ભારત-ઓસ્ટ્રેલિયા મહાજંગ માટે 'ગુડ ન્યૂઝ',T20 WC 2024માં દેખાઈ...
T20 વર્લ્ડ કપ 2024ની ગ્રુપ સ્ટેજની મેચો ચાહકો માટે થોડી બોરિંગ સાબિત થઈ હતી. તેનું કારણ ન્યૂયોર્કની પિચો હતી, જે બેટ્સમેનો માટે કબ્રસ્તાન સાબિત થઈ હતી. પરંતુ સુપર-8 પહેલા ફેન્સ માટે મોટા સમાચાર આવ્યા છે. આગામી રાઉન્ડની મેચો 19 જૂનથી શરૂ થઈ રહી છે અને દરેક જણ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના મહા યુદ્ધની રાહ જોઈ રહ્યા છે. જો આપણે ICC ટૂર્નામેન્ટના ઈતિહાસ પર નજર કરીએ તો, તે ભારત-પાકિસ્તાન પછી બીજી સૌથી મોટી હરીફાઈ હોવાનું જણાય છે. આ મેચમાં બંને ટીમો 24 જૂને સેન્ટ લુસિયાના ડેરેન સેમી નેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં સામસામે ટકરાશે. અહીંની પીચનો દેખાવ એવો દેખાતો હતો કે, દરેક વ્યક્તિ મહાજંગમાં રોમાંચના ત્રીજા ડોઝની કલ્પના કરશે.
ભારતીય ટીમે ન્યૂયોર્કમાં જીતની હેટ્રિક ફટકારીને સુપર-8 માટે પોતાની ટિકિટ બુક કરી લીધી હતી. રોહિત અને કંપની સુપર-8ની પ્રથમ મેચ 20 જૂને રમશે. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની આ મેચ કેન્સિંગ્ટન ઓવલમાં રમાશે. જ્યારે ભારતીય ટીમ સુપર-8ની બીજી મેચ ઓસ્ટ્રેલિયા સામે એ જ મેદાન પર રમશે જ્યાં વેસ્ટ ઈન્ડિઝે અફઘાનિસ્તાનને ખરાબ રીતે હરાવ્યું હતું. T20 વર્લ્ડ કપ 2024માં આ એકમાત્ર મેચ છે જ્યાં હાઇ સ્કોરિંગ થ્રિલર જોવા મળ્યું હતું.
T20 વર્લ્ડ કપ 2024 હજુ સુધી બેટ્સમેનોની તરફેણમાં સાબિત થયો નથી. પરંતુ વેસ્ટ ઈન્ડિઝ અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચ જોયા પછી એમ કહેવું ખોટું નહીં હોય કે, સુપર-8માં બેટ્સમેનો ધૂમ મચાવવા તૈયાર છે. આ મેચમાં કુલ 26 ફોર અને 16 સિક્સ જોવા મળી હતી. કેરેબિયન ટીમે અફઘાનિસ્તાન પર 104 રનથી મોટી જીત નોંધાવી હતી. શ્રીલંકા અને નેધરલેન્ડ સામેની મેચમાં પણ આ પીચ પર 200નો આંકડો જોવા મળ્યો હતો.
અફઘાનિસ્તાને વેસ્ટ ઈન્ડિઝ સામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. યજમાન ટીમ વતી, નિકોલસ પુરને અવિશ્વસનીય રીતે બોલરોને ફટકાર્યા હતા. નિકોલસ પુરને માત્ર 53 બોલમાં 8 છગ્ગા અને 6 ચોગ્ગાની મદદથી 98 રનની ઇનિંગ રમી હતી, પરંતુ કમનસીબે તે પોતાની સદીથી માત્ર 2 રન દૂર રહ્યો હતો. જો પિચ આ રીતે જ તેનો મિજાજ બતાવશે, તો આપણને ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા વચ્ચેની મહાન મેચમાં રોમાંચનો ડબલ ડોઝ જોવા મળી શકે એમ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp