ય વળતર આપવામાં આવે, તો તાજેતરમાં જ જેટલા ખેલાડીઓ રણજી મેચ રમ્યા વગર બહાર થયા છે, તેટલા ખેલાડીઓ બહાર નહીં હોય, ખાસ કરીને ઇશાન કિશન જેવા ખેલાડીઓ. તેમણે કહ્યું, 'મને લાગે છે કે, ધર્મશાલામાં જાહેરાત સમયે રાહુલ દ્રવિડે જે કહ્યું હતું તે સાચું છે. તેણે તેને પુરસ્કારને બદલે સન્માન તરીકે જોવાનું પસંદ કર્યું. દરેક વ્યક્તિ સ્લેબ સિસ્ટમ સાથે રમવા માંગે છે, તેમને દરેક 10 ફર્સ્ટ-ક્લાસ મેચો પછી આટલું વધારે મળશે. તેથી, હું BCCIને આ બાબત પર પણ ધ્યાન આપવા માટે વિનંતી કરીશ.'

સુનિલ ગાવસ્કરે રણજી મેચો વચ્ચે લાબું અંતર રાખવાના વિચારને પણ સમર્થન આપ્યું હતું, જેની ઘણી ટીમોના ખેલાડીઓ માંગ કરી રહ્યા છે. તેમણે કહ્યું, 'ત્રણ દિવસના અંતરમાં, એક દિવસ મુસાફરીમાં પસાર થઇ જાય છે. આવી સ્થિતિમાં, થયેલી ઈજામાંથી બહાર આવવા માટે ફિઝિયોને મળવા અને તેમની મદદ લેવાનો સમય રહેતો નથી. તેથી, કદાચ થોડો લાંબો ગેપ હોવો જોઈએ, જેથી ખેલાડીને ફિટ થવા માટે પૂરતો સમય મળે.'

તેમણે સૂચવ્યું કે, રણજી સિઝન ઓક્ટોબરમાં શરૂ થાય અને ડિસેમ્બરના મધ્ય સુધી ચાલે. તેમણે આગળ કહ્યું, મારો અભિપ્રાય છે કે, રણજી ટ્રોફી ઓક્ટોબરથી મધ્ય ડિસેમ્બર સુધી યોજવી જોઈએ અને પછી સફેદ બોલની સ્પર્ધાઓ યોજવી જોઈએ. આ રીતે, ભારતીય ટીમ સિવાયના તમામ ખેલાડીઓ રમવા માટે ઉપલબ્ધ રહેશે. બહાર રહેવા માટે કોઈની પાસે બહાનું રહેશે નહીં. જો જાન્યુઆરીથી લિસ્ટ A મેચ થશે, તો IPLમાં રમી રહેલા ખેલાડીઓને ફાયદો થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp