ગાવસ્કરે કહ્યું- ભારતીય બોલરો જીમમાં વધુ અને મેદાન પર ઓછી મહેનત કરે છે એટલે...

PC: hindustantimes.com

ભારતીય બોલર વારંવાર ઇજાગ્રસ્ત થવાને લઈને પૂર્વ ક્રિકેટર સુનિલ ગાવસ્કરે મોટી પ્રતિક્રિયા આપી છે. તેમણે તેના માટેનું કારણ ખેલાડીઓનું જિમમાં વધારે એક્સરસાઈઝ કરવાનું બતાવ્યું છે. સુનિલ ગાવસ્કરના જણાવ્યા મુજબ, હાલના દિવસોમાં ખેલાડીઓ જિમમાં વધારે સમાય વિતાવે છે કેમ કે નેટમાં તેઓ વધારે બોલિંગ કરતા નથી અને આ કારણે વારંવાર ઇજાગ્રસ્ત થાય છે. જો ભારતીય ટીમની વાત કરીએ તો ઘણા બોલર ઇજાથી પરેશાન છે. જસપ્રીત બૂમરાહ ઇજાના કારણે ઘણા સમયથી બહાર ચાલી રહ્યો છે.

તો દીપક ચાહર પણ હાલમાં ઇજાગ્રસ્ત થઈ ગયો છે. તે લાંબી ઇજા બાદ ફર્યો હતો, પરંતુ હવે ફરી એક વખત તેને ઇજા થઈ ગઈ છે. ગત મેચમાં તે ઇજાગ્રસ્ત થઈ ગયો હતો. સુનિલ ગાવસ્કરે આ ખેલાડીઓની ખૂબ નિંદા કરી છે. તેમણે કહ્યું કે, બોલિંગ ડિપાર્ટમેન્ટમાં પણ ટેલેન્ટની અછત દેખાઇ રહી છે. આપણે સમજીએ છીએ કે, T20માં બોલરો માટે પડકાર હોય છે. જ્યાં સુધી પેસ બૉલિંગનો સવાલ છે તો ત્યાં જે બોલર સતત ઇજાગ્રસ્ત થઈ રહ્યા છે, તેમને નજરઅંદાજ કરી શકાય છે.

તેનું કારણ એ છે કે, ખેલાડી જિમમાં વધારે મહેનત કરે છે અને નેટમાં ખૂબ ઓછી બોલિંગ કરે છે. જે બાયો મેકેનિક એક્સપર્ટ એમ કહે છે કે બોલરોએ નેટ પ્રેક્ટિસ દરમિયાન 20 કરતા વધારે બૉલ નાખવા ન જોઈએ એ ખોટા છે. પહેલા બોલર કેમ એટલા ફિટ રહેતા હતા કેમ કે તેઓ નેટ્સમાં વધારે બોલિંગ કરતા હતા અને આ જ કારણે મેચ દરમિયાન તેમની બોડી ફિટ રહેતી હતી. તેમણે કહ્યું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં એ જોવા મળ્યું છે કે, બોલરોને પણ જ્યાં પણ થોડો બાઉન્સ મળે છે ત્યાં ભારતીય બેટ્સમેન પરેશાની પરેશાનીમાં નજરે પડે છે.

તેમણા આગળ કહ્યું કે, એ એકદમ સારા સંકેત નથી. તેમાં સુધારાની જરૂરિયાત છે. ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમ માટે ઇજા ઘણા સમયથી મોટી સમસ્યા રહી છે. ઘણા મોટા ક્રિકેટર તેની ઝપેટમાં આવી ચૂક્યા છે. આ કારણે ખેલાડીઓના વર્કલોડ પર પણ ખૂબ ધ્યાન આપવામાં આવ્યું છે અને તેમને પૂરતો આરામ પણ આપવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp