દાનિશ કનેરીયાએ જૂનો વીડિયો શેર કરીને પાક. પર લગાવ્યો મોટો આરોપ- ‘ઇસ્લામ કબૂલ..'

PC: independent.co.uk

પાકિસ્તાન ટીમના પૂર્વ દિગ્ગજ સ્પિનર દાનિશ કનેરીયાએ પાકિસ્તાન પર એક મોટો આરોપ લગાવ્યો છે. દાનિશ કનેરીયાના જણાવ્યા મુજબ, જ્યારે તે પાકિસ્તાનની ટીમમાં હતો, તો તેના ઉપર ઇસ્લામ કબૂલ કરવાનો દબાવ બનાવવામાં આવતો હતો. દરેક જગ્યાએ તેને એમ જ કહેવામાં આવતું હતું કે ઇસ્લામ કબૂલ કરી લે. દાનિશ કનેરીયાએ એક વીડિયો શેર કર્યો જેમાં એક પાકિસ્તાની ખેલાડી તિલકરત્ને દિલશાનને ઇસ્લામ અપનાવવાની સલાહ આપી રહ્યો છે.

જો દાનિશ કનેરીયાની વાત કરીએ તો પાકિસ્તાન ટીમમાં તે એકમાત્ર હિન્દુ ખેલાડી હતો. જો કે, તેનો આરોપ છે કે તેના કારણે તેને ટારગેટ કરવામાં આવતો હતો અને ઘણી વખત તેને કહેવામાં આવ્યું છે કે ઇસ્લામ અપનાવી લે. હવે દાનિશ કનેરીયાએ ફરી એક વખત આ વસ્તુનું પુનરાવર્તન કર્યું છે અને મોટો આરોપ લગાવ્યો છે. દાનિશ કનેરીયાએ એક જૂનો વીડિયો શેર કર્યો છે, જેમાં એક પાકિસ્તાની ખેલાડી શ્રીલકંન દિગ્ગજ બેટ્સમેન તિલકરત્ને દિલશાનને ઇસ્લામ ધર્મ અપનાવવાની સલાહ આપી રહ્યો છે.

આ વીડિયોમાં શ્રીલંકન બેટ્સમેન તિલકરત્ને દિલશાનને પાકિસ્તાનનો પૂર્વ ક્રિકેટર અહમદ શહજાદ કહે છે કે જો તમે મુસ્લિમ નથી, અને મુસ્લિમ બની જાવ છો તો પછી તમારા જીવનમાં કંઇ પણ કરી લો, તમને જન્નત મળશે. તેનો જવાબ દિલશાને શું આપ્યો એ માઈકમાં કેદ ન થઈ શક્યો, જેના પર શહજાદે કહ્યું કે, તો પછી આગ માટે તૈયાર રહો. આ વીડિયોને દાનિશ કનેરિયાએ શેર કર્યો છે. દાનિશ કનેરીયાએ આ વીડિયોને લઈને કહ્યું કે, તેની સાથે પણ પાકિસ્તાન ટીમમાં એવું જ થતું હતું. પછી તે ડ્રેસિંગ રૂમ હોય, મેદાન હોય કે પછી ભોજનના ટેબલ પર, એ મારી સાથે રોજ થતું હતું.

ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પાકિસ્તાનના જ પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે પણ એક નિવેદનમાં ખુલાસો કર્યો હતો કે, દાનિશ કનેરિયા સાથે હિન્દુ હોવાના કારણે ભેદભાવ કરવામાં આવતો હતો. શોએબ અખ્તરે એક ટીવી શૉ દરમિયાન આ વસ્તુનો ખુલાસો કર્યો હતો અને કહ્યું હતું કે, તેના માટે તેણે પોતાની ટીમના સાથીઓ ખેલાડીઓને ફટકાર લગાવી હતી. શોએબ અખ્તરના જણાવ્યા મુજબ, તે પોતાના સાથી ખેલાડીઓથી એ વાતને લઈને ઝઘડી પડતો હતો કે દાનિશ કનેરિયા સાથે ભેદભાવ કેમ કરવામાં આવી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp