CSK સામે જીત પણ સદી ફટકારવા છતા ગીલ પર 24 લાખનો દંડ
ગુજરાત ટાઇટન્સની ટીમે શુક્રવારે ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવીને ભવ્ય જીત પોતાના નામે કરી હતી, જેમાં સાઈ સુદર્શનની સાથે કેપ્ટન શુભમન ગીલનો સૌથી મોટો રોલ હતો, જે સદી ફટકારી હતી. ગીલને આ મેચમાં જીત તો મળી ગઈ પરંતુ તેના માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા હતા. સ્લો ઓવર રેટને કારણે તેને 24 લાખ રૂપિયાનો દંડ ફટકારી દેવામાં આવ્યો હતો. મેચ બાદ IPLએ એક સ્ટેટમેન્ટ જાહેર કરતા કહ્યું હતું કે, IPL કોડ ઓફ કંડક્ટ અંતર્ગત સ્લો ઓવર રેટને કારણે શુભમન ગીલ પર 24 લાખનો દંડ લગાવવામાં આવે છે. આ બીજીવાર છે, જ્યારે ગીલ પર આ દંડ ફટકારવામાં આવ્યો હતો. ગીલ જ નહીં પરંતુ આખી પ્લેઇંગ XI અને ઈમ્પેક્ટ પ્લેયરની મેચ ફીના 25% રકમ પણ કાપવામાં આવી હતી.
રિષભ પંત પર IPLમાં એક મેચનો પ્રતિબંધ, જાણી લો કારણ
ઈન્ડિયન પ્રીમિયર લીગ રમી રહેલી દિલ્હી કેપિટલ્સની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. તેમના કેપ્ટન રિષભ પંતને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં દિલ્હી કેપિટલ્સના ધીમા ઓવર રેટના ગુનાને કારણે રિષભ પંત પર એક મેચનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રિષભ પંત પર 30 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.
સમગ્ર મામલો શું છે તે જરા સમજી લઈએ, દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંતને IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ એક મેચ માટે પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. હકીકતમાં, રિષભ પંતની ટીમે રાજસ્થાન રોયલ્સ સામે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024ની 56 નંબરની મેચ દરમિયાન ધીમી ઓવર રેટથી બોલિંગ કરી હતી. આ મેચ 7 મે 2024ના રોજ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં યોજાઈ હતી.
હકીકતમાં, IPL આચાર સંહિતા હેઠળ આ સીઝનમાં રિષભ પંતની ટીમનો આ ત્રીજો ગુનો હતો, જેના કારણે રિષભ પંતને 30 લાખ રૂપિયાનો દંડ અને એક મેચ માટે પ્રતિબંધિત કરવામાં આવ્યો હતો. હવે ઈમ્પેક્ટ પ્લેયર સહિત પ્લેઈંગ ઈલેવનના બાકીના સભ્યોને વ્યક્તિગત રીતે રૂ. 12 લાખ અથવા તેમની સંબંધિત મેચ ફીના 50 ટકા જે ઓછું હોય, તે દંડ ફટકારવામાં આવ્યો છે.
IPL આચાર સંહિતાની કલમ 8 મુજબ દિલ્હી કેપિટલ્સે મેચ રેફરીના નિર્ણયને પડકારતી અપીલ દાખલ કરી હતી. આ પછી અપીલ BCCI લોકપાલને સમીક્ષા માટે મોકલવામાં આવી હતી. આ પછી લોકપાલે આ કેસની વર્ચ્યુઅલ સુનાવણી હાથ ધરી હતી. આ પછી મેચ રેફરીના નિર્ણયને અંતિમ અને બંધનકર્તા માનવામાં આવ્યો હતો.
સ્લો ઓવર રેટ સંબંધિત IPL આચાર સંહિતા હેઠળ, જો કોઈ ટીમનો કેપ્ટન પહેલો ગુનો કરે છે તો તેને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે. જો તે કેપ્ટન IPL સિઝનમાં બીજી વખત સ્લો ઓવર રેટનો ગુનો કરે છે, તો 24 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે. જો ત્રીજી વખત આ ભૂલ થાય તો કેપ્ટન પર એક મેચનો પ્રતિબંધ અને 30 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવે છે.
Keeper allrounder anyone? @IrfanPathan 😉#RP17 pic.twitter.com/FCGPkqAuZo
— Rishabh Pant (@RishabhPant17) May 10, 2024
દિલ્હી કેપિટલ્સ હજુ પણ પ્લેઓફની રેસમાં છે. દિલ્હી 12 મેચમાં 12 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને છે. દિલ્હી કેપિટલ્સ તેની આગામી મેચ 12 મેના રોજ RCB સામે રમશે. રિષભ પંત આ મેચમાં રમી શકશે નહીં.
દિલ્હી કેપિટલ્સની બાકીની મેચો: 12 મે-વિ. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, સાંજે 7:30 કલાકે, 14 મે-વિ. લખનઉ સુપર જાયન્ટ્સ, સાંજે 7:30 કલાકે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp