ગાવસ્કરે બૂમરાહના આરામ કરવા પર ઉઠાવ્યા સવાલ, બોલ્યા-23 ઓવર બોલિંગ કરવાથી..

PC: hindustantimes.com

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સુનિલ ગાવસ્કરે ભારત વર્સિસ ઈંગ્લેન્ડ ટેસ્ટ સીરિઝ વચ્ચે જસપ્રીત બૂમરાહને આરામ આપવા પર સવાલ ઉઠાવ્યા છે. જસપ્રીત બૂમરાહને ઈંગ્લેન્ડ વિરુદ્ધ રાંચી ટેસ્ટમાં આરામ આપવામાં આવ્યો હતો. તેની જગ્યાએ આકાશદીપને ડેબ્યૂ કરવાનો અવસર મળ્યો હતો. જો કે, આ ટેસ્ટમાં ભારતને જસપ્રીત બૂમરાહની કમી ન અનુભવાઈ અને ભારતીય ટીમે આ મેચ 5 વિકેટે જીતીને સીરિઝમાં 3-1ની અજેય લીડ હાંસલ કરી લીધી.

જો કે, સુનિલ ગાવસ્કરનું કહેવું છે કે બીજી અને ત્રીજી ટેસ્ટ વચ્ચે 9 દિવસનો ગેપ હતો અને ત્રીજી ટેસ્ટમાં 23 ઓવર બોલિંગ કરવી જરાય થકાવી દેનારી નહોતી. ઉલ્લેખનીય છે કે, જસપ્રીત બૂમરાહે રાજકોટ ટેસ્ટની પહેલી ઇનિંગમાં 15 તો બીજી ઇનિંગમાં 8 ઓવર બોલિંગ કરી હતી. તેને વર્કલોડ મેનેજ કરવા માટે રાંચીમાં રમાયેલી ચોથી ટેસ્ટથી આરામ અપાવમાં આવ્યો હતો. જો કે, તે સીરિઝની અંતિમ ટેસ્ટ માટે ભારતીય ટીમ સાથે ફરીથી જોડાઈ ગયો છે.

સુનિલ ગાવસ્કરે જસપ્રીત બૂમરાહના આરામ પર સવાલ ઉઠાવતા મિડ-ડેની કોલમમાં લખ્યું કે, 'રાજકોટ ટેસ્ટમાં ત્રીજી ટેસ્ટની પહેલી ઇનિંગમાં માત્ર 15 ઓવર અને બીજી ઇનિંગમાં 8 ઓવર ફેકવા છતા સંભવતઃ ટ્રેનરની ભલામણ પર જસપ્રીત બૂમરાહને આરામ આપવામાં આવ્યો હતો.' તેમણે આગળ કહ્યું કે, 'ન ભૂલો કે બીજી ટેસ્ટ અને ત્રીજી ટેસ્ટ વચ્ચે 9 દિવસનો બ્રેક હતો અને આખી મેચમાં 23 ઓવર બોલિંગ કરવી જરાય થકાવી દેનારી નથી, તો પછી બૂમરાહને આરામ કેમ આપવામાં આવ્યો?

ચોથી ટેસ્ટ બાદ અંતિમ ટેસ્ટ મેચ અગાઉ 8 દિવસનો વધુ બ્રેક મળવાનો હતો, ખૂબ જ ફિટ એથલીટોને સારા હોવા અને દેશ માટે રમવા માટે તૈયાર થવા આ પૂરતો સમય છે. ચોથી ટેસ્ટ પણ એક મહત્ત્વપૂર્ણ મેચ હતી, જો ઇંગ્લિશ ટીમે તેને જીતી લીધી હોત તો અંતિમ ટેસ્ટ નિર્ણયક હોત. એટલે પછી તે NCA હોય કે બૂમરાહ, જેણે નિર્ણય લીધો છે એ ભારતીય ટીમના તત્કાળ હિતમાં નહોતો.'

સુનિલ ગાવસ્કરે આ દરમિયાન ફરી એક વખત લખ્યું કે, બૂમરાહની ગેરહાજરીમાં ભારતનું રાંચી ટેસ્ટમાં જીતવું બતાવે છે કે ભારતીય ટીમને મોત નામોથી ફરક પડતો નથી. યુવા આકાશદીપે બૂમરાહને ગેરહાજરીની ભરપાઈ કરતા શાનદાર બોલિંગ કરી અને ફરી એક વખત દેખાડ્યું કે તેનાથી કોઈ ફેર પડતો નથી કે મોટા નામ રમી રહ્યા નથી. તેનાથી યુવા ખેલાડી હંમેશાં ખુશ રહેશે. જેમ કે કેપ્ટન રોહિત શર્માએ કહ્યું હતું કે ભારત માટે રમવા માટે ભૂખ્યા રહો અને પોતાના દેશ માટે રમવું સન્માન અને વિશેષાધિકાર માટે કોઈ મુશ્કેલીનો સામનો કરવા માટે તૈયાર રહો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp