હફીઝની 4 શબ્દોની પોસ્ટે પાકિસ્તાન ક્રિકેટમાં મચાવ્યો હાહાકાર, જાણો શું છે મામલો

PC: espncricinfo.com

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ થનારી 5 મેચોની T20 સીરિઝ માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. પાકિસ્તાન ક્રિકેટ ટીમે જૂનમાં જ T20 વર્લ્ડ કપ 2024 પણ રમવાનો છે. તેને જોતા ટીમમાં કેટલાક મોટા ફેરફાર જોવા મળ્યા છે, જેમાં કેટલાક જૂના ચહેરાઓનું કમબેક થયું છે. મેચ ફિક્સિંગના કેસમાં સજા ભોગવી ચૂકેલા ફાસ્ટ બોલર મોહમ્મદ આમીરની ટીમમાં વાપસી થઈ છે. તો ઈમાદ વસીમને પણ સિલેક્ટ કરવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે આ બંને ખેલાડી સંન્યાસ લઈ ચૂક્યા હતા, પરંતુ હવે બંનેએ સંન્યાસ તોડી દીધો છે.

પાકિસ્તાની ટીમની કેપ્ટન્સી બાબર આઝમ કરશે. આ ટીમની જાહેરાત બાદ પાકિસ્તાન ટીમના પૂર્વ કેપ્ટન મોહમ્મદ હફીઝે સોશિયલ મીડિયા પર એક એવી પોસ્ટ શેર કરી છે, જેના કારણે પાકિસ્તાન ક્રિકેટમાં હાહાકાર જોવા મળી રહ્યો છે. ઘણા ફેન્સ અને દિગ્ગજ હફીઝની વાતથી સહમત નજરે પડ્યા, તો કેટલાકે નિંદા કરી છે. ઉલ્લેખનીય છે કે, મોહમ્મદ હફીઝે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં માત્ર 4 શબ્દ જ લખવામાં આવ્યા છે. આ ઓલરાઉન્ડરે લખ્યું '#RIP પાકિસ્તાન ડોમેસ્ટિક ક્રિકેટ.

આ પોસ્ટના માધ્યમથી મોહમ્મદ હફીઝે કટાક્ષ કરતા કહ્યું કે, પાકિસ્તાન ક્રિકેટની આત્માને શાંતિ મળે. આ પોસ્ટના માધ્યમથી મોહમ્મદ હફીઝે પાકિસ્તાન ક્રિકેટ ટીમમાં મોહમ્મદ આમીર અને ઈમાદ વસીમની સીધી વાપસી પર નારાજગી વ્યક્ત કરી છે. તે પોતાની પોસ્ટના માધ્યમથી કહેવા માગે છે કે પાકિસ્તાનના ઘરેલુ ક્રિકેટમાં પ્રદર્શન કરનારા ખેલાડીઓને નજરઅંદાજ કરી દેવામાં આવ્યા છે. 31 વર્ષીય આમીરે હાલમાં જ પોતાના સંન્યાસ વાપસીની જાહેરાત કરી હતી. આમીર પાકિસ્તાન માટે છેલ્લી વખત T20 ઇન્ટરનેશનલ મેચ 30 ઓગસ્ટ 2020માં રમ્યો હતો. આ મેચ ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમાઈ હતી.

સલમાન બટ, મોહમ્મદ આસિફ સાથે આમીરને 2010માં પાકિસ્તાનના ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન સ્ફોટ ફિક્સિગ માટે પ્રતિબંધનો સામનો કરવો પડ્યો હતો. સજા ભોગવવા અને 2016માં ઇન્ટરનેશનલ ક્રિકેટમાં વાપસી છતા આમીર ક્રિકેટમાં વિવાદાસ્પદ બન્યો રહ્યો. પાકિસ્તાન ટીમમાં પસંદ થયેલ ઈમાદ વસીમે નવેમ્બર 2023માં ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી હતી, પરંતુ PSLમાં શાનદાર વાપસી બાદ તેણે યુટર્ન લઈ લીધું. ઈમાદ પાકિસ્તાન માટે આ અગાઉ ઇન્ટરનેશનલ લેવલ પર ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 24 એપ્રિલ 2023ના રોજ T20 મેચ રમ્યો હતો. તેણે પાકિસ્તાન માટે 55 વન-ડે મેચ રમી છે, જેમાં તેના 986 રન છે. તેની વિરુદ્ધ 66 T20 ઇન્ટરનેશનલ મેચોમાં 486 રન બનાવ્યા છે તો 65 વિકેટ પણ બનાવ્યા છે.

ન્યૂઝીલેન્ડ સામે T20 સીરિઝ માટે પાકિસ્તાની ટીમ

બાબર આઝમ (કેપ્ટન), અબરાર અહેમદ, આઝમ ખાન, ફખર ઝમાન, ઈફ્તિખાર અહમદ, ઈમાદ વસીમ, અબ્બાસ આફ્રિદી, મોહમ્મદ રિઝવાન, મોહમ્મદ આમીર, ઈરફાન ખાન, નસીમ શાહ, સઇમ અયુબ, શાદાબ ખાન, શાહીન આફ્રિદી, ઉસામા મીર, ઉસ્માન ખાન, જમાન ખાન.

નોન-ટ્રાવેલિંગ રિઝર્વ:

હસીબુલ્લા ખાન, મોહમ્મદ અલી, મોહમ્મદ વસીમ જુનિયર, સાહિબજાદા ફરહાન, સલમાન અલી આગા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp