હનુમા વિહારીને લઈને રાજનીતિક ધમાસાણ, 2 મહિનાની અંદર ફરીથી રમવાનું મળ્યું આમંત્રણ

PC: indiatoday.in

ભારતીય ટીમનો સ્ટાર ક્રિકેટર હનુમા વિહારી લાઇમલાઇટમાં છે. હાલમાં જ તેણે નામ લીધા વિના કહ્યું હતું કે, એક ખેલાડીને ફટકાર લગાવવાના કારણે તે રાજનીતિનો શિકાર થયો છે. જો કે, હનુમાએ કોઈ ખેલાડીનું નામ લીધું નથી, પરંતુ હવે આંધ્રાની ટીમના જ વિકેટકીપર બેટ્સમેન કે.એન. પૃધ્વી રાજે સામે આવીને જવાબ આપ્યો છે. હનુમા વિહારીએ કહ્યું હતું કે, હવે ક્યારેય પણ આંધ્રાની ટીમ તરફથી નહીં રમે.

તેના આ નિવેદન બાદ હવે આંધ્ર પ્રદેશમાં રાજનીતિક ધમાસાણ મચી છે. ઉલ્લેખનીય છે કે, કેએન પૃધ્વીના પિતા YSR કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા છે. આંધ્ર પ્રદેશમાં YSR કોંગ્રેસની જ સરકાર છે. આ દરમિયાન વિપક્ષી તેલુગુ દેશમ પાર્ટી (TDP) પણ આ મામલે કૂદી પડી છે. TDPના નેતા લોકેશ નારાએ એક નિવેદન જાહેર કરીને હનુમા વિહારીને 2 મહિનાની અંદર ટીમમાં પાછું આવવાનું નિમંત્રણ આપ્યું છે. લોકેશે કહ્યું કે, અમે હનુમા માટે રેડ કાર્પેટ બિછાવીશું.

સોશિયલ મીડિયા X પર પોસ્ટ શેર કરતા લોકેશ રાણાએ લખ્યું કે, 'હું સત્તાધારી પાર્ટીના રાજનીતિક હસ્તક્ષેપના કારણે પ્રસિદ્ધ ક્રિકેટર હનુમા વિહારી આંધ્ર પ્રદેશની ટીમથી બહાર જવાથી સ્તબ્ધ છું. હું હનુમા વિહારીને ફરીથી 2 મહિનાની અંદર આંધ્ર પ્રદેશની ટીમ તરફથી રમવા માટે આમંત્રિત કરું છું. અમે તેના અને ટીમ માટે રેડ કાર્પેટ બિછાવીશું.સાથે જ આગામી રણજી ટ્રોફી સીઝનમાં ટ્રોફી જીતવા માટે તેમની દરેક સંભવિત સહાયતા કરીશું.'

હાલમાં જ હનુમા વિહારીએ ઇન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ શેર કરી હતી. તેમાં તેણે કહ્યું હતું કે આ પોસ્ટના માધ્યમથી હું કેટલાક ફેક્ટ સામે રાખવા માગું છું. બંગાળ વિરુદ્ધ પહેલી મેચમાં હું કેપ્ટન હતો. એ મેચ દરમિયાન હું 17માં ખેલાડી પર ગુસ્સે થયો અને તેણે પોતાના પિતા (જે એક રાજનેતા છે) ને ફરિયાદ કરી. બદલામાં તેના પિતાએ સંઘને મારી વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે કહ્યું. મેં ખેલાડીને વ્યક્તિગત રૂપે કંઇ જ નથી કહ્યું, પરંતુ સંઘે વિચાર્યું કે એ ખેલાડી એ વ્યક્તિથી વધુ મહત્ત્વપૂર્ણ છે જેણે ગયા વર્ષે પોતાનું શરીર દાવ પર લગાવી દીધું અને ડાબા હાથથી બેટિંગ કરી. છેલ્લા 7 વર્ષમાં 5 વખત આંધ્રાને નોકઆઉટમાં જગ્યા અપાવી અને ભારત માટે 16 ટેસ્ટ રમ્યો.

જો કે, હનુમાએ કોઈ ખેલાડીનું નામ લીધું નહોતું, પરંતુ આંધ્રાની ટીમના જ વિકેટકીપર બેટ્સમેન કે.એન. પૃધ્વી રાજે સામે આવીને જવાબ આપ્યો છે. તેણે ઇન્સ્ટા સ્ટોરી પર કહ્યું કે, બધાને નમસ્કાર, હું એ જ વ્યક્તિ છું જેને તમે લોકો કમેન્ટ બોક્સમાં શોધી રહ્યા છો. તમે લોકોએ જે પણ સાંભળ્યું છે એ એકદમ ખોટું છે. રમતથી મોટું કોઈ નથી અને મારું સ્વાભિમાન કોઈ વસ્તુથી ક્યાંય મોટું નથી. વ્યક્તિગત હુમલા અને અભદ્ર ભાષા કોઈ પણ પ્રકારે સ્વીકાર્ય નથી. ટીમમાં દરેક જાણે છે કે એ દિવસે શું થયું હતું. એ સહાનુભૂતિની રમતને તમે જેવી રીતે ઇચ્છો રમો. ઉલ્લેખનીય છે કે, કે.એન. પૃધ્વી રાજ્યના પિતા નરસિંહા હાલમાં YSR કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp