IPL દરમિયાન શ્રીસંતના રૂમમાં રહેતી હતી છોકરીઓ, 2-3 લાખ રૂપિયા આવતું હતું બિલ

PC: thestatesman.com

IPL 2013, આ IPLની એ સીઝન છે, જેણે આખી દુનિયાને હચમચાવી મુકી હતી. IPL 2013માં સ્પોટ ફિક્સિંગનો સનસનીખેજ ખુલાસો થયો હતો અને રાજસ્થાન રોયલ્સના ત્રણ મોટા ખેલાડી એસ. શ્રીસંત, અંકિત ચવ્હાણ અને અજીત ચંદીલા દિલ્હી પોલીસની પકડમાં આવી ગયા હતા. જોકે, હવે એસ. શ્રીસંતનો બેન પૂરો થવા જઈ રહ્યો છે અને આવતા મહિને તે મેદાન પર વાપસી પણ કરવાનો છે. જોકે આ દરમિયાન રાજસ્થાન રોયલ્સના પૂર્વ ક્રિકેટર અને 2012માં ભારતને અંડર 19 વર્લ્ડ કપ જીતાડનારા સ્પિનર હરમીત સિંહે સનસનીખેજ ખુલાસો કર્યો છે.

હરમીત સિંહ ક્રિકબઝને આપેલા ઈન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો છે કે, જ્યારે તે રાજસ્થાન રોયલ્સ ટીમમાં સામેલ હતો ત્યારે શ્રીસંત તેને હંમેશાં તેની સાથે રાખતો હતો. તેનો રૂમ શ્રીસંતના રૂમની બાજુમાં જ રહેતો. હરમીતે જણાવ્યું કે, શ્રીસંત આખી રાત પાર્ટી કરતો હતો અને તેના રૂમમાં છોકરીઓ પણ રહેતી હતી. હરમીતે વધુમાં કહ્યું કે, તે સમયે માત્ર બે જ ટેસ્ટ ખેલાડી રાહુલ દ્રવિડ અને શ્રીસંત તે ટીમમાં હતા અને બંને મને પ્રેમ કરતા હતા. આખરે તેમની સાથે કોણ રહેવા ના ઈચ્છે. શ્રીસંતનું મારી સાથે સારું બોન્ડિંગ હતું અને તે હંમેશાં મને તેના રૂમની બાજુની રૂમમાં જ રાખતો હતો જેથી કોઈ અન્ય ખેલાડીને હેરાનગતિ ન થાય.

વર્ષ 2013માં જ્યારે શ્રીસંતની ધરપકડ થઈ તો ફુટેજમાં દર્શાવવામાં આવ્યું કે, મહિલા શ્રીસંતના રૂમમાં ઘૂસી રહી હતી. હરમીતે આ મુદ્દા પર પણ મોટો ખુલાસો કર્યો. તેણે કહ્યું, શ્રીસંતના રૂમમાં કોણ આવી રહ્યું છે તેની સાથે મારે કોઈ લેવાદેવા નહોતી. જોકે, જ્યારે હું ક્યારેક સવારે 6 કે 7 વાગ્યે જીમ જવા માટે ઉઠતો તો શ્રીસંત ત્યારે પણ પાર્ટી કરતો હતો. મને ક્યારેય એટલા માટે શંકા ના થઈ કારણ કે જે જીજૂ જનાર્દનની ધરપકડ થઈ હતી, તેણે જણાવ્યું હતું કે તે શ્રીસંતનો ભાઈ છે. તો એવામાં કોણ શંકા કરે. તે શ્રીસંતની સાથે હંમેશાં રહેતો હતો અને તેની સાથે છોકરીઓ પણ રહેતી હતી. શ્રીસંત સ્માર્ટ અને યુવાન હતો અને જયપુરમાં તેની સાથે છોકરીઓ રહેતી હતી, આથી મેં ક્યારેય તેના પર શંકા ના કરી.

હરમીતે ખુલાસો કર્યો કે, શ્રીસંત એટલી પાર્ટી કરતો હતો કે રૂમનું બિલ 2થી 3 લાખ રૂપિયા આવતું હતું. તેણે કહ્યું, જ્યારે પણ ક્યાંક 2 કે 3 દિવસ રોકાતા હતા તો રૂમ સર્વિસનું બિલ 2થી 3 લાખ રૂપિયા આવતું હતું. શ્રીસંત પોતાનો દારૂ પોતે જ ખરીદતો હતો, તે લોકોને દારૂ ગિફ્ટમાં આપતો હતો. મને લાગ્યું કે તે ધનવાન છે કારણ કે તે બે વર્લ્ડ કપ જીત્યો હતો અને તે ઘણી IPL મેચમાં રમી ચુક્યો હતો. અમે ક્યારેય ફિક્સિંગ અંગે શંકા નથી કરી. શ્રીસંતને જ્યારે ક્રિકબઝને હરમીતના દાવા પર સવાલ પૂછવામાં આવ્યા તો તેણે કહ્યું કે, હરમીત પડોશમાં જ રહેતો હતો. શ્રીસંતે કહ્યું કે, હરમીત ખૂબ જ મહેનતી ક્રિકેટર હતો. હું હંમેશાં આવા ક્રિકેટરોને સપોર્ટ કરું છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp