મેક્સવેલે છોડ્યો IPLમાં RCBનો સાથ, આ કારણે ટૂર્નામેન્ટથી પોતાને કર્યો સાઇડલાઇન
ઓસ્ટ્રેલિયન ઑલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024ની પોતાની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર એટલે કે RCBનો સાથ છોડી દીધો છે. તે અનિશ્ચિત સમય માટે IPL 2024થી બહાર થઈ ગયો છે. IPLની આ સીઝનમાં તેનું પ્રદર્શન ખરાબ હતું. અહી સુધી કે તેને મુંબઈ વિરુદ્ધ ઇજા પણ થઈ હતી, પરંતુ હવે તે ટૂર્નામેન્ટથી હટી ગયો છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને તેણે જણાવ્યું કે તે માનસિક અને શારીરિક થાકના કારણે IPL 2024થી હટી ગયો છે. જો કે, તેણે કહ્યું કે, જો તે જલદી માનસિક અને શારીરિક થાકથી બહાર આવશે તો IPL 2024ની બાકી બચેલી મેચોમાં ટીમમાં વાપસી કરી શકે છે.
ફોક્સ ક્રિકેટના રિપોર્ટ મુજબ, ગ્લેન મેક્સવેલે માનસિક અને શારીરિક થાકના કારણે IPLમાંથી અનિશ્ચિતકાલીન બ્રેક લીધો છે, જ્યારે T20 કેપ્ટન મિચેલ માર્શ હેમસ્ટ્રિંગની ઇજા બાદ ઓસ્ટ્રેલિયામાં છે અને બોર્ડની મેડિકલ ટીમ તેની ઈજની દેખરેખ કરી રહી છે. રોયલ ચેલેન્જર્સ બેંગલોરની વાત કરીએ તો ટીમ IPL 2024ના પોઇન્ટ્સ ટેબલમાં સૌથી છેલ્લા એટલે કે 10માં નંબર પર છે. બેંગ્લોરે અત્યાર સુધી રમાયેલી 7માંથી માત્ર 1 મેચ જ જીતી છે. બેંગ્લોરે IPL 2024ની પોતાની સાતમી મેચમાં ગ્લેન મેક્સવેલને ચાંસ આપ્યો નહોતો.
અહી સુધી કે તે ફિટ હતો, પરંતુ ખરાબ ફોર્મના કારણે તેનું સિલેક્શન ન થયું. તેની પાછળનું સ્પષ્ટ કારણ લાગી રહ્યું હતું કે તે ટૂર્નામેન્ટમાં પહેલી 6 મેચમાં સારું પ્રદર્શન કરી શક્યો નહતો. જો કે, તેણે પોતે જ સિલેક્શનની ના પાડી હતી. 6 ઇનિંગમાં તેના બેટથી માત્ર 32 રન નીકળ્યા, જેમાં 3 વખત ખાતું ખોલ્યા વિના આઉટ થઈ ગયો. તેણે આ દરમિયાન 4 વિકેટ લીધી. તે એક પણ ઇનિંગમાં ફોર્મમાં નજરે પડ્યો નથી. મેચ બાદ ગ્લેન મેક્સવેલે પુષ્ટિ કરી કે તેણે હૈદરાબાદ સામેની મેચ અગાઉ બહાર કરવાનો અનુરોધ કર્યો હતો, કેમ કે તે સકારાત્મક યોગદાન આપી શકતો નહોતો.
તેણે કહ્યું કે, પહેલી કેટલીક મેચ મારા માટે વ્યક્તિગત સારી ન રહ્યા બાદ આ એક ખૂબ સરળ નિર્ણય હતો. હું છેલ્લી મેચમાં (બેંગ્લોરના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ) અને કોચો પાસે ગયો અહતો અને કહ્યું હતું કે હવે કદાચ કોઈ બીજાને અજમાવવાનો સમય આવી ગયો છે. હું પહેલા પણ આ સ્થિતિમાં રહી ચૂક્યો છું. જ્યારે તમે રમવાનું ચાલુ રાખી શકો છો. હવે વાસ્તવમાં પોતાને માનસિક અને શારીરિક આરામ આપવાનો સૌથી આરો સમય છે. આ સીઝન અમારા પરિણામો સાથે એ ખૂબ સરળ નિર્ણય હતો.
અમે એક ટીમના રૂપમાં એટલું સારું કરી શક્યા નથી. જેટલું અમે ઇચ્છતા હતા અને પરિણામ એ દર્શાવે છે. મારા વ્યક્તિગત પરિણામોએ અમારા પરિણામોને પ્રતિબિંબત કર્યા છે. પાવરપ્લે અને વચ્ચેની ઓવરોમાં ખૂબ મોટી કમી જોવા મળી, જે છેલ્લી કેટલીક સીઝનમાં મારી તાકતનું ક્ષેત્ર રહ્યું છે. મને લાગ્યું જેમ હું સકારાત્મક રીતે યોગદાન આપી રહ્યો નહોતો અને એવું અનુભવાયું કે જે સ્થિતિમાં અમે પોતાને ટેબલ પર જોઈએ છીએ, કોઈ બીજાને અજમાવવાનો અવસર આપવાનો છે અને આશા છે કે કોઈ આ જગ્યાને પોતાની બનાવી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp