કેપ્ટનશીપ કેમ કરવી તે ગિલ નથી જાણતો, હું કેપ્ટન ન બનાવું, અમિત મિશ્રાનું નિવેદન

PC: bjsports.live

ICC T20 વર્લ્ડ કપ પછી જ્યારે ભારતીય ક્રિકેટ ટીમ ઝિમ્બાબ્વેના પ્રવાસે ગઈ ત્યારે કેપ્ટનશિપની જવાબદારી શુભમન ગિલને આપવામાં આવી હતી. પ્રથમ મેચમાં હાર પછી ટીમે જોરદાર વાપસી કરી હતી અને શ્રેણી 4-1થી જીતી લીધી હતી. આ પ્રવાસ પછી ભવિષ્યમાં શુભમનને કેપ્ટન બનાવવાની જોરદાર ચર્ચા ચાલી રહી છે. આ દરમિયાન પૂર્વ સ્પિનર અમિત મિશ્રાના નિવેદને હલચલ મચાવી દીધી છે. તેણે કહ્યું કે શુભમન કેપ્ટનશીપ જાણતો નથી અને તેને તેના વિશે કોઈ જાણકારી પણ નથી.

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે રમાયેલી T20 શ્રેણી ઘણી રીતે યાદગાર રહી. ICC T20 વર્લ્ડ કપ રમ્યા પછી ભારતે તેની પ્રથમ શ્રેણી રમી અને મોટી જીત નોંધાવી. પસંદગીકારોએ યુવા ટીમને ઝિમ્બાબ્વેના પ્રવાસે મોકલી હતી. શુભમન ગિલને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. ભારતે પ્રથમ મેચ હારી અને પછી સતત ચાર જીત સાથે શ્રેણી જીતી લીધી. શુભમન ગિલની કેપ્ટનશીપને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે.

શુભંકર સાથે વાત કરતા અમિત મિશ્રાએ કહ્યું, 'હું ક્યારેય પણ શુભમન ગિલને ટીમનો કેપ્ટન નહીં બનાવીશ. મેં તેને IPLમાં જોયો છે અને તેને કેપ્ટનશીપ કેવી રીતે કરવી તેની કોઈ જાણકારી નથી. તેને કેપ્ટનશિપનો કોઈ ખ્યાલ પણ નથી. આ પહેલા તેણે ક્યારેય કેપ્ટનશિપ કરી પણ ન હતી.'

અમિત મિશ્રાએ વધુમાં કહ્યું, 'જુઓ, તે સમયે હાર્દિકે ટીમ છોડી દીધી હતી. ગુજરાત પાસે રાશિદ ખાન સિવાય અન્ય કોઈ ખેલાડી ન હતો કે જેને કેપ્ટન બનાવવામાં આવે. મને લાગે છે કે ગુજરાત મેનેજમેન્ટે મજબૂરીમાં શુભમનને કેપ્ટન બનાવ્યો હતો. મેં તેને કેપ્ટન્સી કરતા જોયો છે, મને નથી લાગતું કે તે કેપ્ટનશીપ કરવા સક્ષમ છે, મને વિશ્વાસ નથી કે તે ભારતનો કેપ્ટન બની શકે.' હવે અમિત મિશ્રાએ ગિલની કેપ્ટન્સી પર સવાલ ઉઠાવીને ફેન્સમાં ચોક્કસથી હેડલાઈન્સ બનાવી છે. મિશ્રાનું આ નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.

શુભમન ગિલને કેપ્ટન બનાવવા અંગેના સવાલના જવાબમાં અમિત મિશ્રાએ જે પણ કહ્યું તે ચોંકાવનારું હતું. તેણે KL રાહુલ વિશે પણ વાત કરી અને સ્પષ્ટ કર્યું કે લખનઉ સુપર જાયન્ટ્સ ટીમ તેને આગામી ઈન્ડિયન પ્રીમિયર લીગ સીઝનમાં કેપ્ટનશિપ પરથી હટાવી શકે છે. KL રાહુલ કરતા સારા કેપ્ટનની શોધ કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp