હાર્દિકને લઈને ગુજરાત અને મુંબઈ વચ્ચે થઈ મોટી ડીલ! જાણો કેટલા રૂ.માં પાછો લીધો
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની આગામી સીઝન માટે 19 ડિસેમ્બરે મિની ઓક્શન દુબઈમાં થવાનું છે. એ અગાઉ બધી ફ્રેન્ચાઇઝીઓને પોતાના ખેલાડી રિટેઇન અને રીલિઝ કરવા માટે 26 નવેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો છે. આ દરમિયાન IPL ઇતિહાસની અત્યાર સુધીની સૌથી મોટી ડીલ થવાના સમાચાર સામે આવી રહ્યા છે. ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની મુંબઈ ઈન્ડિયન્સ (MI)માં વાપસી થઈ ગઈ છે. જો કે, તેની અત્યાર સુધી સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
ESPN ક્રિકઇન્ફોના રિપોર્ટ મુજબ, હાર્દિક પંડ્યાને લઈને ગુજરાત ટાઈટન્સ (GT) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) વચ્ચે એક મોટો ટ્રેડ થયો છે. એવા સમાચાર મળી રહ્યા છે કે મુંબઇએ પોતાના જૂના ખેલાડીને પરત લેવા માટે ગુજરાત ટાઈટન્સને 15 કરોડ રૂપિયાની ચૂકવણી કરી દીધી છે. આ રકમ પૂરી રીતે કેશ મોડમાં કરવામાં આવી છે. જેવી જ આ ટ્રેડની સત્તાવાર જાહેરાત થાય છે, તો એ IPL ઇતિહાસમાં બંને ટીમો વચ્ચે સૌથી મોટો ખેલાડી ટ્રેડ થશે.
IPL 2023ના ઓક્શન બાદ મુંબઈ ઈન્ડિયન્સ પાસે પર્સમાં માત્ર 0.05 કરોડ રૂપિયા (લગભગ 6000 ડૉલર) બચ્યા હતા. આગામી ઓક્શન માટે ફ્રેન્ચાઇઝીને 5 કરોડ રૂપિયા વધારે આપવામાં આવ્યા છે અને ફ્રેન્ચાઇઝીએ પૂરી રકમનો ઉપયોગ હાર્દિકને ટીમમાં પરત લાવવામાં કરી દીધો છે. મુંબઈ અને ગુજરાત વચ્ચે જો આ ટ્રેડ થયો છે તો અશ્વિન પંજાબ કિંગ્સ (PBKS) થી દિલ્હી કેપિટલ્સ (DC)માં શિફ્ટ થવા અને અજિંક્ય રહાણે રાજસ્થાન રોયલ્સ (RR) થી દિલ્હી કેપિટલ્સમાં શિફ્ટ થયા બાદ હાર્દિક ત્રીજો કેપ્ટન હશે.
હાર્દિક પંડ્યાએ વર્ષ 2015માં પોતાના IPL કરિયરની શરૂઆત મુંબઈ ઈન્ડિયન્સ સાથે જ કરી હતી. મુંબઈ સાથે હાર્દિક 6 વર્ષ રમ્યો. ત્યારબાદ ગુજરાત ટાઈટન્સ સાથે તેણે વર્ષ 2022માં પહેલી સીઝન રમી અને પહેલી જ સીઝન પોતાના નામે કરી લીધી. વર્ષ 2023ની સીઝનમાં પણ હાર્દિકની કેપ્ટન્સીમાં ગુજરાતે ફાઇનલમાં જગ્યા બનાવી હતી. વર્ષ 2022 અને વર્ષ 2023ની સીઝનમાં ગુજરાત ટાઈટન્સ લીગ સ્ટેજમાં ટોપ પર રહી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp