પંડ્યા ગુજરાત છોડી મુંબઈમાં નથી જવાનો, GTએ 8 અને MIએ 11 ખેલાડીઓને છૂટા કરી દીધા

PC: twitter.com

જેની ઘણા સમયથી ચર્ચા ચાલતી હતી, તે વાત અફવા સાબિત થઈ છે. ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં જવાનો નથી, તે વાત કન્ફર્મ થઈ ગઈ છે. એવી ચર્ચા ચાલી રહી હતી કે, ગુજરાત ટાઇટન્સથી છૂટો થઈને હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સમાં ફરી જોડાવાનો છે, જેના માટે મુંબઈની ટીમ 15 કરોડ રૂપિયા ગુજરાતની ટીમને ચૂકવવાની હતી, પરંતુ આજે બધી ટીમોના રિટેન્શન અને રીલિઝ લિસ્ટમાં સ્પષ્ટ થઇ ગયું છે કે, ગુજરાતની ટીમે હાર્દિક પંડ્યાને જવા દીધો નથી અને તેને ટીમમાં રિટેઇન કરી લીધો છે. જો કે ગુજરાત ટાઇટન્સની ટીમે 8 ખેલાડીઓને છૂટા કરી દીધા છે, જેમાં યશ દયાળ, કે.એસ.ભરત, શિવમ માવી, ઉર્વિલ પટેલ, પ્રદીપ સાંગવાન, ઓડિયન સ્મિથ, અલઝારી જોસેફ અને દાસુન શનાકાનો સમાવેશ થાય છે.

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની આગામી સીઝન માટે 19 ડિસેમ્બરે મિની ઓક્શન દુબઈમાં થવાનું છે. એ અગાઉ બધી ફ્રેન્ચાઇઝીઓને પોતાના ખેલાડી રિટેઇન અને રીલિઝ કરવા માટે 26 નવેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો છે. આ દરમિયાન IPL ઇતિહાસની અત્યાર સુધીની સૌથી મોટી ડીલ થવાના સમાચાર સામે આવી રહ્યા હતા, જેમાં એવી ચર્ચા હતી કે ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની મુંબઈ ઈન્ડિયન્સ (MI)માં વાપસી થઈ ગઈ છે, જો કે આ વાત અફવા સાબિત થઈ હતી.

ESPN ક્રિકઇન્ફોના રિપોર્ટ મુજબ, હાર્દિક પંડ્યાને લઈને ગુજરાત ટાઈટન્સ (GT) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) વચ્ચે એક મોટો ટ્રેડ થયો છે. એવા સમાચાર મળ્યા હતા મુંબઇએ પોતાના જૂના ખેલાડીને પરત લેવા માટે ગુજરાત ટાઈટન્સને 15 કરોડ રૂપિયાની ચૂકવણી કરી દીધી એવી પણ ચર્ચા હતી. આ રકમ પૂરી રીતે કેશ મોડમાં કરવામાં આવી હતી એવું કહેવામાં આવ્યું હતું. જો કે આજે આ વાત ખોટી સાબિત થઈ છે.

IPL 2023ના ઓક્શન બાદ મુંબઈ ઈન્ડિયન્સ પાસે પર્સમાં માત્ર 0.05 કરોડ રૂપિયા (લગભગ 6000 ડૉલર) બચ્યા હતા. આગામી ઓક્શન માટે ફ્રેન્ચાઇઝીને 5 કરોડ રૂપિયા વધારે આપવામાં આવ્યા છે. મુંબઈની ટીમે પોતાનું રિટેન્શન અને રીલિઝ લિસ્ટ બહાર પાડ્યું છે, જેમાં 11 ખેલાડીઓને ટીમે રીલિઝ કરી દીધા છે. આ ખેલાડીઓમાં જોફ્રા આર્ચર, અર્શદ ખાન, રમણદીપ સિંહ, રિતિક શોકીન, રાઘવ ગોયલ, ટ્રીસ્ટન સ્ટબ્સ, ડુઆન જેન્સન, જે રિચર્ડસન, રિલે મરડીથ, ક્રિસ જોર્ડન અને સંદીપ વોરિયરનો સમાવેશ થાય છે.

હાર્દિક પંડ્યાએ વર્ષ 2015માં પોતાના IPL કરિયરની શરૂઆત મુંબઈ ઈન્ડિયન્સ સાથે જ કરી હતી. મુંબઈ સાથે હાર્દિક 6 વર્ષ રમ્યો. ત્યારબાદ ગુજરાત ટાઈટન્સ સાથે તેણે વર્ષ 2022માં પહેલી સીઝન રમી અને પહેલી જ સીઝન પોતાના નામે કરી લીધી. વર્ષ 2023ની સીઝનમાં પણ હાર્દિકની કેપ્ટન્સીમાં ગુજરાતે ફાઇનલમાં જગ્યા બનાવી હતી. વર્ષ 2022 અને વર્ષ 2023ની સીઝનમાં ગુજરાત ટાઈટન્સ લીગ સ્ટેજમાં ટોપ પર રહી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp